Book Title: Gyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan Author(s): Gunvant Barvalia Publisher: Arham Spiritual CentrePage 93
________________ S૦૦૦૦૦૦૦- આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESS SS ઊંડાણપૂર્વક ચિંતન-મનન કરવું રહ્યું. આઠમા વર્ષે કવિતાનું સર્જન, શિક્ષણકાળમાં બળવત્તર સ્મૃતિ, કૃષ્ણભક્ત કટુંબમાં જન્મ, પરંતુ જૈનોના પ્રતિક્રમણ સૂત્રમાંનો ક્ષમાનો ભાવ તેમના અંત:તલને સ્પર્શી ગયો અને જૈન દર્શન પ્રતિ રુચિ થઈ. શ્રીમજીની ઉમર સાત વર્ષ હતી એ સમયે પોતાના ગામમાં અમીચંદભાઈ નામના એક ગૃહસ્થ ગુજરી ગયા. મરવું તે શું ? મૃતદેહને શા માટે બાળી દેવો ? આવા પોતાના મનમાં ઉઠેલા સવાલો પરથી ચિંતન કરતાં, ચિંતનના ઊંડાણમાં જતાં તેમને જાતિસ્મરણ પ્રગટ થયું. જાતિસ્મરણ એટલે પોતાના પૂર્વભવોનું જ્ઞાન, મતિની નિર્મળતાને કારણે આ જ્ઞાન થાય છે. જૈન કથાનકોમાં ચંડકૌશિક, મેઘકુમાર વગેરેને ભગવાન મહાવીરનાં વચનોથી જાતિસ્મરણ થયાનો ઉલ્લેખ છે. આત્માના અસ્તિત્વનો બોધ થવા માટે જાતિસ્મરણ જ્ઞાન ઉપકારી સાધન છે. શ્રીમદ્જીના જીવનમાં આત્માના આધ્યાત્મિક વિકાસ માટે આ ઉપલબ્ધિ પારદર્શક બની હતી. આત્માનો મૂળ ગુણ જ્ઞાન છે. જ્ઞાનશક્તિ એ એવી શક્તિ છે કે, આ જન્મથી બીજા જન્મમાં સાથે જઈ શકે છે. પૂર્વજન્મની આવી જ્ઞાનશક્તિને કારણે તેઓએ સાત વર્ષનો અભ્યાસક્રમ માત્ર બે જ વર્ષમાં પૂર્ણ કર્યો હતો. ૧૭ વર્ષની ઉંમરમાં બ્રહ્મચર્ય વિષેની તેમની સમજણ કેટલી સ્પષ્ટ અને સમ્યક છે તેનો ખયાલ તેમણે રચેલી નીચેની કાવ્યપંક્તિ પરથી આવશે. નીરખીને નવયૌવના, લેશ ન વિષય નિદાન, ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન ! ‘હને પામવાની ઉત્કટ ઝંખનાને કારણે મુખ્ય બંધન સ્ત્રીનું લાગતું. તેમને નિજી જીવનની અંતરંગ વાતો કહેવાનાં પાત્રોની દુર્લભતાનું દુ:ખ હતું. શ્રીમજી કુશળ અને પ્રામાણિક વેપારી હતા. તેમની સાથેના મોતી અને ઝવેરાતના સોદામાં એક આરબ વેપારીને અંગત મુશ્કેલી ઊભી થઈ. પોતાનો તમામ નફો જતો કરી શ્રીમદ્જીએ તે વેપારીને માલ પરત કરી દીધો. એ આરબ વેપારી તેમને ખુદા સમાન માનતો હતો. શ્રીમદ્જીએ એ વખતે એ વેપારી પાસે એવા ભાવ વ્યક્ત કર્યા હતા કે, રાયચંદ દૂધ પીએ છે, લોહી પી નથી શકતો. આ શબ્દો તેમની અંત:કરણની આધ્યાત્મિક દશાનાં દર્શન કરાવે છે. શ્રીમજીમાં અદ્ભુત અવધાનશક્તિ હતી. એકસાથે ઘણી વસ્તુઓ સ્મૃતિમાં - ૧૭૫ - Swઆધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 999 રાખવાની શક્તિને અવધાનશક્તિ કહે છે. મુંબઈમાં તેમણે વિશિષ્ટ વ્યક્તિઓની હાજરીમાં કરેલાં બાવન અવધાનથી પ્રભાવિત થઈ સમારંભમાં તેમનું સુવર્ણચંદ્રકથી બહુમાન થયેલું. તેમણે સો અવધાન સુધીના પ્રયોગો પણ કરેલા. તેમને આ પ્રયોગો બતાવવાનું ઇંગ્લેન્ડ તરફથી આમંત્રણ મળેલું, પરંતુ ભૌતિક સિદ્ધિઓથી નહિ આકર્ષાતા આ આમંત્રણનો વિનયપૂર્વક અસ્વીકાર કરેલો. આ પ્રસંગથી એ યોગાત્માની અલૌકિક પાત્રતાનાં આપણને દર્શન થાય છે. શ્રીમદ્જી પ્રત્યે ઘણા મુમુક્ષુ, જિજ્ઞાસુ, સાધુચરિત ગૃહો અને મુનિઓ આકર્ષાયા હતા. લલ્લુજી મહારાજ, મુનશ્રી દેવકરણજી, ન્યાયાધીશ ધારશીભાઈ, શ્રી સૌભાગભાઈ, શ્રી જૂઠાભાઈ, શ્રી પોપટલાલ, શ્રી અંબાલાલ, શ્રી મનસુખભાઈ, શ્રી કૃષ્ણદાસ, શ્રી ત્રિભોવનભાઈ અને શ્રી પ્રાણજીવનદાસ વગેરે. સંવત ૧૯૪૪માં પોપટલાલભાઈ મહેતાનાં સુપુત્રી ઝબકબાઈ સાથે શ્રીમદ્ભ લગ્ન થયાં હતાં. નિસ્પૃહી ગૃહસ્થાશ્રમનો આદર્શ તેમના જીવનમાં જણાતો હતો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી શ્રીમદ્જીના ધર્મચિંતનથી ખૂબ જ પ્રભાવિત થયેલા. ગાંધીજીએ કહ્યું હતું કે, શ્રીમદ્ભાં જીવન-કવનથી દયા-ધર્મનું મેં કુંડા ભરીને પાન કર્યું છે. શ્રીમજીના સર્જનનું વિવિધ વર્ગીકરણ કરી શકાય. મુમુક્ષઓ પ્રત્યે લખાયેલા પત્રો + સ્વતંત્ર કાવ્યો મોક્ષમાળા, ભાવનાબોધ, આત્મસિદ્ધિશાસ્ત્ર એ ત્રણ ગ્રંથો સ્ત્રી-નીતિબોધક ગરબાવલી, બોધવચન, વચનામૃત મહાનીતિ પંચાસ્તિકાય ગ્રંથનું ગુજરાતી ભાષાંતર શ્રી રત્નકાંડ શ્રાવકાચારમાંથી ત્રણ ભાવનાઓનો અનુવાદ, સ્વરોદય જ્ઞાન, દ્રવ્યસંગ્રહ, આનંદઘનના સ્તવનોના અર્થ, દશવૈકાલિકની ગાથાઓનું ભાષાંતર વેદાંત અને જૈન દર્શન સંબંધી નોંધો * ઉપદેશનોંધ. ત્રણ હાથ નોંધો - આભ્યાંતર પરિણામ અવલોકન વગેરે. શ્રીમદ્જીએ તેમના સર્જનમાં સદ્દગુરુનો મહિમા ઠેરઠેર ગાયો છે. તેઓએ કોઈ ગછમત કે સંપ્રદાયની તરફેણ કરી નથી, પરંતુ આત્મધર્મની પ્રધાનતા બતાવી છે. કોઈ પણ ધર્મ વિશે ઘસાતું લખ્યું નથી. તે ઓ એ પર મત સહિષ્ણુતાને ચરિતાર્થ કરી હતી. ભક્તશ્રી લઘુરાજસ્વામીએ તેમનાં પદોનો અનંત મહિમા કહ્યો છે. ભક્તિ, જ્ઞાન અને ક્રિયાઓનો સુમેળ, નિશ્ચય અને વ્યવહારનો ૧૭૬Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121