________________
જ્ઞાનપદ ભજીએ રે આરાધના એટલે જ્ઞાનીની આરાધના અને જ્ઞાનનાં સાધનો/. ઉપકરણોની આરાધના, તેમાં સુરક્ષા, સંવર્ધન વગેરે આવે છે. "
મોક્ષમાર્ગની વાત જ્યાં આવે ત્યાં દર્શન-જ્ઞાન અને ચારિત્ર આવો ક્રમ આવે છે. તો જ્ઞાન-દર્શન અને ચારિત્ર આવો પણ ક્રમ આવે છે. આ નયભેદે બન્ને સત્ય છે. સમ્યગદર્શનથી યુક્ત જે હોય તે જ સમ્યગુજ્ઞાન કહેવાય એ નયથી દર્શન-જ્ઞાન-ચારિત્ર બરાબર છે. જ્યારે સમ્યગ્રદર્શનની પ્રાપ્તિ જ્ઞાન દ્વારા જ થાય છે. માટે જ્ઞાન પ્રથમ છે. એ દૃષ્ટિએ જ્ઞાન-દર્શન અને ચારિત્ર એ ક્રમ છે તે પણ બરાબર છે.
જ્ઞાન પ્રત્યે અપાર બહુમાન હોવું જોઈએ. જ્યારે પણ ભણીભણીને શું કરવું છે ! આવું બોલશો નહીં. આ શાનની આશાતના જ છે. જ્ઞાન તો અતિ આવશ્યક છે. લૌકિક જગત કે લોકોત્તર જગત બન્નેમાં જ્ઞાનની જરૂરત છે. તેના વિના એક ડગલું પણ આગળ વધાય તેમ નથી. જ્ઞાનની બાબતમાં તમે એટલું જ વિચારો કે પ્રભુતીર્થની સંઘની સ્થાપના ક્યારે થઈ શકી ! કોઈ તીર્થકર ભગવાન હોય જેમણે ચ્યવન-જન્મ અને દીક્ષા એમ ત્રણ કલ્યાણક ઉજવાયા છે. છતાં શ્રી સંઘની સ્થાપના તો કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી જ થઈ શકે છે. આવી મહત્તા જ્ઞાનની છે.
આપણી પાસે અત્યારે તો મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન બે છે. તેમાં મતિજ્ઞાન એ સાધન છે. શ્રુતજ્ઞાન એ સાધ્ય છે. આ શ્રુતજ્ઞાનની આરાધના, વિરાધના ટાળવાપૂર્વક કરવાની છે. આજે આરાધના ઘટી છે અને વિરાધના વધી છે.
જેને યાદશક્તિ વધારવી હોય તેને એઠા મોઢે બોલવું ન જોઈએ. ચોપડીનાં પાનાં કે રૂપિયાની નોટને થુંક ન લગાડવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org