Book Title: Gyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan Author(s): Gunvant Barvalia Publisher: Arham Spiritual CentrePage 94
________________ ૧. S૦૦૦૦૦૦૦- આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESS SS સમન્વય તેમના તત્ત્વચિંતનમાં નિખરે છે. રાજકોટમાં સંવત ૧૯૫૭ના ચૈત્ર વદ પાંચમના દિવસે શ્રીમદ્ રાજચંદ્રજી આ ક્ષેત્ર અને નાશવંત દેહનો ત્યાગ કરી ઉત્તમ ગતિને પામ્યા. અલ્પ આયુષ્યમાં આત્માનાં અગોચર રહયો છતાં કરી ચિરંતન કૃતિઓ દ્વારા આધ્યાત્મિક જગતને સમૃદ્ધ કરનાર શ્રીમદ્ રાજચંદ્ર, જ્ઞાની આત્મદશામાં રહેનાર પરમ વંદનીય દિવ્ય પુરુષ હતા. તેમણે જ રચેલી ગાથા દ્વારા તેમને ભાવપૂલ'ક વંદન કરીએ. દેહ છતાં જેની દશા વર્તે છે હાતીત તે જ્ઞાનીનાં ચરણોમાં હો વંદન અગણિત શ્રીમદ્ રાજચંદ્રજી વિરચિત અપૂર્વ અવસર અપૂર્વ અવસર એવો કયારે આવશે ? કયારે થઈશું બાધંતર નિર્ગથ જો ? સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને, વિચરશું કવ મહત્ પુરુષને પંથ જો ? સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય છે, અન્ય કારણે અન્ય કશું કહ્યું નહીં, દેહે પણ કિચિત મૂછ નવ જોય જો. દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. આત્મ સ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્ય પણે તો વર્તે દેહપર્યંત જો; ઘોર પરિષહ કે ઉપસર્ગ ભયે કરી આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. સંયમના હેતુથી યોગપ્રર્વતના, સ્વરૂ૫ લક્ષે જિન આજ્ઞા આધીન જો; ૧૭૭ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 6SS તે પણ ક્ષણ - ક્ષણ ઘટતી જાથી સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો. પંચ વિષયમાં રાગ દ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો; દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણવીત લોભ જો. ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જો; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો. બહુ ઉપસર્ગ કર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપિ ન મળે માન જો; દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. નગ્ન ભાવ, મુંડભાવ સહ અસ્નાનતા, અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ જો; કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્યભાવ સંયમમય નિર્ગથ સિદ્ધ જો. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો; જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો; અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અને નહીં મનને પ્રસન્ન ભાવ જો; રજકણ કે રિદ્ધિ વૈજ્ઞાનિક દેવની, ૧૭૮Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121