Book Title: Gyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

Previous | Next

Page 45
________________ GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 5555555 999* આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 99999. બચપણથી જ લલ્લેશ્વરીને સંસાર પ્રત્યે રુચિ ન હતી. એમના કુલગુરુ શ્રી સિદ્ધમોલ પાસેથી એમણે પ્રારંભિક શિક્ષા-દીક્ષા તથા ધર્મ, દર્શન, જ્ઞાન અને યોગ સંબંધી ઘણાં રહસ્યો જાણ્યાં હતાં. ' લલ્લેશ્વરીને સાસરિયાંમાં સાસુનો ખૂબ ત્રાસ સહન કરવો પડયો હતો. સાસુ ખૂબ કામ કરાવતાં હતાં. એમનો મુખ્ય ખોરાક ભાત હતો. સાસુ થાળીમાં મોટો પથ્થર મૂકી એની ઉપર થોડોક ભાત મૂકીને પથ્થરને ઢાંકી દેતી અને લલ્લેશ્વરીને જમવા એ થાળી આપતી. બીજાને એમ થાય કે સાસુ કેટલા બધા ભાત વહુને ખાવા આપે છે ! લલ્લેશ્વરીને કોઈ સંતાન ન હતાં. વિષમ કૌટુંબિક જીવન હોવા છતાં પોતે ઇન્દ્રિયાતીત જગતમાં વિચરતાં હતાં. સાધના દ્વારા લલ્લેશ્વરીએ એવી ભૂમિકા પ્રાપ્ત કરી લીધી હતી કે એમનો દેહભાવ છૂટી ગયો હતો. મનના જગતથી પર એવા પરમતત્ત્વ સાથે સતત અનુસંધાન રહેતું હતું. નિયતિની યોજના અનુસાર લલ્લેશ્વરી નાચતા-ગાતાં આનંદમગ્ન થઈ નિઃવસ્ત્ર ઘૂમવા લાગ્યાં હતાં. એમના મતે પુરુષ એટલે એવી વ્યક્તિ કે જે દેહભાવથી મુક્ત થઈ પરમતત્ત્વમાં રમમાણ રહેતી હોય. એવો પુરુષ ભાગ્યે જ જોવા મળે. બાકી બધી જ વ્યક્તિઓ પુરુષ નથી પછી એમની સામે નગ્નાવસ્થામાં ફરવામાં શરમ શેની ? લલ્લેશ્વરીના જીવનકાળ દરમિયાન કાશમીરમાં ઈસ્લામ ધર્મનું આગમન થઈ ચૂક્યું હતું. સમગ્ર ભારતમાં ઘોર અશાંતિ તથા ધાર્મિક અવ્યવસ્થા વ્યાપ્ત હતી. ધમધ કટ્ટરવાદનું જોર વધતું હતું. દરેક સંપ્રદાય પોતાને શ્રેષ્ઠ માનતો હતો. આવે સમયે લલ્લેશ્વરીએ પોતાને થયેલી અનુભૂતિઓને આધારે ધર્મના વાસ્તવિક સ્વરૂપને સીધી-સાદી-સરળ ભાષામાં જે પદો દ્વારા વ્યક્ત કર્યું એને ‘વાખ' કહે છે. આ વાખ ચાર પદના હતા. છંદમુક્ત, પણ લયબદ્ધ અને ગેય. જેમ નરસિંહ મહેતા રચિત ભજનો, પદો કે પ્રભાતિયાં આજ દિન સુધી ગુજરાતનાં ગામોમાં ગવાતાં આવ્યાં છે એમ લલ્લેશ્વરી રચિત “વાખ' પણ પેઢી દર પેઢીથી કાશમીરનાં ગામોમાં ગવાતા આવ્યા છે. હિંદુઓ અને મુસલમાનો પણ એમના લાખ એટલી જ ભક્તિથી ગાય છે. કાશ્મીરની પદયાત્રા દરમિયાન પૂજ્ય શ્રી વિનોબાજીએ કહેલું કે, કાશ્મીરમેં દો હી નામ ચલતે હૈ, એક હૈ અલ્લા ઓર દૂસરા હૈ લલ્લા'. ભારતની મધ્યકાલીન સંત પરંપરાની જેમ લલ્લેશ્વરીએ ‘વાખ' દ્વારા લલ્લેશ્વરી (કાશ્મીરની આદિ સંત કવયિત્રી) _n સુરેશભાઈ ગાલા ભારતના આધ્યાત્મિક ઉપવનમાં પ્રગટેલું એક વિશિષ્ટ પુષ્પ એટલે કાશમીરમાં જન્મેલી લલ્લેશ્વરી. કાશ્મીરની બહુચર્ચિત અને આદિ કવયિત્રી પરમહંસ લદય કાશ્મીરની જનતા લલ્લેશ્વરી, લલયોગેશ્વરી, લલ્લા, લલારિકા આદિ નામોથી ઓળખે છે. વિદ્વાનોના મતે એમનો જન્મકાળ ઈ.સ. ૧૭૩૫ છે. લોકવાયકા એવી છે કે એમણે જ્યારે દેહ ત્યાગ્યો ત્યારે એમનો દેહ સુવર્ણની જેમ દેદીપ્યમાન દેખાતો હતો. ઈ.સ. ૧૩૭૬ સુધી એ જીવિત હતાં એવું મનાય છે. લલ્લેશ્વરીનો જન્મ શ્રીનગરથી લગભગ નવ માઈલ દૂર આવેલા સિમપુરા ગામમાં એક બ્રાહ્મણ ખેડૂતના ઘરે થયો હતો. એમનાં લગ્ન બાલ્યાવસ્થામાં પાપોર ગામના પ્રતિષ્ઠિત બ્રાહ્મણ સોનપંડિત સાથે થયાં હતાં. JE

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121