Book Title: Gyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

Previous | Next

Page 101
________________ 992 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 6 છે. જેને ભાવના ભજનથી જ જીતી શકાય. ગાંધીજીએ કોશિયાને સમજાય એ ભાષાની વાત કરી હતી તેવી ભાષાનો પ્રયોગ આ પદમાં જોવા મળે છે. જેમજેમ આ કાવ્યસૃષ્ટિમાં પ્રવેશ કરીએ તેમ સમજાય કે સર્જકે મોટા ભાગે તો પોતાની જાત સાથે જ વાત કરી છે. એક તો પરમ સાથેની અનુભૂતિ, પ્રકૃતિ સાથેનું તાદાભ્ય અને બીજી તરફ અંગત અનુભૂતિનો રણકાર એ જ એમનું પદ્ય છે. આ પદ્ધ સંવાદ અન્ય કરતાં વિશેષ પોતાની જાત સાથે, પોતાની જાતને જાગૃત રાખવા કરે છે. અહીં જેમ સ્થિર સ્થિતિ જોવા મળે છે તેમ મનવિગ્રહ પણ જોવા મળે છે. ‘મન વિદ્ધ કુરંગ - શું વને કરી ચિત્કાર પુકાર આથડ્યું, અવ તો અસહાય આખરે પટકાતું વનપલ્લવે પડવું.' કવિ મનની સ્થિતિ સમજાવે છે. મન જ્યારે ન સમજાય તેવી વિટંબણામાં અટવાય છે ત્યારે એનો ઉકેલ કોણ લાવે ? આ મન માટીના કોડિયા જેવું છે, આ શરીરને ઘર-ખડેરનું પ્રતીક આપ્યું છે. અંદરનો આત્મા જીવે છે, તેલ બળી રહ્યું છે, પરંતુ અડધી બળેલી વાટ જેવું આ જીવતર. દેહ અને મનના બંદ્ધ જે સમજે છે તે જીવન અને મૃત્યુને સમાન ગણીને ઊજવે છે. મકરન્દ દવે પ્રકૃતિ સાથે સતત સંવાદ કરે છે. પ્રકૃતિ માનવીય ચેતનાને અનુપમ અનુભૂતિ અર્પે છે. સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો. જ્યારે પડે ઘા આકરા જ્યારે વિરૂપ બને સહુ ને વેદનાની ઝાળમાં સળગી રહે વણ સામટા, ત્યારે અગોચર કોઈ ખૂણે લીલવરણા, ડોલતાં, હસતાં, કુણા... જીવનમાં અપાર મુશ્કેલીઓ આવે, સ્વપ્નો તૂટી જાય, ત્યારે પણ આશાનો દીપ ન છોડતાં સૌંદર્ય અને માંગલ્યનું ગીત ગાતા રહેવાનું કહે છે. પોતાના વિશે જણાવતાં તેઓ કહે છે, તેમનો ઉછેર સૂર, ગીતો અને ભક્તિ સાથે થયો હતો. નાની વયે અનેક કીર્તનો-પદો સાંભળ્યાં હતાં. તેમના પિતાના ભક્તિનાં મૂળ ઊંડાં હતાં. જ્ઞાનનાં ફળ લાધ્યાં હતાં. તેમણે મકરન્દ દવેને ત્રણ વસ્તુ આપી હતી - ૧૯૧ 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. જેને તેમણે જીવનભર સાચવ્યાં. મનુષ્ય ખરેલાં પાંદડાં જેવો છે અને પવનની થપાટ સાથે જેમ સૂકું પાંદડું ઊંડે તેમ જીવન પણ ક્યારે ઊડી જશે એ વિશે કંઈ કહેવાય નહીં. જેણે જીવનને જાણી લીધું છે તેને માટે સમજવું અઘરું નથી. મોટા ભાગના પદ્યમાં જોવા મળે છે કે આત્માના અનુભવની વાણી પદ્યરૂપે પ્રગટી છે. મોટા ભાગે પ્રતીકાત્મક વાત કરવાનું તેમને અનુકૂળ આવે છે. પરંપરાગત ભજનની અસર તેમનાં ભજન પર જોવા મળે છે અને છતાં રીતિની દૃષ્ટિએ વૈવિધ્ય જાળવી શક્યા છે. ટેરવાં બોલે ને તંતુ સાંભળે' ખૂબ જ સુંદર ભજન છે તેમ જ આ ગીત જુઓ, “અમે રે સુકું રૂનું પૂમડું, તમે અત્તરરંગીલા રસદાર, તરબોળી ઘોને તારેતારને, વીંધો અમને વહાલા, આરંપાર.' આખા ગીતમાં પછી જુદાં જુદાં વિશેષણો પરમાત્માએ આપીને અને પોતાને સામાન્ય મનુષ્ય ગણીને, એમાં ભીંજાઈ જવાની વાત કરે છે. બીજા એક ગીતમાં પરમને મળવાની આરત વધે અને ન મળે ત્યારે ઉન્માદ કેવો વધે છે તે જુઓ, “સકલ મનોરથ સફલ સુવેલા. મીટ નહિ અવસાદ, અંતર વસી હરિ કરે અવહેલા બઢે બિરહ ઉન્માદ; અને પછી આગળ કહે છે કે, ‘બાવરે ! પરખ સનાતન રીતિ, પીતાં પ્યાસ વધે અતિ આકુલ, પ્રાણ ન તપે પ્રીતિ.' તરત જ યાદ આવે કે રઘુકૂળ નીતિ સદા ચાલી આઈ, એમ જ સનાતન રીતિ છે કે જેમજેમ મેળવે છે તેમતેમ વધુ ને વધુ પામવાની ઇચ્છા વધતી જાય છે. મકરન્દ દવેની આંતરચેતનાના ઘડતરમાં કિશોર વયે સાધુસંન્યાસીઓ, ભજનિકો, લોકગાયકો પાસે સાંભળેલાં ભજનોનો ફાળો ઘણો મોટો છે. જેટલા ચાબખા છે એટલી જ મૃદુતા અને ખંત પણ છે. તેમણે ગઝલને પણ ન્યાય આપ્યો છે. ગઝલ સ્વરૂપમાં ઇશ્ક અને ઈશ્વર માટેની આરત બહુ જ તીવ્ર રીતે વ્યક્ત થઈ છે. મકરન્દ દવેની ગઝલમાં શબ્દલીલા અને ભાવલીલા ઉપરાંત પરમ પરના વિશ્વાસની વાત છે. કેટલાક શેરમાં ભાવની ઉત્કટતા જોઈએ, જેમ અંધારું બધું ઢળતું થયું, તેજ તારાને વધુ મળતું ગયું.

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121