Book Title: Gyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

Previous | Next

Page 67
________________ S૦૦૦૦૦૦૦- આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESS SS ધ્રુવને અવિચળ પદવી દીધી, દાસ પોતાનો જાણી રે, રાજ અમરસંગ બોલીયા, ઈ અમ્મર રે જો વાણી... રામ ચેતનહારા... જેનો જન્મ થયો એનું મરણ તો નિશ્ચિત છે જ, પણ ‘જાશે જગત, હરિની ભગતિ રે'શે એમ કહીને પ્રભુસ્મરણનો ઉપદેશ આપનારા આપણા લોકસંતોએ જગતના નાશવંત ક્ષણિક સુખને શાશ્વત સુખમાં પલટાવી નાખનાર હરિભક્તનો ખૂબ મહિમા ગાયો છે. માનવજન્મનું મૂલ્ય પારખીને સત્કાર્યો કરી પોતાનું આખયું સુધારી લેવાની ચેતવણી આપતાં અમરસંગ આત્મતત્ત્વની ઓળખાણ કરી લેવાનું સૂચન કરે છે. સરનાં વચનોને પોતાના જીવનમાં ઉતારી આત્મસાધના કરનારા બાપુસાહેબ ભક્તિના કુળને સૌથી મોટું અને શુદ્ધ માને છે અને કહે છે કે ચાર વેદ ભણો, અડસઠ તીરથની યાત્રા કરો, અનાજ-પાણીનો ત્યાગ કરી , રાત-દિવસ યજ્ઞયાગ, ક્રિયાકાંડ, પૂજન-અર્ચન કરો, પણ જો મનનો સંદેહ ન મટે, વાસના નિર્મૂળ ન થાય અને અખંડ આત્માની ઓળખ ન થાય તો બધું જ નકામું. નામ સમજીને બેસી રહીએ રે ભાઈ ! રે, નામ સમજીને બેસી રહીએ... આતમ ચીનીને મગન થઈએ રે ભાઈ ! રે, નામ સમજીને બેસી રહીએ... રામ રહેમાન તમે એક કરી જાણજો, કૃષ્ણ ને કરીમ એક કહીએ; વિષ્ણુ બિસ્મિલ્લામાં ભેદ ના ભાળજો, અલ્લા અલખ એક લહિયે રે... - ભાઈ ! રે, નામ સમજીને બેસી રહીએ... પરવરદિગાર કે પરમેશ્વર બોલો, મૌલા માધવ ગુણ ગાઈએ; હરિ હક્કતાલાનો ભેદ સમજી લ્યો વીરા ! ચોરાશી માર નવ સહીએ રે... - ભાઈ ! રે, નામ સમજીને બેસી રહીએ... ચોખા કે ચાવલ ક્યો, ડાંગર તો એક છે, એવું સમજીને ચેલા થઈએ, બાપુસાહેબ એક પાક હરિ નામ છે, જાણી બ્રહ્મજળમાં નિત નાહીએ રે... - ભાઈ ! રે, નામ સમજીને બેસી રહીએ... આત્મતત્ત્વની ઓળખાણ થઈ જાય પછી ભક્તને મન કોઈ ભેદ ન રહે... નામ જેણે જાણ્યું રે, તે તો વેદ ચારે ભણ્યો એવો ભેદ જેણે જાણ્યો રે, તે તો ખરો તરત બન્યો... - એવું નામ જેણે જાણ્યું... - ૧૨૩ ( % આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન નામ ગુણ ને રૂપનો નાશ, વળી ચોથું પદ અવિનાશ, એ ચોથા પદનો ભેદ જાણ્યો એને કહીએ હરિનો દાસ એવા કરીને નાશ કરમનો રે, સંશય એક પળમાં હણ્યો.. - એવું નામ જેણે જાણ્યું... ગરીબી રાખી તમે ગુરુજીને આહો, કરો શબદનો તોલ, આપણ થકી જો અદકો મળે તો તેનો ધારણ કરજો બોલ ગુરુને સંગે બાપુ રે, અનામી નામ પોતે બન્ય... - એવું નામ જેણે જાયું. જેણે નામને જાણી લીધું એને ધર્મ-પંથ, ન્યાત-જાત, ઊંચા-નીચા, નાનામોટા... એ સર્વે ભેદભાવ મટી જાય. કામ, ક્રોધ, મોહ, મદ જેવા શત્રુઓને મારીને, મનને સ્થિર કરીને, હું અને તું, મારું અને તારું એવી ભ્રમણાનો નાશ કરીને સાચો સંત માનવજાતને આત્માની ઓળખ કરાવે અને ચેતવણી આપે કે, ચેતે તો ચેતાવું ને રે, પામર પ્રાણી ! ચેતે તો ચેતાવું તું ને રે.. શાને કહે છે મારું મારું ? તેમાં નથી કાંઈ તારું, અંતકાળે રેશે ન્યારું રે.. પામર પ્રાણી ! માખીએ મધ ભેળું કીધું, નો ખાધું નો ખાવા દીધું, લૂંટનારે લૂંટી લીધું રે... પામર પ્રાણી! ખોળામાંથી ધન ખોયું, ધૂળથી કપાળ ધોયું, જોરપણું તારું જોયું રે... પામર પ્રાણી ! હજી તારે હાથે બાજી, કરી લે સાહેબ રાજી, હૂંડી તારી થાય તાજી રે... પામર પ્રાણી ! ચેતે તો ચેતાવું તું ને રે... ખંખેરીને હાથ ખાલી, ઊઠીને જાવું છે હાલી, મેલ્ય માથાકૂટ ઠાલી રે... પામર પ્રાણી ! દેહમાંથી ગિયા પછી, તેનો તું માલિક નથી, બાપુ દાસ કહે કથી રે... પામર પ્રાણી ! ચેતે તો ચેતાવું તું ને રે... રામાનુજાચાર્ય, રામાનંદ, રામદાસ, શંકરાચાર્ય, કબીર, રૈદાસ, તુલસી, સૂરદાસ, વલ્લભાચાર્ય, માધવાચાર્ય, ચંડીદાસ, એકનાથ, તુકારામ, ગોરખ, દાદુ, સુંદરદાસ, ૧૨૪

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121