Book Title: Gyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

Previous | Next

Page 83
________________ 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન થ૦૦૦૦૦૦૦S મધ્યકાળ તરીકે ઓળખાવ્યો છે. ૧૪૫૦થી ૧૬૦૦ સુધીના સમયગાળામાં જૈન સાહિત્ય પ્રાપ્ત થયું. એ સમયે ભક્તિ આંદોલનો પણ થયાં. મધ્યકાલીન સમયમાં ભક્તિ પરંપરાની સાથેસાથે જ્ઞાનમાર્ગની પરંપરા પણ ઊભરી આવે છે. અખાથી મધ્યકાલીન સાહિત્યમાં જ્ઞાનમાર્ગી ધારા શરૂ થાય છે. અખા પછી પ્રીતમદાસ, નિરાંત, ધીરો, બાપુસાહેબ ગાયકવાડ અને ભોજો જ્ઞાનમાર્ગી કવિતાની પરંપરા આવે. અખા પછીનો ગણનાપાત્ર જ્ઞાની કવિ તે પ્રીતમદાસ. હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જો ને. આ પંક્તિ આપણને સહુને કંઠસ્થ છે, પણ આપણે તેના રચયિતા વિશે વિશેષ જાણતા નથી. પ્રીતમનો જન્મ-જીવનકાળ ૧૭૧૮થી ૧૭૯૮નો છે. પિતાનું નામ પ્રતાપસિંહ અને માતાનું નામ જેકુંવરબા હતું. જ્ઞાતિએ બારોટ. પ્રીતમ જન્મથી પ્રજ્ઞાચક્ષુ હતા. એક જનશ્રુતિ પ્રમાણે બાર વર્ષની ઉંમરે એમની આંખનું તેજ ચાલ્યું ગયું હતું. તેમનું જન્મસ્થળ બાવળા. પૂર્વજન્મની કોઈ શક્તિ કે સંસ્કારને કારણે તેઓ શેરીમાં રમતાંરમતાં પણ પદો જોડી આપતાં હતાં. પ્રીતમદાસે નાની વયે ગૃહત્યાગ કર્યો અને રામાનંદી સાધુઓની જમાતમાં ભાઈદાસજી પાસેથી ગુરુમંત્ર પ્રાપ્ત કર્યો. તેઓ યોગમાર્ગના પણ અભ્યાસી હતા. ૧૭૬ ૧માં ચરોતર પાસે આવેલા સદેસર ગામમાં આવ્યાં અને પછી ત્યાં જ કાયમી નિવાસ કર્યો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના વિવિધ પદ્ય પ્રકારોમાં પ્રીતમની રચનાઓ મળે છે. કક્કા, વાર, મહિના, તિથિ, પદ, ધોળ, છપ્પા, સાખી વગેરેમાં તેની રચનાઓ છે. વિશેષ કરીને પદ અને સાખી, આ બે સાહિત્ય પ્રકારમાં તેમનું વિશેષ યોગદાન છે. કવિતાનો કવન વિષય વેદાંતનો છે. વેદાંતને કેન્દ્રમાં રાખીને જ્ઞાનની વાતો, વૈરાગ્યનો ઉપદેશ, ભક્તિનો બોધ, બ્રહ્માનુંભ વગેરે વિષયો એમની કવિતામાં આલેખાયા છે. એમનાં પ્રકાશિત પદોની સંખ્યા ૫૦૦ ઉપરાંત છે. પ્રીતમે વિશાળ સંખ્યામાં જ્ઞાનવૈરાગ્યનાં પદો લખેલાં છે. તેમનાં આ પદોમાંથી સંસારની માયામાંથી મુક્તિ, સદ્ગુરચરણસેવન, સંતનો સમાગમ અને ઈશ્વરાભિમુખ બનવાનો ઉપદેશ છે. તેમણે સહજ દૃષ્ટાંતો આપ્યાં છે. રૂપકો પ્રયોજ્યાં છે. એમની વાણી સાદી, સરળ અને તળપદી છે. એમનું અત્યંત જાણીતું પદ છે ‘હરિનો મારગ છે શૂરાનો. આ પદમાં ભક્તિનો મહિમા આલેખાયો છે. પ્રીતમનો જે સમય છે તે ગાળામાં ઈશ્વરભક્તિનો મહિમા હતો. ધર્મભાવનાના સૂત્રે સમાજ - ૧૫૫ ૨ 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S, સુગઠિત રહ્યો હતો. કૃષ્ણ અને રામને કેન્દ્રમાં રાખીને પદોની રચના થઈ છે. હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જો ને, પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને. આ પદમાં કવિએ હરિ-ઈશ્વરને પામવાના માર્ગની વાત કરી છે. ઈશ્વરને મેળવવાનો માર્ગ કેવો છે તો કવિ કહે છે, જેમ રણમાં યોદ્ધો લડવા માટે જાય અને છ તની અપેક્ષા રાખે તેમ ઈશ્વરને મેળવવા છે. તેમાં કોઈ કાચા-પોચા, કાયર કે નિર્બળ માણસનું કામ નથી. એટલે કવિ પ્રીતમ પહેલા મસ્તક મૂકવાની વાત કરે છે, તો જ ઈશ્વરપ્રાપ્તિ થાય. સુત વિત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જો ને, સિંધુ મધ્યે મોતી લેવા, માંહિ પડ્યા મરજીવા જો ને. આ પદમાં કવિ સમર્પણભાવની વાત કરે છે. પુત્ર, ધન, પત્ની, શીશ આ બધાંનું સમર્પણ જોઈએ. ઈશ્વરભક્તિ સમર્પણ માંગે છે, માટે જ સંસારની કોઈ માયા કે મોહ ન રાખવો. આ સમર્પણભાવ આવે તો જ હરિરસ પી શકાય. જેમ મરજીવો દરિયામાંથી મોતી કાઢવાનું કામ કરે છે તેમ સમુદ્રમાં તે મોતી મેળવવા માટે મરણિયો થાય છે. મરજીવા જ જાણે છે કે દરિયામાંથી મોતી મેળવવાં કેટલાં મુશ્કેલ છે. મરણ આગમેં ભરે તે મૂઠી, દિલની દુગ્ધા વામે જો ને, તીરે ઊભા જુવે તમાસો, તે કોડી નવ પામે જો ને. જેમ આગમાં ફસાયેલ વ્યક્તિ મૂઠી વાળીને દોડે છે. મરજીવાને મન મોતી મહત્ત્વનું છે. સુંદર સ્ત્રીને જંજાળ વળગેલી હોય છે, તેના જીવનમાં પારાવાર મુશ્કેલીઓ હોય છે, તેમ છતાં તે સંસારને ચલાવે છે. સંસારના કિનારે ઊભેલ વ્યક્તિ હોય કે દરિયાકિનારે ઊભેલ વ્યક્તિ હોય, તે માત્ર તમાશો જ જુએ છે. તે કોઈ વસ્તુને પામી શકતો નથી. કંઈક મેળવવા માટે કંઈક સમર્પિત કરવું પડે છે. માત્ર તમાશા જોનારને કોડી જેટલું પણ મળતું નથી. પ્રેમપંથ પાવકની જવાળા, ભાગી પાછા ભાગે જો ને, માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહીં હેલ જો ને. જે ઈશ્વરના રસ્તે આપણે ગયા તે પાવન કરનારો છે. એમાંથી હવે પાછા હઠી શકાય તેમ નથી. જેમ નર્મદ કહે છે કે, 'ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું તેમ એક વખત ઈશ્વરમાર્ગ ગ્રહણ કર્યો પછી પાછા ફરવાની વાત નથી. ત્યાગની ૧૫૬

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121