Book Title: Gyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

Previous | Next

Page 60
________________ GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 5555555 રાજેન્દ્ર શાહની કવિતામાં અધ્યાત્મઃ ઉન્મુખ કવિચિત્તનું કાવ્યત્વ S૦૦૦૦૦૦૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES, તેથી આ કવિના ઊર્વાભિમુખ કવિચિત્તમાંથી આકારિત થતી રચનાઓમાં એક શુદ્ધ આધ્યાત્મિક દર્શન પણ વ્યક્ત થાય છે. આ ઊર્મિકવિ ખરેખર તો પ્રેમ, આશા અને શ્રદ્ધાના કવિ છે. ઘણાં કાવ્યોમાં આ કવિ જાણે કાળપ્રવાહની બહારના મનીષી કવિ લાગે છે. એક કાવ્ય “સણની તરલ ભૂમિએ'માં તેનો કાવ્યધ્વનિ સાંભળવા જેવો છે. “કોઈનો પરિહાર નહિ, મન કોઈમાં યે નવ લાગે. નિખિલને અનુરાગે; કર માંહી કંઈ નહિ છતાંય, ન ઉરમાં ઊણપ જાગે; તુંબનો રે તાર વાગે, આવરતા અવકાશને કેવલ વેષે, પગલું મારું જાય રે અસીમ દેશે. કોઈ અનાહત નાદને ઉન્મરો. આનંદ આનંદે નિર્દેશ.' રાગદ્વેષરહિત હોવું એ એક આદર્શ ખરો, પણ તે તો આરંભ છે, મહત્તર યાત્રાનો, આ સીમમાંથી અસીમ તરફ જવા માટેનો. અનાહત નાદનો ઉમેશ એક સાધન છે, પણ સાધ્ય તો આનંદ છે અને તે પણ કોઈ ઉદ્દેશ વિનાનો. પરમતત્વના લયમાં વિલય પામવાની આ આખી પ્રક્રિયા એક પ્રખર આધ્યાત્મિકતાનું કારણ બને છે. બાળપણથી જ એમનું જીવન રાષ્ટ્રીય અને આધ્યાત્મિક ચેતનાના સંપર્શમાં રહ્યું હતું. પતંગ ઉડાવવા અગાશી પર ગયેલો કિશોર રાજેન્દ્ર તો વાસ્તવમાં ઉપર છવાયેલા અસીમ આકાશમાં ખોવાઈ જતો. દેશદાઝ એવી કે કપડવણંજના ટાવર પર ફરતા ધ્વજને ઉતારવા જઈ રહેલા અંગ્રેજ સિપાઈ પહોંચે એ પહેલાં તેને લઈને ટાવર પરથી નીચે કૂદી પડેલા. તત્ત્વજ્ઞાન વિષય સાથે સ્નાતક થયા, પણ શ્રેયસાધક વર્ગની સાધનાનો વારસો મા-બાપે આપેલો. તેથી અજ્ઞેયવાદ, તંત્રદર્શન તેમની કાવ્યપ્રવૃત્તિના મૂળમાં સહજ જોવા મળે છે. પરિષદના પ્રમુખ રહી ચૂકેલા અને જ્ઞાનપીઠ પ્રાપ્ત કરનાર આ કવિ ખરેખર તો પળેપળ કવિ હતા અને અંદરથી જ જીવતા મનીષી હતા. પરંતુ રાજેન્દ્ર શાહનાં કાવ્યોમાં અધ્યાત્મ રૂઢ અર્થમાં નથી. આ અધ્યાત્મ, કવિનું આધ્યાત્મ છે. એક સર્જકનું અધ્યાત્મ છે. એટલે એમનાં કાવ્યમાં ૧૧e 0 રાજેન્દ્ર પટેલ રવીન્દ્રનાથ ટાગોરના કાવ્યસંગ્રહ ‘ગીતાંજલિ’ અને ‘ભાનુસિંહેર પદાવલિ સંદર્ભે રાજેન્દ્રભાઈ એક વિશિષ્ટ નિરીક્ષણ કરતાં કહે છે, “એક ભક્તના પ્રપત્તિયોગનું એમાં આપણને દર્શન થાય છે, પરંતુ ઉમુખ કવિચિત્ત નિજી વ્યક્તિત્વથી પર એવા એક ભાવલોક સાથે અનુસંધાન પામે છે. કોઈ એક નિર્દિષ્ટ ક્ષેત્રમાં વધુ સમય એ નિબદ્ધ રહી શકતું નથી. નિત્ય નૂતન રસાસ્વાદ માટેની હદગત એક આકુલ વૃત્તિ અવસ્થાંતર માટે એને વિવશ બનાવે છે, પરંતુ તે થાય છે સહજ રીતે." નાન્હાલાલ પછીના બીજા મહત્ત્વના ગીત કવિ રાજેન્દ્ર શાહનાં અનેક કાવ્યો વિશે આ જ નિરીક્ષણ લાગુ પડી શકે તેમ છે. એમનાં કાવ્યોમાં મુખ્યત્વે સૌંદર્ય અને પ્રેમતત્વની સાથે શાંતરસ, સમરસ અને સહજરસ પ્રવર્તતા જોવા મળે છે. ૧૦૯

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121