________________
જ્ઞાનપદ ભજીએ રે
ભણો. જો સારું ભણશો તો પંડિત નહીં મારે, પણ શાબાશી આપશે. તમે ન ભણો તો તે શિક્ષા કરે જ ને! માટે બરાબર ભણવાં માંડો. " આ ઉંમર જેમ રમવાની છે તેમ ભણવાની પણ છે. અત્યારે ભણેલું જિંદગીભર કામ લાગશે.” વગેરે ભણતરનાં પ્રોત્સાહક વચનો કહેવાનાં હોય. તેને બદલે પંડિતજી જે જ્ઞાની છે, જ્ઞાનદાતા છે તેની આવી અવજ્ઞા અવહેલના ને આશાતના કરી તેથી જ્ઞાનાવરણીય કર્મ, બંધાયા. આ બાઈ એટલેથી ન અટકી પણ તેણે તો
“પાટી, ખડિયા, લેખિણી બાળી કીધાં રાખ.” જે જ્ઞાનનાં ઉપકરણો હતાં તેને બાળ્યાં. કેવી ઘોર આશાતના કરી. આ બન્ને આશાતનાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાયું તેના કારણે તે ગુણમંજરીના ભવમાં મૂંગી થઈ. વળી રોગથી શરીર વાંકું થયું. તેથી ઢાળમાં લખ્યું છે કે “દુર્ભગપણ પરણે નહીં માતપિતા ધરે ખેદ”આ સ્થિતિ પણ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી જ થાય છે. જ્ઞાનની આશાતનાથી માત્ર જ્ઞાન ન આવડે તેવું નથી. બીજી બધી મુશ્કેલીઓ પણ આવે.
જ્ઞાનીની આશાતના જ્ઞાનનાં ઉપકરણોની આશાતનાની જેમ ગુણમંજરીના પૂર્વભવની વાત છે, તેવી જ જ્ઞાનની આશાતનાની વાત વરદત્તકુમારના પૂર્વભવની છે.
એ પૂર્વભવમાં સાધુ થયા છે. પ00 સાધુ મહારાજને વાચના આપે છે. તેવા જ્ઞાની છે. પણ જ્યારે રાત્રિના સમયમાં સાધુ મહારાજ પરાવર્તના સ્વાધ્યાય કરતાં કરતાં કોઈ ગાથા, કોઈક પદ ભૂલી જાય છે ત્યારે ઊંઘતા એવા એ ગુરુજીને જગાડીને પૂછે છે એ વખતે
“સર્વઘાતી નિંદ વ્યાપી સાધુ માંગે વાયણા, ઊંઘમાં અંતરાય થતાં સૂરિ હુવા દુમણાં;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org