Book Title: Gyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

Previous | Next

Page 109
________________ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 ઉલ્લાસ અનુક્રમે ‘હળવે’ ને ‘મોટે’ શબ્દની પુનરુક્તિથી લયની મદદ લઈને, વિરોધાભાસ દ્વારા કાવ્ય જન્માવે છે. આ પ્રકારની પુનરુક્તિમાં ક્યારેક ગતિ પણ પ્રગટ થાય છે : ચાલો હરજીને જોવા બેલ બેલ, પટકૂળ ભીનાં સહુ તેલ તેલ. વસંત ઋતુની વાત કરતાં કવિ મસ્તીમાં આવી જાય છે. કવિ રાસદા છે. આથી રંગભેર રાસ રમતાં કૃષ્ણ-ગોપીના હિલ્લોળને કે કૃષ્ણદર્શનના આનંદને વ્યક્ત કરવા એ લયનો આશ્રય લે છે : ચાલને સહી મેલ મથવું મહી, વસંત આવ્યો. વનવેલ ફૂલી; મ્હોરિયા અંબ કોકિલા લવે કદંબ, કુસુમ કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી. અંબ-કદંબનો પ્રાસ તો સમજાય, પણ “ફ્લી” સાથે પ્રાસ મેળવવા કવિ કલ્પનાની મદદ લઈને ભમરાને ફ્લેટ્લે ‘ઝૂલતો’ કહીને એમની સૂઝનો પરિચય કરાવે છે. લય ને પ્રાસનાં તત્ત્વની સાથેસાથે અહીં વરતાતી ભાવાનુભૂતિની તીવ્રતા પણ દાદ માગી લે એવી છે. વસંત આવ્યો હોય ત્યારે મહી મથવાનું હોય ? આથી ‘મેલને’ એવા વિનંતીસૂચક ભાવમાં ગર્ભિત રીતે આજ્ઞા અપાઈ છે, પણ આજ્ઞાનું કોમળ રૂપ પ્રગટ કરવામાં કવિએ જે લયહિલ્લોળ દાખવ્યો છે એ જ વધુ ધ્યાન ખેંચે. ‘ટ’ કે ‘બ’ જેવાં કઠોર વર્ણો પાસેથી પણ કવિએ જે રીતે કામ લીધું છે એ જોઈને ચિલત થઈ જવાય. જેમ કે : પટક માયા પરી, અટક ચરણે હરિ, વટકમાં સાંભળી વાત સાચી. આજ મારે દિવાળી રે દિવાળી, મારે ઘરે આવ્યા શ્રીવનમાળી. સારમાં સાર અવતાર અબળા તણો, જે બળે બળિભદ્ર વીર રીઝે. બાર વરસની અબળા રે, બાલી કેશ રહ્યા ? લળતા, વદન વાળી મેં જોયું નિહાળી, ઝીણી સાડીમાં સળવળતા રે. કળવિકળનું મને બળ ન ફાવે. નરસિંહને સંગીતની સારી સૂઝ હોય એવું અવારનવાર દેખાય છે. ક્યારેક સંસ્કૃત શબ્દો વાપરીને એ આ રીતે લય નિપજાવે છે : ૨૦૭ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન C વસંતઋતુની હું બલિહારી, નાર નર હંસે ફાગ રમે; માધવ સખા સહિત ગૃહગૃહપ્રતિ, જમ વન અંબુજ ભમર ભમે. કે “તારી મહેરની લહેર પામું અમો, ત્રિવિધના તાપ તે જાય નાસી.' જેવા ઉદાહરણમાં વાણીની શિષ્ટતાનો લહેકો છે; તો ક્યારેક હ્રદયની આરત વ્યક્ત કરવા તળપદી બાનીનો આશ્રય લઈને પણ કવિ લય જાળવે છે : વાસ નહીં જ્યાં વૈષ્ણવ કેરો ત્યાં નવ વસિયે વાસડિયા, શ્વાસે શ્વાસે સ્મરણ નહીં તો શ્વાસ નહીં પણ સાસડિયા; જનમ તેનો નહીં લેખામાં, જે ન કહેવાયા હરિ દાસડિયા. ભણે નરસૈંયો તેણે ભારે મારી માવલડી દસ માસડિયા. ઓપી ગોપી રે ગોપી, કષ્ણ તણે રંગ રાતી. પોતે કરેલાં દર્શનથી પરિતૃપ્ત બનેલા કવિ સભર બનીને ગાઈ ઊઠે છે : નરસૈંયો રંગમાં અંગ ઉમંગ ભયો, ખોયેલા દિવસો ખંગ વળશે. અહીં પ્રત્યેક ‘ગ’ પર આવતો સમ લયની સાથેસાથે કવિના ઉલ્લસિત ચિત્તને પણ વ્યક્ત કરે છે. નરસિંહની કવિતા દશ્યુન્દ્રિયની સાથેસાથે કર્મેન્દ્રિયને પણ સતત કામમાં લે છે. ગોપીનાં ઝાંઝરને એણે એવાં તો સરવા કાનથી સાંભળ્યાં છે! નરસિંહની કવિતામાં આવતો ઝાંઝરનો સંદર્ભ તો અભ્યાસનો જુદો મુદ્દો બને. ઉદાહરણ જોઈએ : મોરલીના નાદમાં શ્રવણના સાદમાં, ઝાંઝરી ઝાલરી ઝમક વાજે; તાલ મૃદંગ ને ચંગ ઉપમા ઘણી, ભેરી શરણાઈના બ્રહ્મ ગાજે. ક્યાંક આ ઝાંઝરનો ઝમકાર ‘ઝીણો' છે. એને તો ગોપીરૂપ થયેલા નરસિંહના કાન જ સાંભળી-સંવેદી શકે. સંત કિવ નરિસંહનું તત્ત્વજ્ઞાન મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને આપણી સગવડ ખાતર બે ધારાઓમાં વહેંચીને જોઈ શકાય : ભક્તિધારા ને જ્ઞાનધારા. નરસિંહ, ભાલણ, મીરાં ને દયારામ જેવાં કવિઓ પ્રમથ ધારાના પ્રમુખ ગાયકો રહ્યાં તો અખો, ધીરો, ભોજો, નિરાંત, પ્રીતમ જેવા કવિઓ બીજી ધારાના, પણ સાથે એ જરૂર નોંધવું ૨૦૮

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121