________________
શાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૧)
પહેલી લીટી હંસ ચાલે છે એ ગતિએ બોલવાની, બીજી લીટી સિંહની ચાલ પ્રમાણે બોલવાની, ત્રીજી લીટી હાથીની ગતિએ બોલવાની અને છેલ્લી એટલે ચોથી લીટી સર્પ-સાપની ગતિથી બોલવાની છે. આ રીતે જે ગાથા બોલાય તેન જે ઘોષ પ્રકટે તે પણ મધુર હોવો જોઈએ. કોઈના કાનને કર્કશ લાગે તેવો ન હોવો જોઈએ.
આપણે ત્યાં ચિત્તોડ (ચિત્રકૂટ)ના ઉપાશ્રયોનું વર્ણન આવે છે. તેમાં ખાસ આ શબ્દ વાપર્યો છે.
તા: સંમિનાં ત્ર યાત્ર, -સ્વાધ્યાય-પષોત્તે: // જયાં સાધુઓના ઉપાશ્રયો, સાધુઓના સ્વાધ્યાયના મધુર ઘોષથી ઉજ્જવળ હતા. ગાજતા હતા, છાજતા હતા.
આ વર્ણન કેટલું મઝાનું છે. જે ઉપાશ્રયમાં જઈએ ત્યાં આવું જ કાને સાંભળવા મળે તો મનમાં કેવો આનંદ છવાઈ જાય. . વળી એ ગાથાઓ રાગમાં બોલી શકાય જ્યારે
આર્યરક્ષિતકુમાર તોસલિપુત્ર આચાર્ય મહારાજ પાસે જાય છે ત્યારે વન્દન વિધિ આવડતી નથી માટે વસતિની બહાર ઊભા રહે છે. ' કોઈ વન્દનાર્થે આવે અને વજન કરે તે જોઈને વન્દના કરી
શકાય. એ બહાર ઊભા છે ત્યારે સાધુવૃન્દ દ્વારા માલકોશ વગેરે જુદા જુદા રાગમાં થતા સ્વાધ્યાયનાં મનોવિનોદી શ્રવણથી આર્યરક્ષિતકુમાર તેમાં હરણીયાની જેમ લીન બની ગયા. કલિકાલસર્વશે આ વર્ણન સુંદર શબ્દોમાં કર્યું છે.
मालव कैशिकी मुख्य ग्राम राग परिस्पृशा । स्वाध्यायेनैव साधूनां स ययौ लयमेणवत् । જ્યારે સ્વાધ્યાય આવી રીતે થાય તો તેમાં રસાળતાનો અનુભવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org