________________
GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 5555555
પ્રેમથી પરમ સુધીની યાત્રા -
મરમી માનવગર : મીરાં
a ડૉ. દર્શનાબેન ધોળકિયા આ પૃથ્વી પર જે ક્ષણથી મનુષ્યનું અવતરણ થયું તે ક્ષણથી જ મનુષ્યની સાથોસાથ પ્રેમતત્વનો પણ આવિર્ભાવ થયો. એક સ્થાયી વૃત્તિ તરીકે પ્રેમે મનુષ્યના હૃદયમાં હંમેશને માટે ઘર કર્યું. મનુષ્યની ચેતના જેમજેમ વિકસતી ચાલી તેમતેમ એનામાં રહેલું પ્રેમતત્વ પણ ઉત્તરોત્તર નિખરતું રહ્યું. પૃથ્વી પર એવા પણ અનેક લોકોએ વસવાટ કર્યો જેમણે પ્રેમનું મૌલિક અર્થઘટન કર્યું. મૌલિક અર્થઘટન પામેલો પ્રેમ, હક્ક કે માલિકીની ભાવનાથી મુક્ત હતો, સાંપ્રદાયિક વાડાબંધીથી અલિપ્ત હતો, સ્થળ કે લૌકિક વાસનાઓથી અસ્પૃશ્ય હતો અને આવો પ્રેમ માત્ર પરમેશ્વરને જ થઈ શકે એવું વિશુદ્ધ એનું રૂપ હતું. એ પ્રેમની કલાને પામનાર માનવઆત્માઓ પણ પરમાત્માની હરીફાઈ કરી શકે તેવા વિરાટ ચૈતન્યના સ્વામીઓ હતા.
- ૨૦૧ -
Swઆધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 999
સ્વાભાવિક રીતે જ, આ કક્ષાને પામનારા મનુષ્યો જુદાંજુદાં સ્થળે અને કાળે વસનારા ને રહેનારા હોય તો પણ તેમને ‘આધ્યાત્મિક ચેતનાના ઘટક' તરીકે ઓળખાવી શકાય. અધ્યાત્મ, મનુષ્યની એક સ્થિતિનો નિર્દેશ કરતો શબ્દ છે. આ સ્થિતિમાં રહેતા માણસની ગતિવિધિ અન્ય માણસો કરતાં જુદી તરી આવે છે. તેની ઉપસ્થિતિમાત્રથી જ તેની ચેતના ફેલાઈ જતી હોય છે. તેની હાજરીમાં પ્રગટતી આભા તેનામાં પ્રવેશેલી સ્થિતિની ચાડી ખાય છે. આ ચાડી, આધ્યાત્મિક મનુષ્યને એ છુપો રહેવા ધારે તોય રાખી શકતી નથી. એને પ્રગટ થયે જ છૂટકો થાય છે. એને જે મળ્યું છે તેને લલકાર્યા વગર એનાથી રહેવાતું નથી ને એના લલકારમાં રહેલો રણકો એને પ્રગટ કરી દે છે.
મધ્યકાલીન ગુજરાતમાં અધ્યાત્મના રણકારને લલકારતા અનેક અવાજો આપણને સાંપડ્યા છે. તેમાં મીરાંનો રણકાર આગવો બનીને સુષુપ્ત અવસ્થામાં પડેલા સૌને જગાડી દે એવો નક્કર ને લાલિમા મંડિત ઉષઃકાળ જેવો મધુર છે. મીરાંમાં સળવળેલું આત્મતત્ત્વનું ફુરણ માત્ર મીરાંનું ન રહેતાં જાણે સમગ્ર જગતમાં પથરાઈ ગયું.
‘મીરાં' શબ્દ ફારસીમાંથી આવ્યો છે. એના અર્થો છે : પરમેશ્વર, અગ્રણી અને અમીર. મીરાં શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો છે. ‘મીર+આ. સંસ્કૃતમાં ‘મીરનો અર્થ છે સમુદ્ર. ‘મીરાં’ શબ્દ સંસ્કૃત ‘મિહિરના પરિવર્તનરૂપ હોય તો ‘મિહિર'નો અર્થ છે સૂર્ય. મીરાંના આ તમામ અર્થો મેડતાની આ રાજકુમારીએ, પરમેશ્વરની અભૂતપૂર્વ એવી પ્રિયતમાએ સાર્થક કર્યા છે.
આરંભે શૃંગારમંડિત જણાતો મીરાંનો પ્રેમ આરંભથી અંત સુધી દિવ્ય છે. એનાં પદોમાં દિવ્યતાની સુગંધ ઠેરઠેર છવાયેલી જોવા મળે છે. એ દિવ્યતામાં પ્રતીતિ, અનુભૂતિ ભળતાં એનાં પદો શાશ્વતીને પામે છે.
ઈ.સ. ૧૯૨૪માં, એક સંવાદમાં ગાંધીજીએ મીરાં ને મીરાંનાં પદ વિશે જે કહેલું તેમાં આ દિવ્યતા ને શાશ્વત તત્ત્વના સુયોગનો સંકેત રહેલો છે. મીરાંનાં પદ હંમેશાં સુંદર લાગે છે. એ બહુ હૃદયદ્રાવક છે, કારણકે એ સાચાં છે. મીરાંએ એનાથી ગાયા વિના નથી રહેવાયું એથી ગાયું છે. એનાં પદ સીધાં હૃદયમાંથી ફૂટે છે ફુવારાની જેમ. અન્ય કેટલાંકનાં પદની જેમ એનાં પદ કીર્તિ માટે કે લોકપ્રિયતા માટે રચાયાં નથી. એમાં એની હંમેશની અપીલનું રહસ્ય છે.' મીરાંની અધ્યાત્મયાત્રા એની આત્મરતિને લઈને, એના દિવ્ય પ્રેમને લઈને,
૨૦૨