Book Title: Gyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

Previous | Next

Page 78
________________ S૦૦૦૦૦૦૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES, આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન આપણા દરેકનો જીવ, સૌપ્રથમ નિગોદમાંથી વ્યવહારરાશિમાં આવે છે ત્યારે દરેક માટે એવો નિયમ છે કે એક જીવ સિદ્ધપદને પામે ત્યારે નિગોદના ગોળામાં રહેલા અનંતાઅનંત જીવમાંથી એક જીવ બહાર નીકળે છે. એકવાર બહાર નીકળ્યા પછી એ જીવને ફક્ત ૨૦૦૦ સાગરોપમ વર્ષનો સમય મળે છે. એટલે કે બે હજારમાંય પંચેન્દ્રિયપણું તો ફક્ત ૧૦૦૦ સાગરોપમ જ મળે છે. દેવ-નારક-તિર્યંચ પંચેન્દ્રિયમનુષ્ય). તેમાંય મનુષ્યના ભવ તો સૌથી ઓછા-૪૭ કે ૪૮. તેમાંય જીવ ગર્ભમાં આવી ગર્ભપાત થઈ ગયો તો એક મનુષ્યભવ પૂરો. કોળી, વાઘરી, કસાઈના ઘરે જમ્યા. અંડગોલિક મનુષ્ય તરીકે જન્મ્યા કે સમુદ્ઘિમ મનુષ્ય કે યુગલિયા મનુષ્ય (જેમાં ધર્મ નથી) આવા કેટલાય મનુષ્યભવ કાઢી નાખો, તો ધર્મ પામ્યા હોય એવા મનુષ્યભવ કેટલા ? ને આ ૨૦૦૦ સાગરોપમના ચક્કરમાં આ આપણો કેટલામો મનુષ્યભવ હશે તે પણ ખબર નથી.... જેવો બે હજાર સાગરોપમનો સમય પૂરો થયો કે ફરજિયાત આપણા જીવે એકેન્દ્રિય-નિગોદમાં ચાલ્યા જવાનું. ત્યાં કોઈ ટાઈમ લિમિટ નથી. અનંતા કાળચક્ર સુધી સ્થાવરપણામાં (પૃથ્વી-પાણી-તે-વાયવનસ્પતિ-નિગોદ) પડ્યા રહેવાનું. હવે બીજી વખત એવો નિયમ નથી કે એક જીવ સિદ્ધપદને પામે એટલે આપણો જીવ વસાણામાં આવે. હવે તો અનંતા વર્ષો સુધી અકામ નિર્જરા કરતાં કરતાં જ્યારે કર્મોથી હળવા થાવ ત્યારે પાછા ત્રસપણું પામો. પાછા બે હજાર સાગરોપમનો સમય મળે. આ મળેલા સમયમાં જીવ પુરુષાર્થ કરી મોક્ષપણું પામે તો પામે નહીં તો પાછા એકેન્દ્રિય-નિગોદમાં ધકેલાવાનું. માટે હે જીવ... મળેલા મનુષ્યભવની કિંમત સમજ... કિંમત સમજ... કાં પુરુષાર્થ કરી મોક્ષે જા કાં પાછો એકેન્દ્રિય-નિગોદમાં.... choice is yours... (મુંબઈસ્થિત સુબોધીબેને જૈન ધર્મનાં અભ્યાસુ છે. તેમનું પુસ્તક પ્રશ્નોત્તર રત્નમાલા' હિન્દી અને ગુજરાતી ભાષામાં પ્રગટ થયું છે. તેમના અભ્યાસપૂર્ણ લેખ ‘પ્રબુદ્ધજીવન’ વગેરે સામયિકોમાં પ્રગટ થાય છે). કાયમુદ્દીન ચિશતીની કવિતામાં ભારતીય તત્ત્વજ્ઞાન ડૉ. બળવંત જાની ગુજરાતના મુસ્લિમ સંતોની પરંપરામાં કાયમુદ્દીન ચિશ્તી અત્યંત મહત્ત્વના છે. મુસ્લિમ સંતો ઉપદેશકો તરીકે હિન્દુસ્તાનમાં આવ્યા અને અહીંની મૂળ પ્રજાને ઉપદેશ દ્વારા ઇસ્લામી વિચારધારા તરફ વાળવામાં ઘણા સફળ પણ થયેલા. આ ધર્મપરિવર્તનથી અહીં અસ્તિત્વમાં આવેલા-વટલાયેલા-પ્રજાથી ઓળખાતા ધમાંતરિત જૂથ ખોજા, વહોરા, મુમના, મોલેસલામ, મીર, મતવા. હકીકતે લોહાણા, બ્રાહ્મણ, કણબી, રાજપૂત, બારોટ અને ભરવાડ જ્ઞાતિના હતા, પણ ધમાંતરિત થયા પછી એમની ઓળખ માટે મુસ્લિમોએ એમને નવાં, ઉપર નિર્દિષ્ટ, નામો આપ્યાં. આ ધમાંતરિત પ્રજા મુસ્લિમોથી પ્રારંભે જ જુદી પડી અને રોટી-બેટીના વ્યવહાર પણ જે તે જૂથ પૂરતા જ સીમિત રહ્યા. આ બધી જ્ઞાતિઓને ઉપદેશ આપનાર મુસ્લિમ સંતો ઉપદેશકોમાં અહીંની સંસ્કૃતિનો ઊંડો અભ્યાસ અને એમની ઉપદેશ આપવાની ક ૧૪૬ ૧૪૫

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121