Book Title: Gyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

Previous | Next

Page 92
________________ S૦૦૦૦૦૦૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES, SSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 ભાવનગરના રાજકવિશ્રી પિંગળશી નરેલાએ પણ દેહની નશ્વરતાની અને પારિવારિક સંબંધોની નિરર્થકતાની વાત સુપેરે સમજાવી છે, કેમ કે, જેને તમે પોતાના માનો છો, તેનો સ્વાર્થ પૂરો થતાં જ તે દુશ્મન બનીને સામાં આવે છે. કુરુક્ષેત્રના સંગ્રામમાં સામે પક્ષે પિતામહ ભીષ્મ, ગુરુ દ્રૌણ અને સ્વજનોને જોતાં જ અર્જુનને સગપણ આડા આવે છે, એ વખતે કુષ્ણપરમાત્મા સમજાવે છે કે, અર્જુન ! આમાં કોઈ કોઈનું નથી. વળી આ બધા તો મરેલા જ છે, તારે માત્ર કર્મ કરવાનું છે. આવી જ વાત સરળ બાનીમાં કવિએ કરી છે. જુઓ : ‘જૂઠા હે ભાઈ, બાપ બડાઈ, જૂઠી માઈ મા જાઈ, જૂઠા પિત્રાઈ, જૂઠ જમાઈ, જૂઠ લગાઈ લલચાઈ; સબ જૂઠ સગાઈ, અંત જુદાઈ, દેહ જલાઈ સમસાના; ચિત્ત એમ સયાના, ફિર નહીં આના, જગમેં આખર મર જાના.' ચારણી સાહિત્યમાં ચિંતનાત્મક કાવ્યો અને આત્મદર્શનની પ્રતીતિ કરાવતી રચનાઓ વિપુલ માત્રામાં મળે છે. તેનું અધ્યયન કરતાં એક વાતની અનુભૂતિ થાય છે કે, વેદ, પુરાણ, ઉપનિષદ, રામાયણ, મહાભારત અને શ્રીમદ્ ભાગવત આદિ ગ્રંથોમાં કહેવાયેલી વાતને જ આ કવિઓએ આત્મસાત કરીને તેને લોકબાનીમાં આમજનતાને સમજાય તે રીતે રજૂ કરી છે. અલબત્ત, એની દશાનાર્હ વિશેષતા છે કે, તેમાં એક ઉપદેશકની છબી ઉપસતી નથી, પણ ચિંતકની છબી પ્રગટે છે, એ જાણે મિત્રભાવે કે સ્વજનરૂપે આ મિથ્યા જગતનો પરિચય કરાવે છે. એટલું જ નહીં, જો જીવન શાશ્વત ન હોય તો રાગ-દ્વેષ અને ભોગવિલાસ ત્યજીને પરમતત્ત્વને પામવાનો માર્ગ દર્શાવે છે, જે આવકાર્ય અને અનુકરણીય જણાય છે. સંદર્ભ નોંધ : (૧) ડૉ. શક્તિદાન કવિયા, પિંગળશી ગઢવી, હરિદાનની રચના. (૨) શ્રી દુલા કાગ : 'કાગવાણી', ભાગ-૩, પૃ. ૨૪૬ (૩) સં. શ્રી શંકરદાન દેથા : ઈસરદાસજી કૃત “હરિરસ', પૃ. ૭૧, ૭૪. (૬) ડૉ. અંબાદાન રોહડિયા : ‘ભંગી પુરાણ', પૃ. ૨૪ (૭) સં. ફતેહસિંહ માનવ : ‘સિદ્ધ અલુનાથ કવિયા', પૃ. ૧૨૫, ૪૬. | (રાજકોટસ્થિત અંબાદાનભાઈ, ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના નિયામક, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના સભ્યરૂપે સેવા આપે છે. લોકસાહિત્ય અને ચારણી સાહિત્યમાં તેમના સંશોધન-સંપાદનના ગ્રંથ પ્રગટ થયા છે અને એવૉર્ડ પ્રાપ્ત થયા છે. સૌરાષ્ટ્ર યુનિ.માં Ph.D.ના ગાઈડ તરીકે સેવા પ્રદાન કરે છે). * આત્મવિકાસના તબક્કાનો નિર્દેશ કરતું ૨૫ શ્રીમદ્જીનું અપૂર્વ અવસર a ગુણવંત બરવાળિયા શ્રીમદ્ રાજચંદ્રજીનો જન્મ સંવત ૧૯૨૪ના કાતરક પૂર્ણિમાને દિવસે સૌરાષ્ટ્રના મોરબી પાસેના વવાણિયા ગામે ભક્તિમય અને સંસ્કારી શ્રી રવજીભાઈ પંચાણભાઈ મહેતાનાં ધર્મપત્ની શ્રી દેવબાઈની કૂખે થયો હતો. શ્રીમદ્જીનું હુલામણનું નામ લક્ષ્મીનંદન હતું. પાછળથી આ હુલામણું નામ બદલીને રાયચંદ પાડવામાં આવ્યું હતું. આગળ જતાં તેઓ શ્રીમદ્ રાજચંદ્ર નામે સહુના આદરપાત્ર વિભૂતિ બની ગયા. શ્રીમદ્ રાજચંદ્રના બાહ્ય વ્યાપારી -- ગૃહસ્થજીવન પરથી તેમની અણિશુદ્ધ પ્રામાણિકતા જાણી શકાય, પરંતુ તેઓની આત્મિક આત્યંતર દશાનો ખયાલ આવી શકે નહીં. તેમના અંગત જીવનવ્યાપાર અને આંતરિક દશા વિશે જાણવા માટે તેમણે જે પત્રવ્યહાર કર્યો છે અને જે સાહિત્યસર્જન કર્યું છે તેનું ૧૭૪

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121