Book Title: Gyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan Author(s): Gunvant Barvalia Publisher: Arham Spiritual CentrePage 99
________________ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 ત્રીજી અને અંતિમ કડીમાં કવિ કહે છે કે, મહાનતાનું સર્જન મહેનતથી થાય છે. કોઈ પણ મહાપુરુષનો જ્યારે જયજયકાર થતો હોય તો તે તેમના અદ્વિતીય અસ્તિત્વની સાથેસાથે એમના આ માહાત્મ્ય સુધી પહોંચવાની જે પુરુષાર્થમય યાત્રા છે તેનો પણ થતો હોય છે. તે યાત્રામાં ઘણી અસફળતા પણ સમાયેલી હોય છે, પરંતુ સફળ એ જ બની શકે છે જે સફળતામાંથી બોધ લઈને, તે ભૂલોનું પુનરાવર્તન ન કરતાં, પોતાના લક્ષ તરફ આગળ વધે છે. એવું લાગે છે કે પરમાત્મા મહાવીરના જીવનચરિત્રથી પ્રેરિત થઈને કવિએ આ પંક્તિઓ લખી હશે. સ્વયં પરમાત્મા મહાવીરને પણ આત્મપ્રાપ્તિ સહજતાથી થઈ નહોતી. તેઓ સતત તપ, સાધના, અનુપ્રેક્ષા, ચિંતન, મનોમંથનમાં લીન રહેતા હતા. પરમાત્માએ સાડા બાર વર્ષના સમયમાં ૪૮ મિનિટ માટે પણ નિદ્રા ન લીધી હતી. સાડા બાર વર્ષના અથાગ, અવિરત પરિશ્રમ અને પુરુષાર્થની સાથે સતત જાગૃતિ અને નિરીક્ષણ પશ્ચાત તેઓ કેવળજ્ઞાન અને કેવળદર્શનને પ્રાપ્ત કરે છે. શ્રેષ્ઠતાની પ્રાપ્તિ માટે દૃઢ આત્મવિશ્વાસ સાથેનો સમ્યક્ પુરુષાર્થ આપણને સ્વયંના લક્ષ સુધી પહોંડવામાં સહાયરૂપ બને છે. પરમાત્માની ધર્મ પ્રત્યેની અડગ શ્રદ્ધા અને પરમને પ્રાપ્ત કરવાની તાલાવેલી આપણને મોક્ષની સમીપ લઈ જાય છે. જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પ્રરૂપણા થઈ હોય તો મિચ્છામી દુક્કડં. (ચેન્નઈસ્થિત જૈન ધર્મનાં અભ્યાસ શૈલેશીબહેને મુંબઈ યુનિવર્સિટીથી Microbiology અને Biochemistryમાં Graduation કરેલ છે. જૈન વિશ્વભારતી ઈન્સ્ટિટયૂટનો જીવનવિજ્ઞાન, પ્રેક્ષાધ્યાન અને યોગનો અભ્યાસ કર્યો છે. મુંબઈ યુનિવર્સિટીનો ડિપ્લોમા ઈન જૈનોલૉજી કોર્સ કરેલ છે. લૂક-એન-લર્ન અને સંબોધી સત્સંગ સાથે સંકળાયેલાં છે). ૧૮૭ ૨૭ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન © અધ્યાત્મ યોગી સાધક શ્રી મકરન્દ દવેના શબ્દ દ્વારા આંતરચેતનાનો ઉઘાડ 2 ડૉ. સેજલ શાહ *આજ અદીઠા તીરને સોણે પાંખો ફૂટતી પ્રાણે રે. મારગ નવલે દીવા બળે આંખ તણાં અંધારાં ટળે મરણ મરે પળેપળે જાગતાં જીવન-ગાણે રે.’ મન્દ દવેના શબ્દોમાં પ્રવેશ કરતાં અનુભૂતિના સ્તરે જે અનુભવાય છે તે કવિની પંક્તિમાં જ વ્યક્ત થયું છે. અધ્યાત્મના અદીઠા પ્રદેશનો અનુભવ કેવો હશે, એકવાર પ્રવેશ થયા પછી બધું જ બદલાઈ જાય છે, અઘરું છે, એ અનુભૂતિને વર્ણવવું. મકરન્દ દવેના પદ્યમાં આરત પણ છે અને ભક્તે હૃદય પણ. ૧૮૮Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121