________________
૧૦
જ્ઞાનપદ ભજીએ રે - ચાલે? તમે ગમે તેમ કરીને સમય મેળવો. અને બન્નેને સાથે જ સૂઝયું. હૃદયનું ઐક્ય હોય તો એક જ સમયે સરખું સૂઝે. - ઘરે કામ છે, રાજસભામાં કામ છે બરોબર, પણ ઘરેથી સભામાં જાવ છો ત્યારે માનામાં તો નિરાંત હોય છે તે સમયમાં ગાથા થઈ શકશે.
બસ બીજા દિવસથી એ ક્રમ થઈ ગયો. માનામાં કટાસણું, મુહપત્તિ, સાપડો અને ઉપદેશમાળાની પોથી મૂકવામાં આવી. જતી વખતે નવી ગાથા થઈ જતી અને સાંજે વળતી વખતે જૂની ગાથાનું પુનરાવર્તન થઈ જતું. આમ આ. શ્રી ધર્મઘોષસૂરિ મહારાજ પાસે નિયમ લીધો હતો તે બરાબર પળાયો. આવો દૃઢ સંકલ્પ હોય તો કશું અશક્ય નથી.
કોઈ નાનો બાળક સભામાં સુંદર સૂત્ર બોલે. તમે સાંભળો કે તુર્ત તમારે પ્રશંસા કરવી જોઈએ. ઉચિત બહુમાન કરવું જોઈએ. આ પણ જ્ઞાન પ્રાપ્ત કરવાનો ઉપાય છે.
જ્ઞાનની સુરક્ષા એ શ્રાવક-શ્રાવિકાનું પણ કર્તવ્ય છે. કચ્છ-કોડાયની વાત છે. તમે કચ્છમાં તીર્થ યાત્રાએ જાવ છો. ભદ્રેશ્વર તીર્થ જાણીતું છે. ત્યાંની નાની પંચતીર્થી અને મોટી પંચતીર્થીની યાત્રા કરો છો. તેમાં એક બોતેર જિનાલય નામનું હમણાં થયેલું આધુનિક તીર્થ બન્યું છે. તેની પાસે જ આ કોડાય નામનું ગામ છે. આ ગામનું નામ જ્ઞાનભંડાર માટે ખૂબ પ્રચલિત છે. જેમ જેસલમેર–પાટણ–ખંભાત-લીંબડી એ નામો બોલાય છે તેની યાદીમાં કોડાય જ્ઞાનભંડાર પણ બોલાતું હતું. તેની થોડી વાત તમને કહેવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org