Book Title: Gyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan Author(s): Gunvant Barvalia Publisher: Arham Spiritual CentrePage 17
________________ SSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 કરી આત્મસાક્ષાત્કાર તથા બ્રહ્મજ્ઞાનને જ વેદો મધ્યવર્તી વિચારધારા ગણે છે. ગીતામાં શ્રીકૃષ્ણ આત્મા વિશે કહ્યું છે કે - नैनं छिदन्ति शस्त्राणि, नैनं दहति पालकः । न चैनम् क्लेन्दन्त्यापः न शोषयति मारुतः ॥ શસ્ત્ર છેદી શકતું નથી, અગ્નિ બાળી શકે નહિ, પાણી ડુબાડી શકે નહિ અને પવન શોષી શકે નહિ. કબીરજી અને ગંગાસતી જેવાં અનેક દાર્શનિક સંત-કવિઓએ ગીતો રચ્યાં, તો વેદાન્ત, દર્શનનાં સૂત્રો પર શંકરાચાર્ય, રામાનચાર્ય, નિમ્બાર્ક અને વલ્લભાચાર્ય જેવાએ વિદ્વત્તાપૂર્ણ ભાગો રચ્યાં. આધુનિક યુગમાં સ્વામી વિવેકાનંદ, રામતીર્થ, રમણ મહર્ષિ, મહાયોગી અરવિંદ, ટાગોર, આનંદશંકર ધ્રુવ, પંડિત સુખલાલજી, મુનિશ્રી સંતબાલ, આચાર્ય વિનોબા અને ગાંધીજીના સાહિત્યમાં આપણને દાર્શનિક આત્મચિંતનની ઝલક જણાય છે, તો ઓશો અને કૃષ્ણમૂર્તિએ આગવી દષ્ટિથી આત્માની વાત કરી છે. | વેદાન્ત દાર્શનિક સાહિત્યમાં આત્મચિંતનની વિચારણા કરી. હવે અવૈદિક દર્શનોમાંના એક ચાર્વાક દર્શનમાં આત્મા વિષેના ખયાલનો અભ્યાસ કરીએ. તેમના મતે આત્મા જેવું કોઈ ચૈતન્યરૂપ અને સ્વયંપ્રકાશ તત્ત્વ છે જ નહિ. ચૈતન્ય વિશિષ્ટ એવું જે આપણું આ ભૌતિક સ્થૂળ શરીર એ જ સાચું છે. તે માને છે કે પૃથ્વી, જલ, તેજ અને વાયુનાં જડ તત્ત્વોમાંથી ચૈતન્ય વિશિષ્ટ એવા શરીરનો પ્રાદુર્ભાવ થાય છે. દેહાત્મવાદી ચાર્વાક દર્શનના મત મુજબ ઇશ્વર હોવાને કારણે અહીં દાર્શનિક આત્મચિંતનનો નકારાત્મક અભિગમ જણાય છે. ભારતીય સંસ્કૃતિની બ્રાહ્મણ અને શ્રમણ એ બે મુખ્ય દાર્શનિક પરંપરા ગણાય. શ્રમણપરંપરામાં બૌદ્ધ દર્શન અને જૈન દર્શન સાહિત્યમાં આત્માનું વિશિષ્ટ ચિંતન કરવામાં આવ્યું છે. બૌદ્ધ દર્શનમાં ત્રિપિટક ગ્રંથ અને તેની ભાષ્ય અને ટીકાઓના વિપુલ સાહિત્યમાં વિવિધ રીતે આત્મચિંતન નિરૂપાયેલું છે. બુદ્ધ, પરિવર્તનશીલ દેટ ધર્મો સિવાય કોઈ અદૃષ્ટ સ્થાયી દ્રવ્ય કે આત્મતત્ત્વનો સ્વીકાર કરતા નથી. તેમના મતે આ સંસાર અનિત્ય છે. ક્ષણિક છે. જેને આપણે જીવાત્મા કહીએ છીએ તેને એક નિરંતર ચાલતી પ્રક્રિયાનો પ્રવાહ ગણે છે. જીવનમાં સંવેદનોને આત્માના ગુણરૂપે સ્વીકાયાં. ચેતનાની ભિન્નભિન્ન અવસ્થાનો સ્વીકાર કર્યો, પરંતુ ચૈતન્યતત્ત્વની નિત્યતાને સ્વીકારી નહીં. રોગ, દ્વેષ > ૨૩ ( GSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 555555 કે સુખ-દુઃખ જેવાં સંવેદનો જેની સાથે જોડાયેલાં છે, તે ભૌતિક ક્લેવર પોતે જ આત્મા છે અને તૃષ્ણાઓના બુઝાઈ જવાથી નિર્વાણ તરફ વળી જઈ શકાય છે એવો બુદ્ધનો મત હતો. અનાત્મવાદ કે નકારાત્મવાદ એ બુદ્ધ દર્શનનું વિશિષ્ટ આત્મચિંતન છે. જૈન દર્શને કર્મવાદ અને મોક્ષના સંદર્ભે પારદર્શક આત્મચિંતન રજૂ કર્યું છે. તેમના મતે સ્થળ પદાર્થનું દર્શન ચર્મચક્ષુઓનો વિષય છે અને આત્મસ્વરૂપનું દર્શન દિવ્ય ચક્ષુઓનો વિષય છે. દર્શનાવરણીય કર્મના ક્ષય કે ક્ષયોપશમાંથી ચર્મચક્ષુરૂપ દષ્ટિ પ્રાપ્ત થાય છે અને પદાર્થ દર્શનની દૃષ્ટિ ખૂલે છે, પછી મોહનીય કર્મના ક્ષયઉપશમ કે ક્ષયોપશમથી આત્માના શુદ્ધ સ્વરૂપનું દર્શન થાય છે. દાર્શનિક કર્મવિજ્ઞાન દ્વારા, આત્માની શુદ્ધિકરણની પ્રક્રિયાના ક્રમિક વિકાસના તબક્કાને ગુણસ્થાનક (ગુણઠાણા)ના સંદર્ભે સમજાવી છે. ચાર અનુયોગમાંથી દ્રવ્યાનુયોગમાં આત્માની સમજણ આપી છે. છ દ્રવ્ય, નવ તત્ત્વ અને આઠ કર્મની ગહન અને સૂક્ષ્મ ચર્ચા દ્વારા આત્માથી પરમાત્મા સુધી પહોંચવાનું માર્ગદર્શન આપેલ છે. આનંદકંદ છે આત્મા, આનંદ એમાંથી મળે, અન્ય ન વલખાં મારતો, એ મારગથી શું મળે ? આત્મા સત્, ચિત, આનંદસ્વરૂપ છે. સત્ એટલે નિત્ય, ચિત્ એટલે જ્ઞાનયુક્ત ચૈતન્ય અને આનંદ એ પરમાત્મા સ્વરૂપ છે. આત્મા તરફ અંતરદષ્ટિ જ આનંદ આપી શકે. બહાર ગમે તેટલા ભટકીએ, પરંતુ પરંપદાર્થમાંથી આનંદ મળી શકે નહિ. આનંદ કર્મજન્ય નથી, આત્માની પોતાની અનુભૂતિ છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન મહાવીરે કહ્યું કે, આત્મામાં સ્વરૂપનું અજ્ઞાન છે. તેનાથી જ બધાં દુઃખો ઉત્પન્ન થાય છે. સ્વના જ્ઞાનમાં દુઃખનાશ અભિપ્રેત છે. જૈન આગમ સાહિત્યના આધારે અનેક ગ્રંથોની રચના થઈ. આચાર્ય ઉમાસ્વાતિ, કુંદકુંદાચાર્ય, આચાર્ય હરિભદ્રસૂરિ, સિદ્ધસેન, હેમચંદ્રાચાર્ય અને ઉપાધ્યાય યશોવિજયજી જેવા મહામનીષીઓએ પોતાના સાહિત્યમાં જૈન દર્શન પ્રમાણેના આત્મસ્વરૂપના વિચારો સ્પષ્ટ કર્યા છે. અવધૂત આનંદઘનજી, બનારસીદાસ કે શ્રીમદ્ રાજચંદ્ર જેવા મહાન જૈન કવિઓએ પોતાની દિવ્ય કાવ્યકૃતિમાં આત્માની અમરતાને ગાઇ છેજૈન દર્શન અનેકાંતવાદી છે. તેથી તે આત્માનું જુદાજુદા સ્વરૂપે દર્શન કરાવે છે. કર્મથી લેપાયેલો જીવાત્મા સર્વ કર્મોથી મુક્ત થાય છે ત્યારે શુદ્ધાત્મા બને છે. દ્રવ્યાત્મક દૃષ્ટિએ આત્મા નિત્ય છે એટલે મૂળ દ્રવ્ય તત્ત્વરૂપી આત્માનાPage Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121