Book Title: Gyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan Author(s): Gunvant Barvalia Publisher: Arham Spiritual CentrePage 66
________________ S૦૦૦૦૦૦૦- આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESS SS જિયાં રે જોઉં તિયાં નર જીવતા, મરેલા ન મળે કોઈ, પણ મરેલાને જે મરેલા મળે, તો એને આવાગમન નો હોય.. મદું પડ્યું મેદાનમાં, કોઈના કન્યામાં ન આવે. કામ ક્રોધ ને ઈર્ષા, ઈ તો ત્રણેને ખાઈ જાવે.... જિયાં રે જોઉં તિયાં... મડદાનો ખેલ મેદાનમાં, એને કોઈ રતિભાર ચાખે, એક રે અક્ષરનો અનુભવ કરી, એને રૂદિયામાં રાખે. જિયાં રે જોઉં તિયાં... જીવતા માણસને જોખમ ઘણાં, મરેલાને કોણ મારે ? જોખો મટી ગયો એના જીવનો, ઈ તો આવતા જમ પાછા વાળે... જિયાં રે જોઉં તિયાં... મન રે મારીને મેંદો કરે, ગાળીને કરે એનો ગોળો, ભૂતનાથ ચરણે અખૈયો જાણે, જેણે લીધો સંતનો ઓળો... જિયાં રે જોઉં તિયાં... દશે ઇન્દ્રિયો ધરાવતું શરીર એ નગર છે જેમાં શેઠ તરીકે, માલિક તરીકે આત્મા બિરાજે છે, પણ વેપાર કરે છે એનું વાણોતર મન. મન પોતે ભૂલી જાય છે કે એનો માલિક કોઈક બીજો છે. એ તો ભ્રમણામાં જ છે કે આ નગરનો ધણી હું છું. પરંપરાથી ચાલી આવતી ગૂઢ રહસ્યવાણીની પરભિાષા લઈને અક્કલદાસજીએ આ ભજનમાં શરીરની અંદર ધ્રુવ તારાની જેમ અવિચળ-સ્થિર રહેલી આત્મજ્યોતિ ધ્રુવ દીપકની આજુબાજુ જે રહસ્યમય ગૂઢ-ગુપ્ત આંતરિક રચના છે એની વાત કરી છે. પાંચ તત્ત્વ, ત્રણ ગુણ, પચીસ પ્રકૃતિ, સાત ધાતુ, ધૂળ, સૂક્ષ્મ ને કારણ એવા ત્રણ દેહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ જેવા પંચ વિષય, શરીરનાં નવ દ્વાર ને દસમું બ્રહ્મરંધ, ઇડા-પિંગલા ને સુખમણા નામે ત્રણ મુખ્ય નાડીઓ અને એનાથી બંધાયેલા આ પિંડનું જીવનતત્ત્વ-ચેતનતત્ત્વ એ આત્માની વેદાન્તી પરિભાષામાં ઓળખાણ કરાવતું આ ભજન ‘મારા રામ પ્રાણિયા રે, તારો શેઠ નગરમાં છે...' એક-બે ભજનસંગ્રહોમાં અક્કલદાસને નામ અને એક-બે ભજનસંગ્રહોમાં ભવાનીદાસને નામે મળે છે. એમાં પાઠાંતરો પણ ખૂબ થયા છે. -૧૨૧ - 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S મારા રામ પ્રાણિયા રે, મારા પ્રેમ પ્રાણિયા રે, તારો શેઠ નગરમાં છે, તારો ભવસાગરમાં છે, મારા પ્રેમી પ્રાણિયા રે, તારો ધણી નગરમાં છે, દશ દરવાજે હાટ હવેલી, ધરું દીપક માંય દરિયા, નવસો નવાણું નદી નાળવાં, દિલ ભીતરમાંય દરિયા... દશ દરવાજા, લાખો ખડકી, પચાસ કરોડ માંચ પ્રેમી રે, અરબત પરબત વસે અવલિયા, લાખું છે માંય નીમાધારી રે... અઢારભાર વનસ્પતિ મોરી, દાડમ લીંબુ એમાં લટકે, ચંદ્રમાંથી તેજ અપાયા, જળહળ હીરલા ઝળકે... તેંત્રીસી કરોડની દેવ કચેરી, સોળ પુરુષમાંય સાચા રે, અનહદ હંસો માંય તાલ મિલાવે, નવસો પાતર નાચે રે... હાથ ગાંધીને હીરલો લાધ્યો, મહાજન મનમાં મોયાં રે, પારખનારા રતન પારખં, જોનારા ને જડશે રે... માલ ધન ને ખૂટે મૂડી, વીરા વિપત નહીં વળશે રે, સિદ્ધા અક્કલદાસ ભીમને ચરણે, મથનારાને મળશે રે... સૌરાષ્ટ્રના સંતસાહિત્યમાં કેટલાંક રાજકુટુંબોએ પણ ભક્તિ-જ્ઞાનની સરવાણીઓ વહાવી છે, જેમાં પ્રાંગધ્રાના ઝાલા રાજવી અમરસિંહજીનું નામ મોખરાનું છે. જીવને અને જગતને વૈરાગ્યનો ઉપદેશ આપનારા રાજવી અમરસિંહજી ઈ.સ. ૧૮૦૪થી ૧૮૪૩ સુધી ધ્રાંગધ્રાની ગાદીએ રાજ્ય કરતા હતા. ધ્રાંગધ્રામાં રાજમહેલ નામે ઓળખાતું મંદિર તેમણે બંધાવેલું.. જાવું છે નીરવાણી, આત્માની કરી લે ઓળખાણી, રામ ચેતનહારા, ચેતીને ચાલો જીવ; જાવું છે નીરવાણી રે.. માટી ભેળી માટી થાશે, પાણી ભેળું પાણી રે, કાચી કાયા તારી કામ ન આવે, થાશે ધૂળ ને ધાણી... - રામ ચેતનહારા... રાજા જાશે, પ્રજા જાશે, જાશે રૂપાળી રાણી રે, ઇન્દ્રના ઇન્દ્રાસન જાશે, બ્રહ્મા ને બ્રહ્માણી... રામ ચેતનહારા... ચૌદ ચોકડીનું રાજ જેને, ધરે મંદોદરી રાણી રે, કનક કોટ ને સમદર ખાઈ, એની ભોમકા ભેળાણી... રામ ચેતનહારા...Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121