Book Title: Gyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

Previous | Next

Page 82
________________ S૦૦૦૦૦૦૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES, SSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 સાથે સંબંધ ધરાવે છે" એ રીતે અહીં બારમાસીમાં ભારતીય યોગસાધના ક્રિયા ઉપરાંત ભારતીય તત્ત્વદર્શન પણ સ્થાન પામેલ છે એમ કહી શકાય. યોગસાધના ક્રિયા અને ભારતીય તત્ત્વદર્શન-નિરૂપણને કારણે આ બારમાસી જ્ઞાનમાર્ગી પરંપરાની બારમાસીનું સ્થાન પ્રાપ્ત કરે છે, પરંતુ સાથે સાથે અહીં પ્રેમની ખુમારીથી પરમતત્વ પરત્વે ગોપીભાવ અનુભવવાની વિગતો સ્થાન પામી છે. ઉપરાંત, પ્રિયતમ પાસે સાક્ષાત્ પ્રત્યક્ષ સેવાશ્રષામાં હાજર રહેલ છે એ નિરૂપણ તથા પ્રિયતમના રંગે રંગાઈ જવાની-એમાં એકાકાર, એકરસ થઈ ગયાની અનુભૂતિનું પણ આલેખન થયેલું છે. આવાં બધાં આલેખનોને કારણે આ બારમાસીને પ્રેમલક્ષણા ભક્તિમાર્ગનું પરિમાણ પણ પ્રાપ્ત થાય છે. બીજી રીતે જોઈએ તો ચોથા ચક્રમાં નિર્ગુણ-સગુણ ભેદો નાશ પામે છે. એટલે અહીં એ રીતે પણ બન્ને માર્ગનું નિરૂપણ ઉચિત રીતે થયું છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંદર્ભે જોઈએ તો આ બારમાસી સ્વરૂપની રચના અને એના રચયિતા કાયમુદીન ચિશ્તી અખો, ભોજ, બાપુસાહેબ વસ્તો અને કેવળપુરી જેવા મધ્યકાલીન પરંપરાના માત્ર જ્ઞાનમાર્ગી કવિઓની સાથે નહીં, પણ એમાં નરસિંહ, મીરા અને દયારામ આદિમાં નિરૂપાયેલ જ્ઞાનમાર્ગ તેમ જ પ્રેમલક્ષણા ભક્તિનું દર્શન પણ થાય છે. આમ મધ્યકાલીન ગુજરાતની જ્ઞાનમાર્ગી અને પ્રેમભક્તિમાર્ગી એમ બન્ને પરંપરા આ બારમાસી રચનામાં સ્થાન પામી છે. એ રીતે એ વિશિષ્ટ રૂપની છે. ભારતીય સંદર્ભે જોઈએ તો અહીં સુરદાસકબીરની પરંપરાનું અનુસંધાન દષ્ટિગોચર થાય છે. આ મુસ્લિમ ઉપદેશક સંત પોતાની રચનામાં અર્થપૂર્ણ રીતે આવી ભારતીય યોગસાધનાની ક્રિયાને અનુસરે, ભારતીય તત્ત્વદર્શનને અને પ્રેમલક્ષણા ભક્તિભાવનાને હૃદયસ્પર્શી અભિવ્યક્તિ અપને પ્રયોજે છે. મુસ્લિમ મહિનાઓના નામને બદલે ભારતીય મહિનાઓના નામનો વિનિયોગ કર્યો એ કારણે મધ્યકાલીન ભારતીય પરંપરાના આ બારમાસી રચના અને તેના રચયિતા મહત્ત્વનાં સ્થાન અને માનના અધિકારી બને છે. (રાજકોટસ્થિત ડૉ. બળવંત જાનીએ નોર્થ ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ઉપકુલપતિરૂપે સેવા આપેલ છે. ઑલ ઇન્ડિયા ટીચર્સ કાઉન્સિલમાં અધ્યક્ષપદે ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં સેવા આપેલ છે. લેખક-સંશોધક છે. દેશ-વિદેશમાં તેમનાં સફળ પ્રવચનો યોજાય છે) * > ૧૫૩ પ્રિતમનાં કાવ્યોમાં આત્મચિંતન પરથમ પહેલું મસ્તક મૂકી..... ડૉ. નલિની દેસાઈ ઈ.સ. ૧૪૫૦થી ૧૮૫૦ સુધીનો સમય આશરે ચાર શતાબ્દીનો ગાળો એટલે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ. આદિકવિ નરસિંહ મહેતાની પૂર્વે જે સાહિત્ય રચાયું તે પ્રાચીન ગુજરાતી કે મારગુર્જર સાહિત્ય કહી શકાય. ગુજરાતી રાજસ્થાનની સહિયારી મૂડી. એ સમયે ઉત્તર ભારત અને પછી બાકીના ભારત પર તુર્કો અને મુસ્લિમ ધર્મ પાળતા પરદેશીઓનો ઉદય થતાં ભારતીય સમાજમાં અનેકાનેક ધાર્મિક, સામાજિક પ્રશ્નો ઊભા થાય ત્યારે ભારતીય માનસને અને સંસ્કારિતાને પોષવાનું અને એને અભિવ્યક્ત કરવાનું કામ ભારતીય ભાષાઓએ નવેસરથી ઉપાડી લીધું. ઈસુની બારમી સદીમાં આચાર્ય કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સિદ્ધહેમ'ની રચના કરી. ૧૮૫૨માં દયારામનું અવસાન થયું. આ સમયગાળાને વિદ્વાનોએ

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121