Book Title: Gyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

Previous | Next

Page 72
________________ GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 5555555 પૂ. પૂજ્યપાદસ્વામીનાં કાવ્યોમાં આત્મચિંતન 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S ૧૫ વર્ષની લઘુ વયે દિગંબર જૈન દીક્ષા લઈ કઠિનમાં કઠિન તપશ્ચર્યા કરી અનેક સિદ્ધિઓના સ્વામી બન્યા હતા. મહર્ષિઓમાં પણ તે સર્વોપરી રત્નત્રયધારક હતા. તેમણે વૈદક, રસાયણ, વ્યાકરણ, ન્યાય, સિદ્ધાંત આદિ અનેક વિષયો પર શાસ્ત્રો રચ્યાં છે. મહાન દાર્શનિક હોવાની સાથે ધુરંધર કવિ, સાતિશય યોગી અને સેવાપરાયણ હતા. તેઓ કર્ણાટક દેશના નિવાસી હતા. કન્નડ ગ્રંથો "પૂજ્યપાદ ચરિતે” તથા “રાજવલી કથે'માં તેમના પિતાનું નામ માધવ ભટ્ટ તથા માતાનું નામ શ્રદિવી જણાવ્યું છે. તેઓ બ્રાહ્મણ કુળમાં જન્મેલા છે એમ લખ્યું છે. તેમની અસાધારણ વિદ્વત્તાને કારણે વિદ્વાનોએ તેમને “વિશ્વવિદ્યાભરણ' તથા જિનેન્દ્રબુદ્ધિ” જેવાં મહત્ત્વપૂર્ણ વિશેષણોથી નવાજ્યા છે. તેમનું બીજું નામ દેવાનંદી પણ હતું. તેમનું પૂર્ણ આયુષ્ય ૭૧ વર્ષ, ૬ માસ અને ૨૧ દિવસનું હતું. અનશન તપની ઉત્કૃષ્ટ આરાધના સાથે તેઓએ સમાધિમરણ પ્રાપ્ત કરેલ. વિશિષ્ટ ઘટનાઓ - ૧) વિદેહગમન ૨) તપને કારણે આંખનું તેજ નાશ પામેલું પરંતુ “શાન્યષ્ટક"ના પાઠથી ફરી દેખતા થયા ૩) દેવતાઓએ તેમનાં ચરણોની પૂજા કરેલી તેથી પૂજ્યપાદ કહેવાયા ૪) ઔષધિઋદ્ધિની પ્રાપ્તિ ૫) તેમના પગ ધોયેલા પાણીથી લોટું સુવર્ણમાં પરિવર્તિત થયેલ. રચના – “શબ્દાર્ણવ", "જેનેન્દ્ર વ્યાકરણ”, “ઈટોપદેશ”, “સમાધિ શતક', સિદ્ધ ભક્તિ", તત્ત્વાર્થસૂત્રની ટીકા “તત્ત્વાર્થ વૃત્તિ” વગેરે રચનાઓ કરી છે. કર્ણાટકના ઘણાખરા પ્રાચીન કવિઓ તથા આઠમી-નવમી-દસમી સદીના વિદ્વાનોએ મુક્તકંઠે તેમની પ્રશંસા કરી પોતાના ગ્રંથોમાં ભારે ભક્તિ-શ્રદ્ધા સાથે તેમનું સ્મરણ કર્યું છે. તેમનાં લેખનની સ્પષ્ટ છાયા શ્રી શુભચંદ્રાચાર્યના “જ્ઞાનાર્ણવ” ગ્રંથમાં, શ્રી આનંદઘનજીના ચોવીસ જિન સ્તવનમાંથી “સુમતિનાથ" સ્તવનમાં તથા શ્રી યશોવિજયજીના દોહરાઓમાં આત્મચિંતન નજરે ચડે છે. હિંદુ ધર્મના મહાભારતમાંથી ઉદ્ધત શ્રી ભગવદ્ગીતામાં પણ સમાધિ શતકની છાયા સ્પષ્ટ જણાય છે. સમાધિ શતક' વિશે થોડુંક આ ગ્રંથ ઘણો ગહન અને આત્માના રહસ્યનું ઉદ્ઘાટન કરનાર હોવાથી તેમ જ પ્રાચીન હોવાથી ઉત્તમ ગણાતા ગ્રંથકારોના લેખોમાં તેની છાયા સુજ્ઞ વાચકોને સ્પષ્ટ જણાઈ આવે છે. ઉત્તમ કાળના નિકટવર્તી દુષમ કાળમાં જે વખતે અનેક વૃદ્ધિધારી, અવધિજ્ઞાની મહાત્માઓ વિચરતા હતા તેમ જ તેમની આજ્ઞામાં જેમણે ૧૩૪ a પારુલબેન બી. ગાંધી આ આત્મા જ્ઞાનપ્રકાશરૂપ છે, કર્મસંબંધથી શરીર ધારણ કરે છે, પરંતુ ધ્યાનરૂપ અગ્નિથી કર્મોનું દહન થાય ત્યારે સિદ્ધાત્મા બને છે. કપાય અને ઇન્દ્રિયોથી જિતાયેલો આત્મા તે જ સંસાર છે અને ઉભયને જીતનાર આત્માને પંડિતો મોક્ષ કહે છે." યોગશાસ્ત્ર-(શ્રીમદ્દ હેમચંદ્રસૂરિજી) આત્મા વિશે ઘણા કવિઓએ લખ્યું છે. આત્માનો વિષય ગહન અને સૂક્ષ્મતાપૂર્ણ છે. જૈન કવિઓએ પોતાની કાવ્યરચનાઓમાં આ વિષય વિશે ઘણું ખેડાણ કર્યું છે. આવા કવિઓમાં શ્રી પૂજ્યપાદસ્વામીની રચનાઓ નોંધપાત્ર છે. “સમાધિ શતક'માં આત્માનું સ્વરૂપ તેમણે ખૂબ સુંદર રીતે વર્ણવ્યું છે. શ્રી પૂજ્યપાદસ્વામીનો સંક્ષિપ્ત પરિચય બાળબ્રહ્મચારી શ્રી પૂજ્યપાદસ્વામીનો જન્મ વિ.સં. ૨૮૧માં થયો હતો.

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121