Book Title: Gyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

Previous | Next

Page 95
________________ RSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 99899 સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો. એમ પરાજય કરીને ચારિત્ર મોહનો, આવું ત્યાં જયાં કરણ અપૂર્વ ભાવ જો; શ્રેણી સંપકતણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો. મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમોહ ગુણસ્થાન જો; અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જો. ચાર કર્મ ઘનઘાતી તે વ્યચ્છેદ જયાં, ભવનાં બીજ તણો આત્યંતિક નાશ જો; સર્વ ભાવ જ્ઞાતા-દૃષ્ટાસહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો. વેદનીયાદિ ચાર કર્મ વર્તે જ હાં, બળી સીંદરીવ આકૃતિ માત્ર જો; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂર્વે મટિયે દેહિક પાત્ર જો. મન, વચન, કાયા ને કર્મની વર્ગણા, છૂટે જહાં સકળ પુદ્ગલ સંબંધ જો; એવું અયોગી ગુહાસ્થાનક જયાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો. એક પરમાણુ માત્રની મળે ના સ્પર્શના, પૂર્ણ કલંકરહિ અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્ય મય, અગુરુલઘુ અમૂર્ત સહજ પદ રૂપ જો. પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુરિસ્થિત જો; આદિ અનંત - અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો. - ૧૭૯ S૦૦૦૦૦૦૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES, જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. એહ પરમપદ પ્રાપ્તિનું ધર્યું ધ્યાન મેં, ગજા વગરને હાલ મનોરથ રૂપ જો; તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. શ્રીમદ્જીનો આ ગુણસ્થાનક કેમ લખાયાનો સમય નિઃશંકપણે મળતો નથી, પરંતુ ૧૯૫૨થી ૧૯૫૬ ના સમયગાળામાં વવાણિયામાં લખાયેલ હશે તેવું સંશોધકોનું માનવું છે. - શ્રીમદ્ રાજચંદ્ર દ્વારા સુ-રચિત અધ્યાત્મ કાવ્ય જે ‘અપૂર્વ અવસર’ તરીકે મુમુક્ષુ અને સાધકોમાં પ્રિય છે કે ગુણસ્થાન ક્રમ-અધિષ્ઠિત પ્રાર્થનાકાવ્ય છે. આ કાવ્ય કોઈ સાધારણ રચના નથી, પરંતુ સાધના પછીનો એક અંતરનાદ છે. સુક્ષ્મ ક્ષાયિક પરિણતિને સ્પર્શ કરે તેવી સ્વભાવના સમ્યકધારા છે જે ઉદયમાન વિભાવ કર્મોનું છેદન કરી સમ્યફ પ્રકાશ આપનારી છે. અલૌકિક ઉપલબ્ધિમાં અપૂર્વ અવસરના ભાવો સમજાવતા પરમદાર્શનિક પૂજ્ય જયંતમુનિ લખે છે કે, પ્રથમ પદમાં ઐતિહાસિક નિગ્રંથ શબ્દનો પ્રયોગ ર્યો છે. પૂર્વે ‘નિયંઠા ધર્મ' તરીકે જ જૈન ધર્મની ઓળખ હતી. નિયંઠા એટલે નિગ્રંથ. પરિગ્રહરહિત સાધુસમુદાય, બાહ્ય બધા ગ્રંથ અર્થાત્ બંધન કે પોતાના સ્વામીત્વનો કે કોઈ પણ પ્રકારના અધિકાર કે સંપત્તિની માલિકીના પરિહર કરે તેવો પ્રબળ શબ્દ નિગ્રંથ છે. આગળ વધતાં કામ, ક્રોધ અને આગ્રહ છૂટે. પછી વિચારોના વ્યામોહની ગાંઠ છૂટે તો આત્યંતર નિગ્રંથ પણ પ્રાપ્ત થઈ શકે છે. બીજા પદમાં ભાવની વાત આવે છે. આમાં સર્વ શબ્દ દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવ ચારે પક્ષોનું વિશાળ અસ્તિત્વ ધરાવે છે. આ બધા ભાવોના સમુદ્રમાં જીવ માછલીની જેમ તરે છે. વિરાટ સમુદ્રમાં રહેતી માછલી આહાર સંજ્ઞાને કારણે માછીમારના કાંટામાં ફસાય છે. માછલીનું જાગરણ બે પ્રકારે થાય, અર્થાત્ બે કારણથી માછલી બચી શકે. માછીમારનું જીવનપરિવર્તન થાય અથવા તેનું અસ્તિત્વ ન ટકે અને બીજું કારણ માછલી પોતે આહારસંજ્ઞાની - ૧૮૦

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121