Book Title: Gyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

Previous | Next

Page 76
________________ PO આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 05 પારકી આશા સદા નિરાશા, એ હૈં જગ જન પાસા; વો કાટનકું કરો અભ્યાસા, લહો સદા સુખવાસા. આપ૦ ૫ કબહીક કાજી કબહીક પાજી, કબહીક હુઆ અપભ્રાજી; કબહીક જગ મેં કીર્તિ ગાજી, સબ પુદ્દગલકી બાજી. આપ૦ ૬ શુદ્ધ ઉપયોગ ને સમતાધારી, જ્ઞાન ધ્યાન મનોહારી; કર્મ કલંકકું દૂર નિવારી, જીવ વરે શિવનારી. આપ૦ ૭ ‘આપસ્વભાવ’ની સજ્ઝાયના રચયિતા શ્રી જીવવિજયજી મહારાજ છે. તેઓ લગભગ અઢારમી સદીના અંતમાં થયા. જે સૂત્રથી બધાં તીર્થોને વંદના થાય છે તે સકલતીર્થ વંદના સૂત્ર શ્રી જીવવિજયજી મહારાજની રચના છે. આ ખૂબ જ સુંદર સઝાય છે. શ્રી જીવવિજયજીએ સમગ્ર શ્રુતનો સાર મળી જાય એટલું તત્ત્વજ્ઞાન આ નાનકડી સજ્ઝાયમાં પીરસ્યું છે. શ્રી જીવવિજયજી મહારાજ કહે છે કે, હું અવધૂ.....હે અધ્યાત્મયોગી.... હે વૈરાગી.... તું તારા સ્વ-ભાવમાં જ રહેજે. તું જરા પણ પર-ભાવમાં જતો નહિ. તારા આત્મા સિવાય બધું જ તારા માટે ‘પર’ છે. તારું શરીર તારા માટે પર છે. YOUR BODY IS YOUR FIRST NEIGHBOUR. હે વૈરાગી... હે સાધક... જો તારે તારા આત્માનું કલ્યાણ કરવું હોય તો તારો ઉપયોગ, તારો ભાવ ફક્ત તારા આત્મામાં જ રાખજે અને એમાં જ મગ્ન થઈ જજે. ઉપયોગ આત્માની બહાર જવો એટલે શું ? જાણો છો ? ધારો કે અહીં બાજુમાંથી સુંદર ગાડી પસાર થઈ, તો મનમાં થાય કે, જોયું...! આવી ગાડી જોઈએ. લેટેસ્ટ મૉડેલ હતું.... આવું થાય એટલે શું થયું ? તમારો ઉપયોગ તમારા આત્મામાંથી નીકળી પરમાં એટલે કે ગાડીમાં ગયો. ને ઉપયોગ જેટલો સમય પરમાં ગયો એટલો સમય પ્રમાદ સેવ્યો કહેવાય. મહાવીરે ગૌતમને કહ્યું ને કે, “સમય મા પમાય ગોયમ્'. એક સમયનો પણ પ્રમાદ ના કરીશ. એક સમય માટે પણ તારા આત્માનો ઉપયોગ બહાર ન જવા દઈશ. તમે શું સમજ્યા કે ભગવાને ગૌતમને એમ કહી દીધું કે એક સમય માટે આળસ ન કરીશ... ગૌતમને એવું કહેવાની જરૂર હતી ? ગૌતમ આળસ કરવાવાળા હતા ? ના... એક સમય માટે પણ તારા આત્માનો ઉપયોગ આત્માની બહાર ન જવા દઈશ.... નહીં તો મોક્ષ એટલું દૂર ઠેલાશે.... શ્રીમદ્ગએ શું કહ્યું ? “અમે મહાવીરના છેલ્લા સાધુ હતા... થોડો સમય પ્રમાદ સેવ્યો એમાં આટલા ભવ વધી ગયા.' આ સજ્ઝાયમાં શ્રી જીવવિજયજી પણ એ જ કહે છે કે, હે અવધૂ, તું તારા સ્વના ૧૪૧ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 ભાવમાં જ મગ્ન રહેજે. અ જગતમાં અનેક પ્રકારે જીવ છે. કોઈ સુખી છે તો કોઈ દુ:ખી છે. કોઈ અપંગ છે તો કોઈ સંપૂર્ણ. કોઈ કાળો-કૂબડો તો કોઈ ગોરો. કોઈ અંધ તો કોઈ દેખતો. પોતે જ કરેલાં કર્મને આધીન દરેક જીવ પોતપોતાના શરીરની રચના કરે છે. જગતના જીવો કર્મને જ આધીન છે. માટે હું અવધૂ, હે આત્મા... આમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી... તું તારા સ્વ-ભાવમાં મગ્ન રહેજે. બીજી કડીમાં કવિ કહે છે કે, ન તું કોઈનો છે, ન કોઈ તારું છે. એક તારો આત્મા જ તારો છે અને તે તો તારી પાસે જ છે. પછી શું તું મારુંમારું કરે છે ? આ જ વાતને હૂબહૂ વર્ણવતો અર્જુનના જીવનનો એક પ્રસંગ કહું. ‘અભિમન્યુ યુદ્ધમાં માર્યો ગયો. પછી અર્જુનને એટલો બધો આઘાત લાગ્યો કે બધાને ચિંતા હતી કે કદાચ એનું પણ મરણ નીપજે. એટલે કૃષ્ણે એને આશ્વાસન આપવા સાથે આવવા કહ્યું. અર્જુન સાથે ગયો. ત્યારે તેના પુત્રને પોપટના રૂપમાં એક બગીચામાં બેઠેલો કૃષ્ણે ઓળખાવ્યો. અર્જુને ખુશાલીમાં બૂમ પાડી, “બેટા... અભિમન્યુ, તું મજામાં છે ને ?’ અભિમન્યુએ શાંતિથી કહ્યું, ‘“તમે કોણ છો ? હું તમને નથી ઓળખતો. આ જીવનમાં હું પુત્ર નથી, સગો-સંબંધી નથી, પણ માત્ર એક આત્મા છું અને તમને પણ એક આત્મા તરીકે પિછાણું છું. પિતા-પુત્રની રમત રમવી હોય તો પાછા જાઓ. તમે મને માત્ર શરીર દીધું હશે. તે તો જ્યારે સ્મશાનમાં તમે મને બાળી નાખ્યો ત્યારે શરીરની સગાઈ પૂરી થઈ. હું આત્મા છું અને એ આત્મા તમે મને આપ્યો નથી. લાખો વાર જનમ લઈએ તો લાખો માણસોના બાપ કે બેટા બનવું પડે, પણ એ બધાની સાથે આત્માને શું સંબંધ ? એ ભવ પૂરો થયો કે ખેલ ખતમ.'' અર્જુનને હવે ખાતરી થઈ ગઈ કે જીવન કેવું ક્ષણભંગુર છે અને આ આત્મા કેવો અમર છે. માટે તેણે શોક તજ્યો. આ જ વાત કવિશ્રી ત્રીજી કડીમાં કહે છે.... કે, વપુ (શરીર) વિનાશી છે. તું (આત્મા) અવિનાશી છે, પણ હમણાં તો તું વધુમાં જ વિલાસી થઈ ગયો છે... શરીરને કેમ સાચવવું, કેમ શણગારવું, શરીરને આટલીય તકલીફ ન પડે તે જોવું. તારા જીવનનો અર્ધો ટાઈમ તો ફક્ત શરીરની સરભરા કરવામાં ચાલી જાય છે, પણ જ્યારે તું આ વપુથી, આ શરીરથી દૂર જઈશ... એટલે કે જ્યારે તને શરીર અને આત્મા અલગ પ્રતીત થશે થશે ત્યારે તને ભેદજ્ઞાન પ્રાપ્ત થશે ને ત્યારે જ તું શિવમંદિર (મોક્ષ)નો વાસી બનીશ. ત્યારે જ તારો વાસ સિદ્ધશિલા પર થશે. જ્યાં સુધી તું શરીરના સુખે સુખી ને શરીરના દુઃખે દુ:ખી થાય છે ત્યાં સુધી ભેદજ્ઞાન સંભવિત નથી. ત્યાં સુધી જીવને શિવસુખ પ્રાપ્ત થઈ શકતું નથી. ૧૪૨

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121