________________
992 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન
6 જોઈએ કે મધ્યકાળના સંતોને મન ભક્તિ ને જ્ઞાન વચ્ચે ઝાઝો ફરક નથી. કોઈ એક તત્ત્વનું વળગણ કે છોછ તેમણે રાખ્યો નથી. આ સંતો સમન્વયના ગાયકો રહ્યા છે. શરૂઆતમાં ભક્ત રહેલો કવિ પાછળથી જ્ઞાનનો ગાયક બને છે તો બીજી બજ પ્રથમ જ્ઞાની તરીકે પંકાયેલો જ્ઞાની ભક્તિનો ટેકો લે છે. સમન્વયનું આ લક્ષણ આખા ભારતીય સાહિત્યને લાગુ પડે છે. જ્ઞાનદેવ જેવા સમર્થ જ્ઞાની પર પણ ગોપીભાવે રચનાઓ કરી જ છે. અખા જેવા તત્ત્વજ્ઞ સંત ‘ભાઈ ભક્તિ જેવી પંખિણી જેને જ્ઞાન વૈરાગ્ય બેઉ પાંખ છે' કહીને ભક્તિ-જ્ઞાનનું સાથેલાનું મૂલ્ય કરે છે; તો મીરાં જેવાં પરમ ભક્ત સંત ‘ઘૂન રે શિખરના ઘાટ પરથી રામ રમકડું જડિયું' કહીને દર્શનનું રહસ્ય સ્વીકારે છે.
આ સંદર્ભમાં જોવા જતાં નરસિંહના તત્ત્વજ્ઞાનને એની ભક્તિથી અલગ તારવીને મૂલવવું અઘરું પડે તેવું છે, કેમ કે મૂળે તો નરસિંહ ભક્તકવિ છે. એમની ભક્તિમાં રહેલો કેફ, આગવો મિજાજ, ઉન્મત આનંદ એ ભક્તકવિ તરીકે મૂલવતાં આગળ નોંધ્યો જ છે. આવો મિજાજ ધરાવતા કવિમાં સ્વાભાવિક રીતે જ વાતડાહ્યાપણું ન હોય, એટલે તો સમાજના ગુરુસ્થાને બેસીને વાત કરતાં તેમને ફાવ્યું નથી. તેમનો સ્થાયી ભાવ સમર્પણનો હોઈ, તત્ત્વજ્ઞાનની પીઠિકા તેમને મન અસ્પૃશ્ય છે. છતાં અનુભૂતિના દોહન તર્રીકે આપ્યાં હોય એ રીતે એમણે કેટલાંક તત્ત્વજ્ઞાનાત્મક ને એ સંદર્ભે જ બોધાત્મક પદો આપ્યાં છે ખરાં. પરમભક્તનું બિરુદ પામેલા નરસિંહ અચાનક આ પ્રકારનાં તત્ત્વજ્ઞાનાત્મક પદો આપે એ ઘટના આશ્ચર્ય જરૂર જગવે. ભક્તિની તરલતામાંથી ચિંતનના સ્વૈર્યમાં પ્રવેશીને કવિએ જાણે વિષયાંતર કર્યું હોય એવું પણ લાગે. તત્ત્વજ્ઞાનને વ્યક્ત કરતાં કે ક્યાંક બોધ આપતાં આપતાં તેમના જેવા સૌમ્ય સંત સૂક્ષ્ય ને ક્યાંક મુખર કહી શકાય તેવો પુણ્યપ્રકોપ પણ પ્રગટ કર્યો છે એ પણ વિસ્મય જગવે એવી વાત છે. આ પ્રશ્નોના ઉત્તર બે રીતે આપી શકાય. એના તત્ત્વજ્ઞાનાત્મક પદોમાં ઉપશમનો સંકેત જોવા મળે છે. તેમણે અનુભવેલી ભક્તિભાવની ઉન્મત્ત ભાવદશા પછી તેમની પ્રજ્ઞા શાંતરસમાં સ્વૈર્ય પામી હોય કે પામવા ઇચ્છતી હોય એમ બને. કૃષ્ણ સાથે મનભરીને નાચ્યા પછી, રચ્યાપચ્યા રહ્યા પછી આ પ્રેમને પણ સાક્ષીભાવે જોવાની ક્ષમતા એમણે કેળવી હોય એવું જણાય છે. પ્રેમનો એમને કોઈ થાક ચડ્યો છે એવું નથી, પણ એ પ્રેમ પરિવર્તિત થયો છે દર્શનમાં. એ પ્રેમમાંથી રાગાત્મક અંશ વિસર્જન પામે છે ને રહે છે એક પ્રકારની પ્રશાંત પ્રસન્નતા. એમની ભક્તદશાની
૨૦૯
999* આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 99999. રાગાત્મકતાનું આ એક પ્રકારનું ઉન્નત આરોહણ છે. આથી જ નરસિંહનાં તત્ત્વજ્ઞાનાત્મક પદો જ્ઞાનની શુષ્કતામાંથી બચવા પામ્યાં છે. તેમના જ્ઞાનમાં પ્રેમનો રંગ ભળ્યો હોઈ, તેમનું તત્ત્વજ્ઞાન આનંદનું ગીત બની રહે છે. તેમના ભાગ્યે જ દેખાતા પુપ્રકોપમાં પણ આખરે તો પોતે જે જોવું છે એ સહુ સુધી પહોંચાડવાની તીવ્ર ઝંખના જ દેખાય છે. આ સંદર્ભમાં નરિસંહનાં તત્ત્વજ્ઞાનાત્મક પદોને જેવાથી એમાં રહેલું કવિનું દર્શન વધુ સ્પષ્ટ રીતે સમજાય છે.
નરસિંહનાં તત્ત્વજ્ઞાનાત્મક પદો પર વેદ, ઉપનિષદ કે શંકરાચાર્યના વેદાંત વિષયક વિચારોની અસરની ઝલક દેખાય છે એ સાચું. ક્યાંક તો એમણે વેદ, શ્રુતિ-સ્મૃતિનો હવાલો પણ આપ્યો છે, પરંતુ આ અસર કરતાંય વેદમાં કથેલી અનુભૂતિ એમણે તો જાતે અનુભવી છે. એટલે નરસિંહનું તત્ત્વજ્ઞાન મૌલિક રીતે રજૂ થયું છે. વેદ-ઉપનિષદનો જેને ટેકો છે એવું દર્શન નરસિંહે કહ્યું છે એમ કહેવા કરતાં પોતે જે અનુભવ્યું છે એને વેદ ઉપનિષદનો ટેકો છે એમ કહેવું નરસિંહને વધુ સયુક્તિક જણાયું છે. નરસિંહનું તત્ત્વદર્શન પ્રાસાદિક બન્યું છે ને એ કારણે આમસમાજ સુધી પહોંચી શક્યું છે આ અનુભૂતિના બળથી. એટલે નરસિંહનાં તત્ત્વદર્શનને એમનાં પોતાનાં જ દર્શન તરીકે જોવાથી વધારે સરળતાથી એમનું મૂલ્યાંકન થઈ શકે છે.
નરસિંહનાં તત્ત્વજ્ઞાનાત્મક પદોમાં કવનવિષયક તો છે કૃષ્ણ જ, પણ તેનું રૂપ થોડું બદલે છે. ભક્ત નરસિંહનો અબળાને વશ એવો સગુણ કૃષ્ણ અહીં વ્યાપકરૂપે પ્રગટે છે. એનો વ્યાપ ક્યાંથી ક્યાં સુધી હોઈ શકે ને હોય છે એનો એક આલેખ નરસિહે અત્યંત સરળ રીતે આલેખ્યો છે. હરિની ઓળખ બહુ લાઘવપૂર્વક નરસિંહે આ રીતે આપી છે :
કોટિ બ્રહ્માંડના ઈશ ધરણીધરા, કોટિ બ્રહ્માંડ એક રોમ જેનું; એ નથી એકલો વિશ્વ થકી વેગળો સર્વવ્યાપક છે શક્તિ જેની.
આમ સંત કવિ નરસિંહ મહેતાની કવિતાનું તત્ત્વજ્ઞાન આપણને પરમના માર્ગે લઈ જવા સમર્થ છે.
(કચ્છ-ભૂજસ્થિત દર્શનાબેન ધોળકિયાએ નરસિંહ મહેતાનાં આત્મચરિત્રાત્મક પદો પર Ph.D. કર્યું છે. તેમનાં ચરિત્રો, સંશોધન, સંપાદન, અનુવાદ, વિવેચનના ૧૭ ગ્રંથો પ્રગટ થયા છે. તેઓ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગનાં અધ્યક્ષા છે).
છે. ૨e