Book Title: Gyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

Previous | Next

Page 51
________________ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 પરમાત્માને બહાર શોધવા પ્રયત્ન કરે છે, પણ પરમાત્માની પ્રાપ્તિ ધ્યાનમાં છે. તેમાં ઉપયોગ સૂક્ષ્મ કરી અંદર વાળવાનો છે. જે આત્માઓ પોતાના હૃદયકમળમાં પરમાત્માને શોધે છે તેઓ જ આત્માના શુદ્ધ સ્વરૂપને પામી શકે છે. જે ધર્મ પામ્યા પછી મિથ્યાત્વ જાય, દેહ અને આત્મામાંથી ‘હું’પણું જાય એ ધર્મ. વીતરાગતા ગ્રહણ કરો તો દેહભાવ ઓગળે. મિથ્યાત્વની ગ્રંથિ પીગળે એ અધ્યાત્મની શરૂઆત છે. અધ્યાત્મ એટલે ભેદજ્ઞાનનો પ્રયોગ. દેહ, ઈન્દ્રિય, શુભાશુભ ભાવો આ બધામાં જુદો મારો આત્મા છે, તે જોનારો અને જાણનારો છે. આવું જુદાપણું વર્તાય, આટલી જાગૃતિ આવે તો મનુષ્યભવ સફળ થાય. આવી જાગૃતિ દ્વારા અંતરંગ પરિણતિ નિર્મળ થાય. આ જાગૃતિ એ મોક્ષમાર્ગ છે. પ્રત્યેક પળે આપણી સાધના, વીતરાગતા, વીતરાગ ભાવ માટે હોવી જોઈએ. એમાં આત્મા જેટલો સ્થિર બને, નિર્લેપ બને એટલું પરમાત્મપદ પ્રાપ્ત કરવું સહેલું થાય. જેની અંદર આત્મા જેટલો ધૈર્ય ભાવ કેળવે કે આખા જતગનું શીર્ષાસન થાય તોપણ એમાં એ દૈટા ભાવ કેળવી રાખે ત્યારે પૂ. આનંદઘજી કહે છે, रात विभावं विलात है हो, उदित सुभाव सुभान सुमता साच मते मिले हो, आए आनंदघन मान । જેમ અંધકારમય રાત્રિ વીતે ત્યાં સૂર્યનો પ્રકાશ આવે જ તેમ િવભાવદશા જ્યારે પૂરી થાય ત્યારે જ્ઞાનમય પ્રકાશ પણ પ્રગટે, સમ્યગ્ દર્શનનો સૂર્યોદય ઝળહળે. સમ્યક્ત્વ પામવા માટે બે ચીજો જરૂરી છે ૧) મિથ્યાત્વનો ઉપશમ ૨) અનંતાનુબંધી કષાયોને તોડવા. મિથ્યાત્વ એટલે બુદ્ધિ પરનો જબરજસ્ત અંધાપો જે એને સમ્યક્ દર્શન પ્રાપ્ત ન કરાવી શકે. પ્રતિકૂળતાના સમયમાં પણ નિમિત્તકારણ પ્રત્યે દ્વેષભાવ ન થાય એ સૃષ્ટિનું સ્વચ્છીકરણ છે. ધર્મ એટલે આત્માની ઉપશમ અવસ્થા. ઉપશમ એટલે કષાયોને દબાવવા એમ નહીં, પણ પોતાની પરિણતિને એટલી શાંત કરવી કે કષાયો ઉદય જ ન પામે. બુદ્ધિ જ્યારે શાંત થાય છે ત્યારે પ્રજ્ઞા આવે છે. બુદ્ધિનું કામ હંમેશાં વિકલ્પ કરવાનું છે, જેનાથી વિકલ્પો આવે છે અને આત્મા અશાંત બને છે. આત્મા બુદ્ધિ સ્વરૂપ નહીં, પણ જ્ઞાયક સ્વરૂપ છે. જ્ઞાયક એટલે માત્ર જાણનાર. એક પણ વિકલ્પ ઊભો ન થાય. સાધક ગમે તે શુભ ક્રિયા કરે કે શુભ ભાવો કરે, એની દૃષ્ટિ ૯૧ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન C આત્માના શુદ્ધ ચૈતન્યમય સ્વરૂપ પર હોવી જોઈએ. હું ચૈતન્યસ્વરૂપ આત્મા છું. આત્મા જ્ઞાન સ્વરૂપી છે. જ્ઞાન આ જગતની કોઈ પણ ક્રિયા કરતું નથી. આ આત્માનું અકર્તાપણું કાયમ રહેવું જોઈએ જેથી એ જ્યારે વ્યવહારધર્મ પણ કરે ત્યારે સહજ ભાવથી એના ભાવો શુદ્ધ થાય એ વખતે એને કોઈ વિકલ્પ ન આવે અને આત્મા ધીરેધીરે નિશ્ચય તરફ પ્રયાણ કરે છે. ગુણષ્ટિ કેળવાયેલી હોય તો આત્માને ગુણો સહજ થતા જાય. દરેક વખત જે ઉચિત હોય તે સહજ રીતે થાય, છતાં આત્મામાં વિકલ્પ આવતા નથી અને આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને પામે છે. કષાયનો ઉદય અત્માને વિકલ્પ પેદા કરાવે છે. એ વિકલ્પ જ્યારે નીકળી જાય છે ત્યારે આત્મા આત્મઘરમાં ભળે છે. આત્માને ઓળખવો હોય તો અન્વયે અને વ્યતિરેકથી આત્માને ઓળખી શકાય છે. આત્મા દેહથી તદ્દન ભિન્ન છે. બેઉના ગુણધર્મ ભિન્ન છે. જ્ઞાન અને આનંદ આત્માની મૌલિકતા છે, જે આત્મા છોડીને બીજે ક્યાંય નહીં મળે. જે દેહનો ધર્મ નથી. આ શ્રદ્ધા જો દઢ બને તો અનાદિકાળથી જે વિનાશી પદાર્થો પ્રત્યેની પ્રાપ્તિ માટે દોડ મૂકી છે તેનો અંત આવે. આ શ્રદ્ધાના અભાવે જીવ પરમાંથી સુખ શોધે છે. અજ્ઞાન જેવું બીજું કોઈ પાપ નથી. જ્યાં અજ્ઞાન હોય ત્યાં મિથ્યાત્વનો ઉદય હોય, તૃષ્ણા હોય. મિથ્યાત્વની બુદ્ધિ ભ્રમિત થતા જ્ઞાનને ખંડિત કર્યું, જેનાથી આખું જ્ઞાનતત્ત્વ ખંડિત થયું. આપણું સાધ્ય વીતરાગતા છે. સાધના વીતરાગતા સુધી છે, ૧૨મા ગુણસ્થાનક સુધી છે. ધર્મ કરવો એટલે નિરંતર આપણી પરિણતિનું checking કરવું. પોતાના ભાવો કેવા છે, કેવા સંયોગોમાં, કેવાં નિમિત્તોથી મારી પરિણતિ ઝોલા ખાય છે એની કાયમ જાગૃતિ રાખે એ આત્માઓ જ સાધના કરી શકે છે. પહેલા ગુણસ્થાનકથી લક્ષ્ય તો રાગાદિ ભાવોને કચડવાનું જ હોવું જોઈએ. તો પહેલાથી ચોથા ગુણસ્થાનકે પહોંચાય. જીવને એક આત્મસ્વરૂપ સિવાય બીજું કશું જ ન ગમે. જીવે આત્મસાક્ષીએ પ્રામાણિક થવું જોઇએ. જ્યાંજ્યાં જેટલા દોષો લાગે એનું પ્રામાણિકપણે શુદ્ધિકરણ, પ્રાયશ્ચિત્ત થવું જોઈએ. ભવભીરુતા હોવી જરૂરી છે. એના માટે પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપ સિવાય બીજા કશાને પોતાનું ન માને. વ્યવહારનયથી જે આપણું છે તે નિશ્ચયનયથી નથી. ગમે તેવાં નિમિત્તો મળે, નિમિત્તોની અસર આત્મા પર ન પડે એ વીતરાગ સ્વરૂપ છે. આવી રીતે જ્ઞાનમાર્ગના સાધક અને આત્મભાવમાં રમણ કરનારા ER

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121