________________
ઇષ્ટોપદેશ
આત્મભક્તિથી સ્વર્ગની પ્રાપ્તિ થતાં, ત્યાં શું ફળ મળે છે?
શ્લોક-૫
हृषीकजमनातङ्कं दीर्घकालोपलालितम् I.. नाके नाकौकसां सौख्यं नाके नाकौकसामिव ।।
સ્વર્ગમાં અમરોને જે, સુખો ઇન્દ્રિયજન્ય એ; નિરામયી ચિરસ્થાયી, દેવોને ભોગ્ય યોગ્ય એ. અન્વયાર્થ [ના નાૌસાં] સ્વર્ગમાં વસનાર દેવોને જે [સૌ] સુખ હોય છે તે [નાવે નાૌસાન્વ] સ્વર્ગમાં રહેલા દેવોના જેવું [ષીનમ્] ઇન્દ્રિયજનિત, [મનાતકું]
આતંક(શત્રુ આદિ દ્વારા ઉત્પન્ન થનાર દુઃખ)રહિત, [ીર્ઘ ગ્રહ રપત્ઝાહિત] દીર્ઘ કાળ સુધી (તેત્રીસ સાગર પર્યંત) ભોગવવામાં આવે તેવું હોય છે.
=
અર્થ – સ્વર્ગમાં દેવોને જે સુખો છે તે ઇન્દ્રિયજન્ય સુખ છે, રોગ વગરનાં છે અને દીર્ઘ કાળ સુધી ટકી રહે તેવાં છે. દેવલોકમાં દેવોને ભોગ્ય યોગ્ય અનુપમેય એ સુભોગ્ય છે.