Book Title: Gyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan Author(s): Gunvant Barvalia Publisher: Arham Spiritual CentrePage 70
________________ 992 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 6 બહુ પુણ્યના યોગથી છવ મનુષ્યભવ પામે છે. ત્રસ પર્યાયમાં આવેલ જીવને ૪૮ ભવ મનુષ્યના મળે છે. તેમાંથી મોટા ભાગના ( ભાગના) ભોગભૂમિમાં જન્મ મળે છે કે જ્યાં ધર્મ કરવાની અનુકૂળતા નથી. ૧૫ કે ૧૬ જેટલા ભવ કર્મભૂમિમાં મળે. કર્મભૂમિમાં પણ પાંચ અનાર્ય ખંડ અને એક આર્ય ખંડ હોય છે. પાંચ અનાર્ય ખંડમાં જન્મ થાય ત્યારે એક વાર આર્ય ખંડમાં જન્મ મળે. આજની દુનિયા આર્ય ખંડમાં ગણાય છે. આર્ય ખંડમાં ત્રણ-ચાર જેટલા મનુષ્યભવ મળે. તેમાં પણ આર્યદેશ, ઉત્તમ કુળ, ઇન્દ્રિયોની પૂર્ણતા, શુભ આજીવિકા, સત્સંગનો યોગ, ધર્મમાં શ્રદ્ધા અને આચરણ ઉત્તરોત્તર દુર્લભ છે. શ્રી હુકમચંદજી ભારિલ્લ જણાવે છે, “નરદેહ, ઉત્તમ દેશ, પૂરણ આયુ, શુભ આજીવિકા, દુર્વાસનાકી મંદતા, પરિવારકી અનુકૂળતા; સમ્ સજજનોંકી સંગતિ, સધર્મકી આરાધના, હૈ ઉત્તરોત્તર મહાદુર્લભ આત્માની સાધના.” ભોજન, પારાક, ધાન્ય, ધુત, રત્ન, સ્વપ્ન, રાધાવેધ, કાચબો, યુગ, પરમાણુ વગેરે દશ દૃષ્ટાંતો દ્વારા મનુષ્યભવની દુર્લભતા બતાવવામાં આવી છે. અવસર પાય વિષયરસ રાચત, તે તો મૂઢ કહાયા રે; કાગ ઉડાવણ કાજ વિપ્ર જિમ, ડાર મણિ પછતાયા રે. ૨ | મનુષ્ય જન્મ દુર્લભ હૈ, હોઈ ન બારંબાર, પાકા ફલ જા ગિરિ પરા બહુરિ ન લાગેં ડાર.” ઉત્તમ અને દુર્લભ માનવભવને પ્રાપ્ત કરીને મૂઢ મનુષ્યો વિષયાસક્તિ, નિદ્રા, આહાર, મોજશોખ, વિકથા તેમ જ રંગરાગમાં આવું વ્યતીત કરી નાખે છે અને અધોગતિમાં ચાલ્યા જાય છે. ટીક ટીક કરતી ઘડી સભીકો માનો યહ સીખલાતી હૈ, કરના હૈ સો જલદી કર લો, ઘડી બીતતી જાતી હૈ.' અવસર પામી આળસ કરશે, તે મુરખમાં પહેલોજી, ભૂખ્યાને જેમ ઘેબર દેતાં, હાથ ન માંડે ઘેલો'. સ્પર્શેન્દ્રિયમાં લુબ્ધ થવાથી હાથી, રસનેન્દ્રિયમાં મગ્ન થવાથી માછલી, ધ્રાણેન્દ્રિયમાં લુબ્ધ થવાથી ભમરો, ચક્ષુરિન્દ્રિયમાં લુબ્ધ થવાથી પતંગિયું અને શ્રોતેન્દ્રિયને વશ થવાથી હરણ વિનાશને પ્રાપ્ત થાય છે તો પાંચેય ઇન્દ્રિયોને વશ થનારા ૧૨૯ - 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S મનુષ્યની શી દશા થાય ? ‘શ્રી આત્માનુશાસન' ગ્રંથમાં તો કહ્યું છે કે અંધ મનુષ્ય તો નેત્રથી દેખી શકતો નથી, પણ વિષયાંધ મનુષ્ય કોઈ પ્રકારે દેખી શકતો નથી, એટલે તે મહાઅંધ છે. શ્રી શંકારાચાર્યજીએ કહ્યું છે 'बद्धो हि को? यो विषयानुरागी । का वा बिमुक्तिः? विषये विरक्तिः।' “भोगा न भोक्ताः वयमेव भुक्ताः तपो न तप्तं वयमेव तप्ताः । कालो न यातः वयमव याताः तृष्णा न जीर्णा वयमेव जीर्णा ॥ ખરેખર તો ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત સુખ-દુઃખ જ કરે છે. શ્રી કુંદકુંદાચાર્ય ‘પ્રવચનસાર’ની ૭૬મી ગાથામાં કહે છે, “પરયુક્ત બાધાસહિત ખંડિત, બંધકારણ વિષમ છે; જે ઇન્દ્રિયોથી લબ્ધ તે સુખ, એ રીતે દુઃખ જ ખરે !” જેમ અજ્ઞાની વિપ્ર કાગડાને ઉડાડવા માટે ઉત્તમ મણિને પથ્થર સમજીને ફેંકી દે છે અને અંતે પસ્તાય છે તેમ અજ્ઞાની જીવો ઉત્તમ માનવભવને વિષય-કષાય, આરંભપરિગ્રહમાં વેડફી નાખે છે અને દુર્ગતિમાં જઈને પસ્તાવો કરે છે. નદી ઘોલ પાષાણ ન્યાય કર, અર્ધ વાટ તો આયા રે; અર્ધ સુગમ આગે રહી તિનકું, જિને કછુ મોહ ઘટાયા રે ||૩|| નદીના પ્રવાહથી પર્વત તૂટીને પાષાણ બને છે અને ઘસડાતાંઘસડાતાં આગળ વધે છે, તેમ હે જીવ! પૂર્વપુણ્યના ઉદયથી માનવભવ, ઉત્તમ કુળ, સત્સંગનો યોગ આદિ દુર્લભ સામગ્રી તને મળી છે. “શ્રી પવનંદિપંચવિંશતિ' ગ્રંથમાં કહ્યું છે કે જેવી રીતે અંધ મનુષ્યના હાથમાં બટેર પક્ષીનું આવવું દુર્લભ છે તેવી જ રીતે મનુષ્યપર્યાય પ્રાપ્ત થવો અત્યંત દુર્લભ છે. ઉત્તમ સામગ્રી પ્રાપ્ત થઈ છે તો તેની સાર્થકતા મોહને ઘટાડવામાં છે. જાણ્યું તો તેનું ખરું, મોહે નવ લેપાય; સુખ દુઃખ આવે જીવને, હર્ષ શોક નહિ થાય”. કર્મોનો રાજા મોહનીય કર્મ છે. તેની ૨૮ પેટાપ્રકૃતિઓ છે. મોહનીય કર્મના બે પ્રકાર - દર્શનમોહ અને ચારિત્રમોહનીય. કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.” - શ્રી આત્મસિદ્ધિ ચેતના ચાર ગતિ મેં નિશે, મોક્ષદ્વાર એ કાયા રે; કરત કામના સુર પણ યાકી, જિસકું અનર્ગલ માયા રે ||૪|| ૧૩ePage Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121