Book Title: Gyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

Previous | Next

Page 103
________________ GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 5555555 મધ્યકાલીન કવયિત્રી ગંગાસતીના શકવર્તી પદમાં ચૈતન્યચિંતન 255950 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESS SS સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને, બીબે પાડી દઉં બીજી ભાત જી...વીજળીને ચમકારે પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઈ ! - તેનો રે દેખાડું તમને દેશ જી, ગંગા રે સતી એમ બોલિયાં રે સંતો, ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી...વીજળીને ચમકારે - ગંગાસતી. મધ્યકાલીન યુગનું ગુજરાતી સાહિત્ય ધર્મરંગ્યું હતું, એમ એ પછીના યુગના કેટલાક વિવેચકોએ બૂમરેંગ મચાવી હતી, પરંતુ અમુક ધર્મઝનૂની અને જુલમી મુસ્લિમ શાસકોને કારણે સ્વાયત્ત અને સ્વકીય એવા સ્વધર્મને બચાવવાની યુગપત આવશ્યકતા ઊભી થઈ હતી અને આ યુગવર્તી પરિબળને કોઈ પણ ભોગે પહોંચી વળવાની જવાબદારી જનસમાજને માથે - સામાન્ય માનવીને માથે પણ આવી પડી. હતી એટલે એ વખતનો સમકાલીન સમાજ એ તરફ સહજ રીતે જ વળ્યો હતો. સર્જક પણ જે તે સમાજનું સંતાન છે અને એટલે એ સમાજધર્મોથી ચાહે તોપણ વિમુખ રહી શકે જ નહીં. જેમ સામાન્ય માનવીના ચૈતન્ય પર એમ સર્જક ચૈતન્ય પર પણ સામાજિક સમસ્યાઓ અને વિડંબનાઓ કે વિભિષિકાઓ અસરકર્તા રહી હોય છે. સર્જક જે તે સમાજ પૂરતો સામાજિક હોય છે. પોતાનાં પરંપરિત સામાજિક મૂલ્યોના રક્ષક તરીકે એણે ખૂબ મોટી જવાબદારી નિભાવવાની હોય છે. એ જ કારણ છે કે, મધ્યકાલીન યુગના સર્જકોને કવિપદનું અભિમાન નહોતું. પરંતુ એમના સર્જનમાં આમેજ એવાં સભ્યતા, સંસ્કૃતિ, સામાજિકતા, પરંપરા, ધર્મ-જેમાં વેદ, પુરાણ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, બોધ-એ સર્વનું ચિંતનગર્ભ દર્શન આપણે કરી શકીએ છીએ. જૈન કવિઓની કૃતિઓમાં કે જૈનેતર કવિઓની કૃતિઓમાં ઉપશમમાં તો ધર્મ અને ધર્મદર્શન જ મળે. નાનામાં નાના ગામડાના ખૂણામાં બેસીને લખનારો સર્જક હોય કે મહાનગરમાં બેસી લખનારો લબ્ધપ્રતિષ્ઠ હોય એનાં ચિત્ત-ચૈતન્યની તદ્રુપતા એકસૂત્રીય રહી છે. એ જ રીતે પુરુષ કે સ્ત્રી કવિની પણ એ જ વિમાસણ અને વિટંબના રહ્યાં છે. આ યુગની યુગપત શક્યતાઓને ઝીલનાર એક કવયિત્રી એટલે ગંગાસતી. આ યુગની અન્ય કવયિત્રીઓ કરતાં ગંગાસતીબા-નાં ભેદ-ભરમ, મિજાજ અને મનેખ, એમની દાર્શનિકતા અને એમનાં પદોની સંરચના તથા સંઘટન, કથનશૈલી અને કેન્દ્ર વગેરે - એ જ વિષયવર્તુળ ડૉ. અનિલ વાળા વીજળીના ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઈ ! નહિતર અચાનક અંધારાં થાશે જી; જોત રે જોતામાં દિવસો વહી રે ગયા પાનબાઈ ! એકવીસ હજાર છસોને કાળ ખાશે જી...વીજળીને ચમકારે જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાઈ ! અધૂરિયાને નો કેવાય છે, ગુપત રસનો આ ખેલ છે અટપટો, આંટી મેલો તો સમજાય છે...વીજળીને ચમકારે મન રે મકીને તમે આવો રે મેદાનમાં પાનબાઈ ! જાણી લીયો જીવ કેરી જાત જી; ૧૯૫ ૧૯૬

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121