Book Title: Gyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

Previous | Next

Page 119
________________ 90% આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 99899 કુમતિ-કુસંગતિ કુ-ગ્રહ-બુદ્ધિ, જેણે તુમ્હ પદ નવિ નમ્યાહાલ અનાદિ-અનંત લગે તે, નરક-નિગોદમાંહિ ભમ્યા - મુનિ ૩ તે ધન્ય તે કૃત્યપુણ્ય ભવિક-જન, જરા ચિત્તે પ્રભુ-ગુણ રમ્યા ! જ્ઞાન વિમલ ગુણ નવનિધિ-સંપદા, જેણે દુશ્મન સવિ દમ્યા-મુનિ /જા શ્રી જ્ઞાનવિમલસૂરિ અઢારમી સદીના અંત ભાગમાં થયેલા એક સાધક અને જ્ઞાની આચાર્ય હતા. તપાગચ્છની વિમલ શાખાના આ આચાર્યે વિપુલ માત્રામાં સ્તવન, સજઝાય, રાસકૃતિઓ આદિની રચના કરી છે. આ રચનાઓમાં અનેક સ્થળે અધ્યાત્મનો અનેરો સ્પર્શ દેખાય છે. 'દસવિધ યતિધર્મ સજઝાયમાં સાધકે કેળવવા જેવા દસ ગુણોનું વિવરણ મળે છે. કેટલાંય સ્તવનોમાં પરમાત્મભક્તિનાં રહસ્યોની મધુર છણાવટ છે. પ્રસ્તુત સ્તવનમાં પણ ભક્તિ જીવના આધ્યાત્મિક વિકાસક્રમમાં કેવી રીતે સહાયક બની શકે તેની ચર્ચા હંસના રૂપક દ્વારા કરવામાં આવી છે. પ્રારંભે જ કવિ અત્યંત વિનયપૂર્વક યાચના કરે છે કે, હે અરનાથ પ્રભુ, તમે મને સનાથ કરો. સેવક તરીકે સ્વીકારો. અનાદિકાળ ગયો, પણ તમારી સેવા પ્રાપ્ત થતી નથી, પરંતુ ભવભ્રમણમાં ભટકતાં ભટકતાં ક્યારેક કમ કાંઈક હળવાં થવાથી જીવમાં શુભ રુચિનો ગુણ પ્રગટ થયો, ત્યારે હે પ્રભુ, તમારી કૃપાથી સરના માધ્યમથી તમારા ગુણોની ઓળખાણ થઈ. તમારા ગુણના અનુભવરૂપી ધવલ હંસ મારા મનરૂપી માનસરોવરમાં સહજ ક્રીડા કરતો પ્રવેશ્યો અને સહજ આનંદ પામ્યો. આ ગુણોરૂપી હંસ પાસે તારી વાણીરૂપી ચાંચ હોવાથી તેના માધ્યમથી મારા મનમાં રહેલા જળમાંથી તત્ત્વરૂપી ક્ષીર (દૂધ)ને છૂટું પાડ્યું. આ પ્રક્રિયાને લીધે દંભ દૂર થયો અને આત્માના શુદ્ધ સ્વભાવની ઓળખાણ થઈ. આ ઓળખાણને લીધે તારા શુદ્ધ સમ્ય દર્શનની પ્રીતિ અને પ્રતીતિ મારા અંતઃકરણમાં સ્થિર થઈ. આ પ્રીતિ અને પ્રતીતિરૂપ મોતીની માળાનો હાર બનાવી ગળામાં ધારણ કર્યો. આ હાર ધારણ કરવાથી (સમ્યક્ દર્શન પ્રાપ્ત થવાથી) આત્મા ૨૨૭. 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S આનંદમાં આવી સમતારૂપ ઘૂઘરીનો મધુર નાદ કરે છે. ગુણઅનુભવરૂપ ધવલ હંસ હવે આપણા આત્માની શુભ મતીરૂપ હંસલી સાથે ક્રીડા કરે છે. આપણા આત્માની નિર્મળ મતિ અને પ્રભુના ગુણોના અનુભવનું મિલન એ એક વિશિષ્ટ ઘટના છે. આજ સુધી આપણા આત્માએ પરપદાર્થમાં આસક્તિ મેળવી છે અને તેને લીધે દુર્ગણોનો વધારો કર્યો છે, પરંતુ આત્માની નિર્મળ મતિ જ્યારે પરમાત્માના ઉજજવલ ગુણોના અનુભવ સાથે એકત્વ સાધે ત્યારે એક દિવ્ય યુગલ સર્જાય છે. આ દિવ્ય યુગલ પ્રભુ સાથેની આધ્યાત્મિક એકતાના પ્રારંભનું આલેખન આ સ્તવનની વિશિષ્ટતા છે. આ શુભ મતિની પ્રભુગુણ સાથેની એકતાને પરિણામે સાધકના હૃદયમાં પણ ગુણોનો વિકાસ થાય છે. સાધક હૃદયમાં પ્રભુણ જેવા જ ગુણોનો ઉદય થાય છે. આ પ્રક્રિયાનું આનંદઘનજી મહારાજે પણ અરનાથસ્તવનમાં ભમરી અને ઈયળના દૃષ્ટાંત દ્વારા આલેખન કર્યું છે. હવે કવિ પરમાત્માના ગુણોના અનુભવરૂપ ધવલ હંસ અને સુમતિ હંસિણીના પુત્ર એવા આપણા આત્મગુણરૂપ હંસનું વર્ણન કરતાં કહે છે કે : - આ હંસ કુમતિરૂપ કમલિનીને ઉખાડે છે અને પોતાની ક્રીડા માટે શુદ્ધ ભૂમિ તૈયાર કરે છે. આ હંસ થિય અને વ્યવહાર બેય નયરૂપી પાંખોની શોભાને યોગ્ય રીતે સમાન ઉદયવાળી ધારણ કરે છે. આ હંસ કલુષિત આજ્ઞાઓરૂપ કાદવ-કીચડમાં જતો નથી. આવો ગુણવંત હંસ જિન શાસનમાં રાજહંસસમાન શોભે છે. આવા આત્મા જ વાસ્તવમાં આત્મા નામને યોગ્ય છે. આવા ગુણાનુભવરૂપી હંસને ઓળખવો સાધક માટે ખૂબ આવશ્યક છે. આવો ગુણાનુભવરૂપી ધવલ હંસ પરમાત્માના ધ્યાન, સાધના અને ઉપાસનાના માધ્યમથી સાધક હૃદયમાં પ્રવેશે. પરમાત્મગુણોનું શ્રવણ, ચિંતન, મનન, નિદીધ્યાસન આદિ દ્વારા આ ગુણાનુભવ દૃઢ બને છે. આ ગુણાનુભવરૂપી હંસનું આપણી શુભ મતિ સાથેનું મિલન આ સ્તવનમાં વર્ણવાયું છે. સમગ્ર જૈન સાધનામાં ગુણાનુરાગ અથવા પ્રમોદભાવનાનું ખૂબ મહત્ત્વ રહ્યું છે. બીજાઓના ગુણ પ્રત્યેનો આદર, બીજાઓના ગુણ જોઈને હૃદયનું વિવર થવું સાધકને સાધનામાં આગળ વધારવા સહાયભૂત બને છે. આ ગુણાનુરાગ જ્યારે અરિહંત પ્રભુ સાથે તાર સાંધે ત્યારે તો સાધકની ઊંચાઈ અનોખી જ હોય છે. ‘અવર ન ધંધો આદરું, નિશદિન તોરા ગુણ ગાઉ રે'. - ઉપાધ્યાય યશોવિજયજી આ ગુણના અનુરાગની મસ્તીમાં સાધકમાં પણ પ્રભુગુણનો ઉદય થાય છે. - ૨૨૮

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121