Book Title: Gyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

Previous | Next

Page 61
________________ GSSS૦૬ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 સર્જનાત્મક આધ્યાત્મિકતા (creative spirituality) જોવા મળે છે. કવિનું દર્શન જ્યારે કાવ્યમાં રૂપાંતર પામે છે ત્યારે એ કવિતાનો એક આગવો ધ્વનિ રચે છે. એટલે આ કવિનું કાવ્યસર્જન આગવું અને અનન્ય છે. ગુજરાતી કાવ્યસૃષ્ટિની એક ઉત્તમ સૉનેટમાળા આયુષ્યને અવશેષ'ના પાંચમા સોનેટ ‘જીવનવિલય'ની અંતિમ બે શિરમોર પંક્તિઓ કવિએતના દર્શાવે છે. “ગહન નિધિ હું, મોજું હું, વળી ઘનવર્ષ, અભિનવ સ્વરૂપ પામું હું સદૈવ વિસર્જન.” સતત વિસર્જનની ખેવનાની પાછળ તો અભિનવ સ્વરૂપ માપવાનો તલસાટ છે. અદ્વૈતની આ અનુભૂતિ તેમનાં અનેક કાવ્યોમાં જોવા મળે છે. કવિમાં એક અપૂર્વ સાયુજ્ય સધાયું છે, તે નિતાંત કવિ હોવા ઉપરાંત બૃહત ચેતનાના અન્વેષક રહ્યા છે. તેમનાં કાવ્યોમાં બે પ્રકારની રચનપ્રક્રિયા જોવા મળે છે. કાવ્યક્ષણની ક્ષણે તેમની આધ્યાત્મિક ચેતનાનું સતેજ થવું અને આધ્યાત્મિક શેતાનના ઉત્થાન સમયે કાવ્યક્ષણનું સર્જન થયું. એટલે આ કવિની રચનાઓમાં કોઈ ચોક્કસ પદ્ધતિએ આધ્યાત્મિક અને કાવ્યત્વ જુદું નથી, બલકે બંને એકબીજામાં ઓગળી જતું હોય છે. તેમનાં કાવ્યો અપૂર્વ કાવ્યસૌંદર્યથી મઢેલાં હોય છે. આ કવિ એક રહસ્યવાદી અભિજ્ઞતા સાથે સૂક્ષ્મ-ગૂઢ સંવેદના વણી લે છે. તેથી કાવ્ય વ્યક્તિગત ન રહેતા વૈશ્વિક બને છે, તેથી પણ આગળ સમષ્ટિગત બને છે. એમના હસ્તાક્ષર સમું કાવ્ય “નિરુદ્દેશે' જ લો ને. એમાં આ સર્જનાત્મક અધ્યાત્મ કેવું સક્રિય અને આગવું છે ! “નિરરુદ્દેશે સંસારે મગ મુગ્ધ ભ્રમણ પાંશુ-મિલન વેશે. %આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 20069 એક આનંદના સાગરને જલ જાય સરી મુજ બેડી, હું જ રહું વિલસી સહુ સંગ ને હું જ રહું અવશેષે.” કવિનો વિસર્જન થવા પાછળ કે અવશેષ બની રહેવા માટેનો આ અભિગમ વાસ્તવમાં પરમતત્ત્વના લય સાથે વિલસવું તે છે. આરંભે જ કવિ કહે છે, “પાંશુ-મલિન વેશે” જીવન ભલે ને ડાઘવાળું મેલું હોય, પણ જેવા છીએ, એવા એક યાત્રામાં જોડાયા છીએ. નકાર નહીં, સ્વીકાર. સ્વ સાત સમષ્ટિનો સહજ સ્વીકાર છે. ધરા પરમધામ છે અને તેનો મહિમા છે. જે છે, જેવું છે એનો મહિમા છે. પંચેન્દ્રિયથી પણ એ પામે છે, પરમઆનંદ. રંગ, રૂપનોય મહિમા આ કવિ કરે છે, તે પરમની પ્રાપ્તિ માટે છે. - કવિ અને યોગીની પ્રક્રિયા લગભગ સમાન છે. શ્રી અરવિન્દ એમના કાવ્યવિવેચનના ગ્રંથ ‘ભાવિ કવિતામાં કહ્યું છે, “સઘળું વિસર્જન, તેની અંતરતમ પ્રક્રિયાના રહસ્યમાં જોવા જઈએ તો, એક જાતની અગમ્ય ઘટના છે. એ સર્જનના માત્ર અત્યંત સ્થૂળ અથવા તો યંત્રવત્ અંશનું જ બહુ તો પૃથક્કરણ થઈ શકે. કવિતાની સર્જનાત્મક શક્તિ પણ એમાં અપવાદ નથી. કવિ એક એવો જાદુગર છે કે જે ભાગ્યે જ પોતાના જાદુનું રહસ્ય જાણતો હોય છે. સર્જનમાં તેનું મન આલોચનાત્મક રીતે, રચનાત્મક રીતે જે ભાગ જ્ઞાનપૂર્વક ભજવે છે તે પણ બુદ્ધિ કરતાં સહજપ્રજ્ઞાની ક્રિયા વિશેષ હોય છે. આ અધ્યાત્મશક્તિનો દિવ્ય આવક કવિમાં નિક્ષિપ્ત થતાં તે સર્જન કરે છે, તેનું ચિત્ત એ આધ્યત્મશક્તિની વાહિની અથવા તો કરણ બની રહે છે અને એ સર્જનનો રસાસ્વાદ લેવાનું કાર્ય કવિ પોતે કે બીજાઓ બુદ્ધિક વિવેક દ્વારા નહિ, પણ આધ્યાત્મિક સંવેદન દ્વારા કરે છે." આવી જ એક કાવ્યપ્રક્રિયા રાજેન્દ્ર શાહનાં કાવ્યોમાં સમાયેલી છે. એક કાવ્ય “નવું તારું નામ નીલાંજનાઓમાં આ ઊર્યચેતનાનો અનુભવ કવિ આમ દર્શાવે છે; “સુષુપ્તિનું મન તેજ અંધકાર તણું, જાણે ન સ્વપન, અહીં તવ બોલ, તવ સ્પર્શ, ઋજુ હર્ષ ક ૧૧૨ પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ ત્યાં જ રચું મુજ કેડી, તેજછાયા તણે લોક, પ્રસન્ન વીણા પર પૂરવી છેડી, 111 2

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121