________________
શાનપદ ભજીએ રે નહીં હોય કે પંદર દિવસ મહેનત કરે અને સોળ અક્ષર ન આવડે. પણ પ્રશ્ન ઉદ્યમ કરવાનો છે. તમે વિચાર કરો. કુમારપાળ મહારાજ બાવનમે વર્ષે સંસ્કૃત વ્યાકરણ ભણવા બેઠા અને ભરપૂર ઉદ્યમ કરીને સંસ્કૃત ભાષા ઉપર એવું પ્રભુત્વ મેળવ્યું કે સુંદર શ્લોકોની રચના કરી શક્યા. આ ક્યારે બન્યું હશે ! અજ્ઞાન ખેંચ્યું તો થઈ શક્યું ! તમને તમારું અજ્ઞાન ખેંચે છે ખરું ! પ્રતિક્રમણમાં મોડેથી આવ્યાં અને સામાયિક લેતા હો તો વાંદણા આવડતાં નથી તો શું 1 કરો છો ! બાજુવાળાને કહો ને જરા વાંદણા લેવરાવોને ! એવી શરમ આવવી જોઈએ કે ત્રણ દિવસમાં વાંદણાં શીખી જ લઈશ. શું અશક્ય છે ? કશું નહીં. આમ ચાનક લાગવી જોઈએ. જ્ઞાન તો આત્માનો ગુણ છે. તે પ્રગટાવવા થોડો જ ઉદ્યમ, થોડુંક બહુમાન, થોડીક વિધિ અને પછી જુઓ જ્ઞાન આવવા માંડશે. સૂત્ર ગોખવાની પણ આપણે ત્યાં એક ચોક્કસ પદ્ધતિ છે. પહેલાં એક લીટી લીધી. પાંચવાર બોલ્યા પછી પહેલી અને બીજી ભેગી પાંચવાર બોલ્યા. એ જ ક્રમથી ત્રીજી લીટી પાંચવાર બોલવાની તો ચોથી લીટી પણ પાંચવાર બોલવાની, પછી ત્રીજી અને ચોથી એમ બે ભેગી પાંચવાર બોલવાની, પછી છેલ્લે આખી ગાથા પાંચવાર બોલવાની તો તુર્ત ગાથા આવડી જશે.
વળી એ મોટેથી બોલવાની માત્ર ચોપડીમાંથી જોઈને વાંચવાથી ન ચાલે. વળી એ રાગમાં બોલવાની આપણે ત્યાં એક પદ્ધતિ છે, ગાથાનાં જે ચાર ચરણ છે – ચાર લીટી છે તે ચારેને બોલવાની રીત અલગ અલગ બતાવવામાં આવી છે. તેનો ક્રમ આવો છે.
पढम चिय हंसपयं, बीए सिंहस्स विक्कम जाया । तइये गयवर लुलियं, अहिवर लुलियं चउत्थीए ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org