Book Title: Gyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan Author(s): Gunvant Barvalia Publisher: Arham Spiritual CentrePage 31
________________ E9%આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 20069 કર્યું છે, જેમ કે - ‘દેહ તંબૂરો સાત ધાતુનો, રચના તેની બેશ બની, ઈડા પિંગળા અને સુષષ્ણા નાડીની શોભા અજબ ઘણી.. 992 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 6 જેમ કે - મીઠાઈનો સ્વાદ જાણવો હોય તો એ ખાઈએ તો જ માણી શકાય તે જ પ્રમાણે ધ્યાનની પ્રક્રિયા થકી સાધનાનાં એક-એક સોપાન ખુદ ચઢે તો જ અનુભવરસનું અમૃત ઝરે છે જેનું વર્ણન યોગીઓ કરે છે. યોગીઓને અઠ્ઠાવીસ લબ્ધિઓ ઉપલબ્ધ થાય છે. તેમની આત્મશક્તિથી થતાં કાર્યોનો મહિમા સમજાવતાં ગુરદેવ લખે છે - ‘યોગીઓના શરીરવાયુથી સર્પાદિ વિષ નાશે રે ઉચ્ચ ભાવનો અદ્ભુત મહિમા સમજુને સમજાશે રે.’ આચાર્ય કવિએ ધ્યાનમાં સુરતા સાધી હતી જેથી અનુભવરસના અમૃતની છોળો ઉરમાં ઉઢળી અને અનંતસુખની પ્રાપ્તિ થઈ. તેમને ઉભવેલ આવી વિરલ અનુભૂતિ અસીમ હતી. ગુરુદેવ એને ધ્યાન પતંગની લાંબી દોરી કહે છે જેનો છેડો જણાતો નથી, અર્થાત્ અનંતસુખની પ્રાપ્તિ ધ્યાનના બળે થઈ - આતમગગનમેં ઊંચા ઊડતા આનંદ લહેરે સુહાયા શ્રુતજ્ઞાનકા દીપક સાથે, બુદ્ધિપ્રકાશ બઢાયા; બુદ્ધિસાગર કેવલજ્ઞાનકી, જ્યોતિમેં જ્યોતિ સમાયા... ... હમને ધ્યાન પતંગ ઉડાયા તેઓ આત્મસાધનામાં લીન રહેતા ત્યારે હૃદયમાં આનંદની હેલી હિલોળા લેતી, તેને તેઓ આત્માના આકાશમાં ઉડ્ડયન કરતી લહેરો કહે છે. આ આત્માનંદની લહેરો પર ધ્યાનપતંગ ઊંચે ઊડે છે અને આત્મસાધનાની ઉચ્ચ ભૂમિકાએ બિરાજમાન થાય છે. હવે આ સાધનાના શિખર પર આરૂઢ થવા, આત્માની ઉડાણ ભરવા મોટનો માર્ગ ગુરુદેવે ઉપરોક્ત કાવ્યની બે અંતિમ પંક્તિઓમાં ખુલ્લો મૂક્યો છે - શ્રુતજ્ઞાનના દીપકથી બુદ્ધિરૂપી દીપકનો પ્રકાશ પ્રજ્વલિત થાય છે અર્થાત આગમશાસના અધ્યયનથી સમ્યક દૃષ્ટિ વિકસિત થાય છે. આ સમ્યક દૃષ્ટિ સર્વોચ્ચ જ્ઞાનપ્રાપ્તિમાં સહાય કરે છે. અંતે એ સર્વોચ્ચ જ્ઞાનની જ્યોતિમાં આત્મજ્યોતિ સમાઈ જાય છે - આત્મા પરમ આત્મા થઈ જાય છે. ગુરુદેવે અનુભવેલ અલખની અનેરી ખુમારી તેમની રચનાઓને ધન્યતા બક્ષે છે. જગતની બાહ્ય પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિ લઈ આત્મામાં રમમાણ થઈ આત્મભાવની પરાકાષ્ઠાએ પહોંચવું કંઈ સહેલું નથી. તેમણે માણેલી અદ્ભુત દશાનું વર્ણન ઘણું જ આફ્લાદક અને ઉત્કૃષ્ટ છે. તેમણે એ દશાનું આલેખન ઘણી કૃતિઓમાં દેહ તંબૂરો અલખ ધૂનમાં પરા પશ્યતિથી વાગે, જાગૃત તુર્યાવસ્થામાંહિ ચેતન યથાક્રમે જાગે...” શુભધ્યાનમાં ધર્મ અને શુક્લ ધ્યાનની ઉચ્ચ સ્થિતિમાં પરા અને પર્યંતિ દૃષ્ટિનો સમાવેશ છે. અહીં આયાર્યશ્રી દેહને તંબૂરાની ઉપમા આપીને નાડીને એના તાર સાથે સરખાવે છે. કાવ્યના અંતે તેઓ કહે છે કે – ‘અલખ ધૂનમાં અનંતસુખ છે વૈરાગ્યે.' અધ્યાત્મનાં બીજોની રોપણી યોગનિષ્ઠ આચાર્યશ્રીએ અધ્યાત્મ જ્ઞાનનાં અજવાળાને સામાન્યજન સુધી પહોંચાડવા સરળ શબ્દોનો સહારો લીધો. ગુરુદેવના સાહિત્ય થકી લોકોનું જીવનઘડતર થયું. તેમણે નોંધ્યું છે - ભવિષ્યવાણી : કવ્વાલી અમારાં બીજ વાવેલાં ફળીફૂલી થશે સુંદર વૃક્ષો, ફળો બહુ લાગશે સુંદર ઘણા જન ચાખશે ભાવે. ફળોનો સ્વાદ લેઈને, પુનઃ જન વાવશે બીજો, પરંપર બહુ થાશે, થશે ઉપકારની શ્રેણિ.... મહા સુદિ-૧૦, સુરત બંદર. ૧૯૬૮. વિદ્વત્તજનો, લોકો માટે ઘણાં સારાં કાર્યો નિઃસ્વાર્થભાવે કરશે અને એ પ્રમાણે પરંપરાથી સમાજ પર ઉપકારો થયા જ કરશે એવી ભવિષ્યવાણી તેમણે ઉચ્ચારી હતી. તેઓ માનવીને ખાસ ઉપદેશ આપે છે કે, ‘એકવાર આત્મિક શક્તિ જાગૃત થઈ જાય પછી તું શુભ કાર્યો કરવાનો પ્રારંભ કરી દે, કારણકે હવે તારી પાસે શ્રદ્ધા છે માટે તારી જીત નિશ્ચિતરૂપે થશે. આત્મિક ધર્મકાર્યની ઉન્નતિની દિશા અરે ચૌદિશિ ઉપસર્ગ નિહાળીને જરા ના વ્હીશ. ધરીને આત્માની શ્રદ્ધા મુસાફર ચાલજે આગળ. ખરેખર આત્મશક્તિથી વિપત્તિ હિમ પીગળશે. પરPage Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121