Book Title: Ishtopadesh
Author(s): Pujyapad Aacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 43
________________ ૩૪ ઇષ્ટોપદેશ આત્મા જ આત્માનો ગુરુ છે. કેમ? શ્લોક-૩૪ - स्वयं स्वस्मिन्सदभिलाषित्वादभीष्टज्ञापकत्वतः हितप्रयोक्तृत्वादात्मैव गुरुरात्मनः ॥ સ્વયં સત્ની કરે ઇચ્છા, સ્વયં જ્ઞાપક શ્રેયનો; સ્વયં સ્વશ્રેયમાં વર્તે, સ્વયમેવ ગુરુ સ્વનો. અન્વયાર્થ (આત્મા) [સ્વયં] સ્વયં [સ્વસ્મિન્] પોતાનામાં [સત્ઞભિાષિત્વાત્] સત્ની (કલ્યાણની અથવા મોક્ષસુખની) અભિલાષા કરતો હોવાથી, [ગીષ્ટ જ્ઞાપત્વતઃ] અભીષ્ટને (પોતાના ઇચ્છેલા મોક્ષસુખના ઉપાયને) બતાવતો હોવાથી અને [તિ પ્રયોનૃત્વાત્] પોતાના હિતમાં (મોક્ષસુખના ઉપાયમાં) પોતાને યોજતો હોવાથી [માત્મા વ] આત્મા જ [માત્મનઃ] આત્માનો [ગુરુ: અસ્તિ] ગુરુ છે. U-"A અર્થ – જે સતુરૂપ મોક્ષસુખની ઇચ્છા કરે છે, જે ઇચ્છિત હિતરૂપ મોક્ષસુખના ઉપાયો જણાવે છે અને જે તે મોક્ષસુખરૂપ હિતના પ્રવર્તક થાય છે તે ગુરુ કહેવાય છે. આત્મા પોતે જ સપ મોક્ષની ઇચ્છા કરે છે, પોતે જ તે હિતપ્રાપ્તિના ઉપાયો જણાવે છે અને પોતે જ તે ઉપાયો વડે પોતાના હિતમાં, મોક્ષસુખપ્રાપ્તિના ઉપાયોમાં પ્રવર્તક બની પ્રવર્તે છે, તેથી આત્મા જ આત્માનો ગુરુ છે.

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88