Book Title: Gyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

Previous | Next

Page 73
________________ 5. આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 જીવન સમર્પણ કર્યું છે એવા સંસારથી વિરક્તચિત્ત, સંસારસાગર તરવાના ઇચ્છુક જીવાત્માઓ આ ભરતભૂમિને શોભાવી રહ્યા હતા. તેવા વાતાવરણમાં બાહ્ય ત્યાગને અંતર્વાંગરૂપે પલટાવી, પરમાર્થમાં મગ્ન રહેવામાં મદદરૂપ થાય, ભવિષ્યમાં પણ મોક્ષમાર્ગે આગળ વધવા દીવાદાંડીરૂપે માર્ગદર્શક નીવડે તેવા વિશાળ આશયથી શ્રી પૂજ્યપાદસ્વામીએ ‘“સમાધિ શતક”ની રચના કરી છે. ૧૦૬ ગાથાની આ રચનામાં આત્મા વિશે ઘણીબધી વાતો કરવામાં આવી છે. સમાધિ શતકમાં આત્મચિંતન મૂળ રચના સંસ્કૃતમાં થયેલી છે, જ્યારે તેનો ગુજરાતી અનુવાદ સાક્ષર મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ સં. ૧૯૪૭માં કરેલો છે. : બહિરત્ન પરચેતિ ત્રિધાત્મા સર્વદેહિયુ । ઉપેયાત્તત્ર પરમં મધ્યોપાયાદ્ બહિસ્યજેત્ ॥૪॥ બહિરાત્મા શરીરરાદૌ, જાતાત્મભ્રાન્તિરાન્તર ચિત્તદોષાત્મવિભ્રાન્તિ પરમાત્માઽતિનિર્મલ ।।૫।। । : નિર્મલઃ કેવલઃ શુદ્ધો વિવિક્તઃ પ્રભુર વ્યયઃ ।। પરમેહી પરાત્મકી પરમાત્મારો જિનઃ ॥૬॥ હવે આ શ્લોકોના અર્થ જોઈએ તો સર્વ પ્રાણીઓમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એમ ત્રણ પ્રકારે દેહથી ભિન્ન એવો આત્મા હોય છે. તેમાં અંતરાત્મા વડે પરમાત્માને પ્રાપ્ત કરવો અને અંતરાત્મા થઈને બહિરાત્માને તજવો. સર્વજ્ઞ પણ પહેલા તો બહિરાત્મા અને અંતરાત્મા હતા તેથી ઘીના ઘડાની જેમ ઘી ભરેલું ન હોય તોપણ ઘીનો ઘડો કહેવાય તેમ સર્વજ્ઞ બહિરાત્મા કહેવાય. પરમાત્મા થનાર હોવાથી અંતરાત્મામાં પરમાત્માપણું કહેવાય એમ ત્રણ પ્રકારે આત્મા કહી શકાય. આખી રચનામાં ત્રણ ભેદે આત્માનું સ્વરૂપ વર્ણવ્યું છે, પણ કુશળ કારીગરની જેમ બહિરાત્મા વર્ણન વખતે અન્ય શક્તિરૂપે રહ્યા છે તે લક્ષ રાખી, પરમાત્મસ્વરૂપ કે અંતરાત્મસ્વરૂપના વર્ણનમાં પણ તેવું જ લક્ષ વાંચનારને રહે અને પૂર્વના દોષથી કે પ્રમાદથી અંતરાત્મપણું છૂટી જઈ બહિરાત્મપણું જીવ પામી જાય તેવો સંભવ જણાવી ગ્રંથકાર અભ્યાસીને વારંવાર ચેતાવતા રહે છે. (પાંચમા) બીજા શ્લોકમાં આત્માની ત્રણે દશાનાં લક્ષણ દર્શાવતાં ગ્રંથકાર કહે છે કે અનાદિકાળથી જીવને કર્મનો સંબંધ છે. કર્મના યોગે દેહનો સંબંધ પ્રાપ્ત ૧૩૫ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન © થાયક છે. દેહ ઇન્દ્રિય સહિત હોય છે તથા ઐહિક સુખ-દુ:ખ ભોગવવા ઇન્દ્રિયોનો ભોગવટો થવાથી તથા તેના દ્વારા પ્રગટ થવાથી જીવ તે રૂપે અનાદિકાળથી પોતાને માનતો આવ્યો છે. આમ જીવ પોતાને અને પોતાના નહિ એવાં બીજાં દ્રવ્યને સ્વપણે માને છે તે માન્યતામાં જ સંસાર છે, અજ્ઞાન છે, તે જ જન્મ-મરણનું મૂળ છે, ચાર ગતિના હેતુરૂપ છે. તે જ દેહ, દેહના વિકાર, પુત્ર, પિતા, શત્રુ કે મિત્રાદિ ભાવકલ્પનાના હેતુ છે તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે. આમ શરીરાદિને પોતાનું સ્વરૂપ માનવાની ભ્રાંતિ છે ત્યાં સુધી બહિરાત્મદશા પ્રવર્તે છે. સદ્ગુયોગે, સત્સંગ આદિથી સદ્બોધ અને પોતાના સ્વરૂપનો બોધ સાંભળવા મળતાં આત્મા વિષેની ભ્રાંતિ ટળી જાય છે. દેહને, વચનને, ઇન્દ્રિયોને, મનને તેમ જ રાગ-દ્વેષ આદિ કર્મનાં પરિણામોને પરરૂપ, દોષરૂપ જાણે, તેને સ્વીકારે અને શુદ્ધ સ્વરૂપ સમજાતાં તેની ભાવના કરતાં અનુભવમાં આવે છે ત્યારે અંતરાત્મદશા પ્રગટે. આવો અંતરાત્મા જ્યારે ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાય નિવારવાનો પુરુષાર્થ કરે છે અને શુદ્ધ સ્વરૂપના ધ્યાનના બળે ચાર ઘાતીકર્મોનો ક્ષય કરી તે અત્યંત નિર્મળ બને છે જેને કેવળી અથવા દેહી પરમાત્મા કહેવાય છે અને આયુષ્ય પૂર્ણ થયે બાકીનાં ચાર કર્મો છૂટી જતાં વિદેહી, સિદ્ધ પરમાત્મા મોક્ષમાં બિરાજે છે. (છઠ્ઠી) ત્રીજી ગાથામાં પરમાત્મદશાનું કીર્તન કરતાં કહે છે કે જેના અંતર ગમલરૂપ ક્રોધ, માન, માયા, લોભ, મિથ્યાત્વ, રતિ, અરતિ, અવિરતિ આદિ દૂર થયાં છે તથા કર્મ, દેહ આદિ બાહ્ય મળ ટળ્યા છે એવા ભગવાન નિર્મળ કહેવાય છે. વિભાવરૂપી અશુદ્ધતા જેની ટળી છે, દ્રવ્યકર્મ-ભાવકર્મ અને નોકર્મથી રહિત થયા છે તે પરમશુદ્ધ છે. પ્રભુ એટલે સામર્થ્યવાળા, ઇંદ્રાદિના સ્વામી, સંસારદશામાં જે ચાર ગતિ કરતા હતા તે હવે સર્વ શક્તિ પોતાનામાં સમાવી કેવળ જ્ઞાન-દર્શન, અનંત સુખ-વીર્યાદિ સામર્થ્યના સ્વામી બન્યા છે. જેમનામાં અનંત ગુણો પ્રગટચા છે તે ત્રણે કાળ રહેવાના હોવાથી તે અવ્યયરૂપ ગણાય છે. વળી શરીરાદિ નાશવંત વસ્તુઓનો જેને આત્યાંતિક વિયોગ થયેલો છે, આથી તેઓ વ્યવહારે નાશ ન પામવાના હોવાથી તેઓ અવ્યય કે અક્ષય ભગવંત ગણાય છે. આમ સિદ્ધની ભક્તિ કરી ૭થી ૧૬ નંબરના શ્લોકમાં ગ્રંથકાર બરિરાત્મદશાનું દશ શ્લોકમાં વર્ણન કરે છે – ૧૩૬

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121