Book Title: Gyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

Previous | Next

Page 113
________________ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 6 અને અહીં જુઓ, બ્રહ્માનંદનો કેવો ઝાકમઝોળ અનુભવ અખો ગાઈ ઊઠે છે - | ‘છડું ખોળતાં લાધી પોળ, હવે અખા કર ઝાકમઝોળ.’ અખાનું ભાષાપ્રભુત્વ એવું છે કે એ થોડા શબ્દોમાં મોટો ભાવચમત્કાર સર્જી શકે છે. લાઘવ એ એની ખૂબી છે. એ કહે છે, ‘શબ્દ કેરો શઢ નવ થાય, આકાશ તો ક્યમ તોળ્યું જાય ! ‘પશુ મૂઓ કો ભૂત ન થાય, માણસ અખા અવગત્ય કહેવાય.’ ‘ઓછું પાત્ર ને અદકું ભણ્યો, વઢકણી વહુએ દીકરો જણ્યો.” મારકણો સાંઢ ને ચોમાસું મહાલ્યો, કરડકણા કૂતરાને હડકવા હાલ્યો.' આ રીતે ધાર્મિક કે સામાજિક રીતે અખો એ ક્રાંતિકારી કવિ છે, તો અધ્યાત્મની દૃષ્ટિએ એક કાંતણા કવિ છે અને એ કાંતદઢ કવિએ ‘આજ આનંદનાં ઓઘ ઊલટ્યાં ઘણાંનો અનુભવ પણ આલેખ્યો છે. અખાનો આસપાસના જીવનના અનુભવોમાંથી પ્રગટેલો સમગ્ર જીવનવિચાર ‘અખેગીતા'માં પ્રગટ થાય છે. માયાને જોવાની દૃષ્ટિ, જીવભાવ દૂર થતાં બ્રહ્મભાવનું ઊઘડવું અને વૈરાગ્ય, ભક્તિ અને જ્ઞાન જેવા બ્રહ્મભાવ પામવાના ઉપાય તેમ જ જીવનમુક્ત, વિંદેહી મહાત્મા અને સર સંત જેવી બ્રહ્મભાવ પામેલી વ્યક્તિઓની વાત અખો ‘અખેગીતા'માં કડવાં અને પદ દ્વારા કરે છે. ગુજરાતી જ્ઞાનાશ્રય કવિતાની આ એક ઉત્કૃષ્ટ કૃતિ છે, તો બીજી બાજુ ગુજરાતી તત્ત્વજ્ઞાન કવિતાનું ઉચ્ચ શિખર છે. ચાળીસ કડવાં અને દસ પદમાં મળતી અખાની આ ‘અખેગીતા' અથવા તો જેનું ‘અક્ષયગીતા” એવું પાઠાંતર મળે છે તે કૃતિમાંથી એક કડવું કે એક પદ પસંદ કરવું એ આકાશને ગલકું ચડાવવા જેવી બાબત છે, પરંતુ આપણે અનુભવ અને તત્ત્વજ્ઞાનને અંતે અખાને થયેલી અનુભૂતિ એના દસમા પદમાંથી માણીએ. અખો કહે છે તેમ આપણી વાણી અનંત બ્રહ્મની મહત્તા વર્ણવી શકે તેમ નથી. એ બ્રહ્મ તો સદા સર્વદા સમ્યક સ્થિતિમાં જ છે. હકીકતમાં તો જગતનું અસ્તિત્વ જ નથી. સર્વત્ર પૂર્ણ બ્રહ્મ વિલસે છે. આથી જ અખો ૩૮મા કડવાના પ્રારંભે કહે છે, ‘એ અનંતને બોલ્યો ન જાયેજી; મેહતા નાવે વાણી માંહેજી; > ૨૧૫ ૨ SSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 9999 વચન ન લાગે તો ક્યમ કહેવાયેજી; મહા ચેતનધન નહીં મન કાયેજી; આવો અનંતનો અનુભવ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે શું થાય ? અખો વારંવાર બ્રહ્માનંદની વાત કરે છે અને સાથોસાથ એ જીવનમુક્તને કલ્પવૃક્ષ સમા ગણે છે. આ જીવનમુક્ત અનાસક્ત હોય છે અને આત્મજ્ઞાન થયા પછી એ અભેદદષ્ટિ થઈ જાય છે અને આવી દષ્ટિ જાગતાં જગત પણ બ્રહ્મમાંથી ઊપજેલું ભાસે છે અને બ્રહ્મમાં સમાઈ જતું અનુભવાય છે. અધ્યાત્મનો પરમ આનંદ કેવો હશે ? અનિર્વચનીય બ્રહ્મના આનંદની પ્રાપ્તિ એ તો અક્ષરાતીત હોય છે અને એ પ્રાપ્તિ સમયે શું થાય ? અનુભવી અખાના સમગ્ર અધ્યાત્મ જીવનનો નિચોડ અથવા તો એની પ્રાપ્તિનું નવનીત ‘અખેગીતા'ના દશમા પદમાં જોવા મળે છે. અભિનવો આનંદ આજ, અગોચર ગોચર હવું એ; જે પરપંચ પાર મહારાજ, તે પૂરણ બ્રહ્મ હું સ્તવું એ. ૧ હરિહર અજ ભુવનેશ, તે તણો ઈશ અજાપતિ એ; તે જાણ્યો અંગ ઈશ, જે ને ગાયે નિત્ય કૃતિ એ. ૨ ઓં ચૈતન ઘન રાય, શૂન્યમાં સોહામણો એ; તે નાવે વાણીમાંહે, તે નહીં વિરાટ ને વામણો એ. ૩ તે જાયે ન આવે કયાંહે, સ્થિર પૂરણ અવિનાશ છે એ; લિંગભંગ તે માંહે, જે વડે આકાશ છે એ. ૪ - ૨૧૬ -

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121