Book Title: Gyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

Previous | Next

Page 108
________________ GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 5555555 પરમ સમીપે લઈ જતી નરસિંહની કવિતા 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S આ બધાં તત્ત્વોના પ્રાબલ્યને અવગણી શકાય તેમ નથી. આ તત્ત્વોને પરિણામે એમનું આનુષંગિક રહેલું કવિત્વ ઉપર ઊઠે છે ને ભક્ત નરસિંહની બરાબરી કરી શકે તેવું સબળ સિદ્ધ થાય છે. નરસિંહના જીવન વિશેની વિગતો તપાસતાં નોંધ્યું છે તે મુજબ ગૃહત્યાગ કરીને તપસ્યા કરતા નરસિંહને અનુક્રમે શિવ ને કૃષ્ણનું દર્શન થતાં તેમની આદ્યવાણી જાગી ઊઠી એવી વાત પરંપરામાં નોંધાઈ છે. આ વાતને કિંવદંતી ગણીએ તોપણ નરસિંહની વાણીમાં રહેલો પ્રતીતિનો રણકો એમની આત્માનુભૂતિને વ્યક્ત કરે છે એટલું તો સમજાય છે. એમની કવિતામાં રહેલી પ્રસન્નતા, ઉમંગનો ઉછાળ આ આંતર્દર્શનની સાક્ષી પૂરે છે. મધ્યકાળના સંતકવિઓની જેમ નરસિંહની કવિતામાં પણ વિષયવૈવિધ્યનો તો સવાલ જ ઊઠતો નથી. એનો વિષય એક જ છે, ‘નંદ તણો સુત કહાન', પણ આ કૃષ્ણને લઈને અનેક ભાવોનું આલેખન એમને હાથે થયું છે. માતા યશોદા સાથેની બાલકૃષ્ણની ચેષ્ટાઓ, ગોપીઓનાં લાડ ને વાત્સલ્યની સાથેસાથે વ્યક્ત થતો કૃષ્ણ પ્રત્યેનો કૃતક ગુસ્સો ને અંતે ઓગળતી કૃતતા; ગોપીઓએ કૃષ્ણ સાથે માણેલી રંગરેલીનું વૈત ને એ તમાંથી સધાતું નીતર્યું અદ્વૈત-આટલા નરસિંહના કવનવિષયો છે. આ ઉપરાંત નરસિંહની દૃષ્ટિ આદરપૂર્વક ચોંટે છે ‘વૈષ્ણવ' પર. આ વૈષ્ણવ એટલે નરસિંહ કલ્પેલી આદર્શ મૂર્તિ; એમનાં આરાધ્ય દેવ. એમને વિશે વાત કરતાં નરસિંહ અવારનવાર ભાવુક બની ઊઠડ્યા છે. આત્મૌપજ્ય કે સખ્યના ભાવથી, સંતના કર્તવ્યખ્યાલે કેટલાંક જ્ઞાનાત્મક, બોધાત્મક પદો પણ નરસિંહે આપ્યાં છે, પણ એ પદો જ્ઞાનના ભારથી લચી પડેલાં જણાતાં નથી. એના મૂળમાં નરસિંહનું કવિત્વ રહેલું છે. આ ઉપરાંત, મૃત્યુ અને ઘડપણને પણ કાવ્યવિષય તરીકે કવિએ ક્યાંક સ્પયાં છે. આ વિષયોને લક્ષમાં લઈને કવિતા રચતા કવિનાં ઉપર કહ્યાં એવાં કેટલાંક પાસાં ધ્યાન ખેંચે છે. નરસિંહની કવિતામાં તરત ધ્યાન ખેંચે એવું તત્ત્વ છે એમની કવિતાનો લય. લયની કુમાશ સાથે ભળે છે ભાવની સભરતા ને કાવ્ય નીપજી આવે છે. હરિના આગમનને વધાવતાં આ કાવ્યનો લય કવિની સતેજ શ્રવણેન્દ્રિયનો પરિચય કરાવે છે. હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે; મોટે મોટે મોટે મેં તો માતીડે વધાવ્યા રે. હરિનું દબાયેલા પગે થતું આગમન ને એ આગમનથી કવિનો પ્રગટેલો મુખર ૨૦૬ | ડૉ. દર્શનાબેન ધોળકિયા પોતાને ‘દાસ નરસૈયો' તરીકે ઓળખાવતા નરસિંહ તો સ્વાભાવિક રીતે જ એમના કવિત્વને ગૌણ માને. અખા જેવા સમર્થ કવિએ ને જ્ઞાનદેવ જેવા મરાઠી ભાષાના સંત ને મહાકવિએ પણ જ્ઞાનીને ને એ સંદર્ભમાં પોતાને કવિ ગણવાની ના પાડી છે. તેનું એક કારણ કદાચ એ છે કે આ કવિઓમાં રહેલા ઉત્તમ કવિત્વને જોઈને સહદયી રસિકો એમની ભાષામાં જ અટવાઈ જાય ને અંદરનું તત્ત્વ, કવિનું દર્શન ન પામી શકે એ વાતનો આ કવિઓને ભય છે ને એ ભય મહદંશે સાચો પડતો પણ જણાય છે. આથી વિદ્વાનો નરસિંહને મુખ્યત્વે ભક્ત ગણાવીને એમના કવિપણાને આનુષંગિક લેખે છે. આ વાત સ્વીકારીએ તોપણ ઉલ્લાસના લલકારરૂપે પ્રગટેલી નરસિંહની કવિતામાં રહેલાં ભવ્યતા ને લાલિત્ય, લયહિલ્લોળ, શબ્દપસંદગી, ચિત્રાત્મકતા, રણક્તો પ્રાસ, કલ્પના, રૌલીની છટાઓ ૨૦૫ ૦

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121