________________
ઈબ્દોપદેશ , કઈ ભાવનાથી જન્મ-મરણનાં દુઃખ દૂર થાય? -
શ્લોક-૨૯
न मे मृत्युः कुतो भीतिर्न मे व्याधिः कुतो व्यथा । नाहं बालो न वृद्धोऽहं न युवैतानि पुद्गले || મને ના મૃત્યુ, ભીતિ શી? મને ના રોગ, શી વ્યથા?
ના હું તરુણ, ના વૃદ્ધ, બાળ ના, પુદ્ગલે બધાં. અન્વયાર્થ – [ મૃત્યુ ન] મારું મરણ નથી તો તિઃ મીતિ: ડર કોનો? [ને વ્યાધિઃ ન] મને વ્યાધિ નથી તો [વ્યથી ત:] પીડા કેવી? [મર્દ ન વા:] હું બાળક નથી, [ન વૃદ્ધઃ] વૃદ્ધ નથી, [યુવા] હું યુવાન નથી. [તાન] એ (સર્વ અવસ્થાઓ) [૫ ] પુદ્ગલની છે. અર્થ – મારું મરણ છે નહીં તો પછી મને ભય શાનો? મને વ્યાધિ છે નહીં તો પછી મને પીડા શાની? હું બાળક નથી, હું વૃદ્ધ નથી, તેમ હું યુવાન પણ નથી. આ બધી દશાઓ પુદગલમાં થાય છે.