Book Title: Gyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

Previous | Next

Page 98
________________ SSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 मिलते नहीं सहज ही मोती गहरे पानी में, बढ़ता दुगना उत्साह इसी हैरानी में । मुट्ठी उसकी खाली हर बार नहीं होती, ને વાર્તા વક્રી રામ ના રોતી ! (૨) असफलता एक चुनौती है, इसे स्वीकार करो, क्या कमी रह गई, देखो और सुधार करो। जब तक न सफल हो, नींद चैन को त्यागो तुम, संघर्ष का मैदान छोड़ कर मत भागो तुम । कुछ किये बिना ही जयजयकार नहीं होती, કોશિશ યાને વાજી શી વામ દર નદf દોસ્તી | (૨) કોશિશ કરનેવાલોં કી કભી હાર નહીં હોતી" એક ખૂબ જ પ્રખ્યાત હિન્દી કવિતા જેની પંક્તિઓને વાંચતાં જ વ્યક્તિના હૃદયમાં પ્રેરણાનાં બીજ રોપિત થાય છે. રોજિંદા જીવનમાં આપણી આસપાસ અનેક ઘટનાઓ સર્જાતી હોય છે, જેનાથી હારીને અને હતાશ થઈને આપણે પરિસ્થિતિની સામે ઝૂકી જઈએ છીએ. પરંતુ સતત પુરુષાર્થ કરવાવાળી દઢ મનોબળવાળી વ્યક્તિ હંમેશાં યશ-કીર્તિને પામે છે અને એ કદી હારનો સ્વાદ ચાખતી નથી. કવિ શ્રી હરિવંશરાયજી બચ્ચન જેવા કોઈક જ સર્જક હોય છે જે આપણી આસપાસની ઘટનાઓમાંથી પ્રેરણા અને બોધ પામીને આવા સુંદર કાવ્યની રચના કરે છે જે અનેકોનાં જીવનમાં એક સકારાત્મક ભાવ પ્રગટાવે છે. અમુક સંશોધકોનું માનવું છે કે આ પ્રેરણાદાયક કાવ્યની રચના કવિ શ્રી સોહનલાલ દ્વિવેદીએ કરી છે. પહેલી કડી પર જે ચિંતન કરીએ તો સરળ ભાષામાં ખૂબ જ Practical વાત કહી છે. એક નાનકડી કીડી જ્યારે પોતાના શરીર કરતાં બમણો ભાર ઉપાડીને દીવાલ પર ચડતી હોય છે ત્યારે ઘણી વાર લપસીને પડવા છતાં પણ તે પોતાના લક્ષ્ય તરફ નિષ્ઠાપૂર્વક આગળ વધે છે. કીડીને સ્વયં પર વિશ્વાસ છે કે તે પોતાનું કાર્ય સંપન્ન કરી શકશે. આધ્યત્મિક દૃષ્ટિકોણથી આ દાંત જોઈએ તો સમજાય કે આપણી સાથે પણ આવું જ કંઈક થયું હોય છે. નાનીનાની સાધનામાં જ્યારે આપણને કોઈ વિગ્ન કે કર આવે છે ત્યારે આપણી શ્રદ્ધા અને વિશ્વાસ ડગમગવા લાગે છે. આપણને પોતાના સામર્થ્ય પરથી પણ વિશ્વાસ ઊઠી જાય છે. પરમાત્મા ૧૮૫ - 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S કહે છે કે, સાધનાનો માર્ગ તો ખાણમાંથી સોનાને કાઢવા સમાન છે. જો આપણે અધવચ્ચે અટકી જઈશું તો કેવળ માટી જ મળશે, પણ જો આપણી શ્રદ્ધા પૂર્ણ હશે તો આપણે અટક્યા વગર ઊંડાણ સુધી પહોંચીને સ્વર્ણ મેળવી શકીશું. જો સાધક નાની વિપદાઓથી ડરીને સાધનાના ક્ષેત્રમાં આગળ વધવાનું અટકાવી દેશે તો પછી તે પરમના સરનામા સુધી કેવી રીતે પહોંચશે ? શ્રી ઉપાસકદશાંગ સૂત્રમાં ભગવાન મહાવીરના સમય પર થયેલા આનંદ આદિ ૧૦ ઉત્તમ શ્રાવકોનાં જીવનચરિત્રનું વર્ણન આવે છે. આ સૂત્રના બીજા અધ્યયનમાં શ્રમણોપાસક કામદેવ શ્રાવકનો અધિકાર આવે છે. શ્રમણોપાસક કામદેવની ધર્મશ્રદ્ધાને વિચલિત કરવા માટે દેવે વિવિધ રૂપ ધારણ કર્યા અને અનેક પ્રકારે કરો આપ્યાં, પરંતુ કામદેવ શ્રાવકે એ ઘોર ઉપસર્ગો પણ સમતાભાવે સહન કર્યા અને ધર્મમાંથી વિચલિત થયા નહીં. તેમના ધર્મમય જીવનમાંથી એમની ઉત્કૃષ્ટ ધર્મશ્રદ્ધાનો ગુણઅનુસરણીય છે. પંચમકાળમાં તારનાર જે કોઈ પરિબળ હોય તો એ જિનવાણી પર અતૂટ અને નિર્વિકલ્પ શ્રદ્ધા જ છે. બીજી કડીમાં કવિ મરજીવાના મોતી શોધવાના અવિરત પ્રયાસની પ્રશંસા કરે છે. એની સાથે એ બોધ પણ આપે છે કે કોઈ પણ કીમતી વસ્તુ મેળવવાની શોધ લાંબી અને કઠિન હોય છે. મરજીવા સાગરના ગર્ભમાં મોતીની શોધમાં નીકળે છે ત્યારે દર વખતે તેમને મોતી સાંપડતું નથી, પણ નિરાશ થઈને જો તે પ્રયત્ન બંધ કરી દે તો તે ક્યારેય પણ મોતીને ગોતી શકતા નથી. વારંવાર પ્રયત્ન કરવા પર એક દિવસ તો તેને મોતી મળી જ જાય છે. જેમ એક એરોપ્લેન ટેક ઑફ થવાનું હોય ત્યારે એ પ્લેન તરત જ ઊડી નથી શકતું. તે પહેલા રનવે પર ચાલે છે અને ગતિ વધારતાંવધારતાં એક ક્ષણ એવી આવે છે કે તે આકાશમાં ઉડાન ભરે છે. પરમાત્માશ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ચતુર્થ અધ્યયનમાં ફરમાવે છે કે, “મુહંમહું મોહ ગુણે જયંત', અર્થાત્ કોઈ પણ સાધના-આરાધનાના ક્ષેત્રમાં ધીમેધીમે ગતિ વધારીને પ્રગતિ કરવી જોઈએ. અનંતકાળના આત્મા પર લાગેલા કષાયના કુસંસ્કારો અને મોહરૂપી ભ્રમ આપણને સત્યની પ્રાપ્તિ સરળતાથી નથી કરવા દેતા. આરાધનામાં તરત સફળતા પ્રાપ્ત નથી થતી, પરંતુ જે મજેમ આપણી આત્મપ્રાપ્તિનો, પુરષાર્થનો વેગ ઊપડે છે ત્યારે આપણા મોહનું આક્રમણ મંદ પડતું જાય છે અને આપણે સિદ્ધિના શિખર સુધી પહોંચી શકીએ છીએ. ૧૮૬

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121