________________
992 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન
6 રસનો અટપટો ખેલ છે. જેની રસના સક્ષમ હોય એ જ આ રસ પામી શકે. એ
સ્વાદેન્દ્રિયના પ રસ કે મનેન્દ્રિય અથવા જ્ઞાનેન્દ્રિયના નવ રસથી નોખો નવલો રસ છે ! આ ગમે તેટલું જ્ઞાન પામવાથી સમજાતો નથી, પણ મનની આંટી મૂવી જોઈએ તો જ સમજાય. હુંપદ, અહમ્ કે કોઈ પણ પ્રકારના અભિમાનનો ત્યાગ કરનાર જ એને પામી શકે છે.
હવે ત્રીજો અંતરો : મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઈ !
જાણી લીયો જીવ કેરી જાત જી; સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને, બીબે પાડી દઉં બીજી ભાત જી...વીજળીને ચમકારે.
- આ જીવ શું છે ? જગત શું છે ? સજાતિ-વિજાતિ શું છે? એ જાણવું હોય તો મન મૂકીને મેદાનમાં આવવું જોઈએ. આ તો આપણી સાથેનું યુદ્ધ ! આત્મમંથન, આત્મસંવાદ રચી શકીએ તો જ એ જાણી શકીએ. સમગ્ર સૃષ્ટિ એ સજાતિ અને વિજાતિ એમ બે ભાગમાં વિભાજિત છે, પણ એની ગતિ-એની જોડી એ જ આ જગતનું પરમસત્ય છે. નરસિંહ કહે છે એમ : “બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે !' આ બંને ભિન્ન નથી, પણ એક જ છે, એકસ્વરૂપા છે - જો આટલું સમજાઈ જાય તો જીવનરૂપી બીબે અનેરી ભાત પડી જાય. જેણે બધું જાણી લીધું છે એ કશું જ જાણતો નથી અને જે કશું જ જાણતો નથી એણે બધું જ જાણી લીધું છે. બીજું એક જ ભાત પાડતું હોય છે, પણ જ્યારે આ જીવનરૂપી બીબાથી અન્ય કે જુદી ભાત પડે ત્યારે સમજી લેવું જોઈએ કે એ વ્યક્તિએ જીવની જાત જાણી લીધી હશે. અહીં પાનબાઈના માધ્યમે કરીને ગંગાસતીએ સમગ્ર ચૈતન્યને ઉદ્દેશીને આ વાત કહી છે.
અને હવે છેલ્લો અંતરો : પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઈ !
તેનો રે દેખાડું તમને દેશ જી, ગંગા રે સતી એમ બોલિયાં રે સંતો, ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી...વીજળીને ચમકારે...
ગુરુ એ બ્રહ્માંડના પિંડથી પર છે એવું અહીં કહેવાયું છે. સમજી શકાય એવું છે કે અહીં ગુરુ શબ્દને આપણે સમજીએ છીએ એવો કોઈ અર્થ અભિપ્રેત
૧૯
65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S ન જ હોય ! આ બ્રહ્માંડ એક પિંડ છે અને એનાથી પર અલખ-નિરંજની ગુરુની ગાદી છે. જે સકલને જોઈ રહ્યો છે, જે જુદો છતાં સકલમાં સમાહિત છે, એવા ગુરુની વાત સહેજે આપણી સમજમાં જલદી આવે એવી નથી જ, પણ આ ગુરુ જેને તમે ઈશ્વર કહી શકો કે અખિલ બ્રહ્માંડનો માલિક કહી શકો કે ચાહે તે નામ આપી શકો. જે સમાહિત હોવા છતાં ક્યાંય સમાહિત નથી જ. વ્યાપ્ત છતાં અવ્યાપ્ત છે. જલકમલવત્ છે - એવા ગુરુની વાત છે. એનો વેશ જુદો છે, એનો દેશ જુદો છે, પણ ઉપરના ત્રણ કાવ્યખંડોમાં જે શરતો કહી છે એ પરિપૂર્ણ થાય તો અને તો જ અહીં સુધી પહોંચી શકાય. એમનો દેશ દેખી શકાય - દેખાડી શકાય અને નામાચરણ સાથે ગંગાસતી હવે અત્યાર સુધી પાનબાઈને ઉદ્દેશીને કહેતાં હતાં એ હવે મૂળ જેમના માટે આ કૃતિ થઈ છે એવા સંતોને ઉદ્દેશીને કહે છે કે, આ દેશ એવો છે કે જ્યાં લેશ પણ માયા નથી. માયાનો જરી પણ લેશ નથી. આધિભૌતિક જગતમાં જે બધા દંગા-સ્સાદ, ઝઘડા-ટંટા, વિવાદ-વિખવાદ થાય છે એ સર્વ માયાને આધીન છે. લગભગ મનુષ્યો માયાને આધીન રહીને જ ભક્તિ કરે છે. એમનું પ્રત્યેક કાર્ય લગભગ માયાના પુટથી યુક્ત હોય છે, પણ આટલું કરી જ્યારે આપણે ગુરુપ્રાપ્તિની ક્ષણ સાધીએ ત્યારે એ સ્થિતિનું નિર્માણ થાય , છે એ માયાના લેશમાત્ર પુટ વિનાની નિતાંત અને નરવી-ગરવી હોય છે. ગંગાસતીબાને વંદન.
(બોડેલી કૉલેજના ગુજરાતીના અધ્યાપક અનિલભાઈ કવિ અને વિવેચક છે. તેમણે કવિ સર્વિસમાં દ્વારિકાના સંદર્ભો અને અર્થઘટન પર Ph.D. કર્યું છે. ‘પરિવેશ’ વૈમાસિકના સંપાનનું કાર્ય કરે છે).
૨oo.