Book Title: Gyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

Previous | Next

Page 46
________________ 992 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 6 બાહ્યાડંબરો તથા ક્રિયાકાંડોનું ખંડન કર્યું હતું અને આત્મનિરીક્ષણ, આત્મશુદ્ધિ તથા નિષ્કામ સાધન પર વિશેષ જોર આપ્યું હતું. એમના “વાખ' પર શૈવ, વેદાંત તથા સૂફી દર્શનની સ્પષ્ટ છાપ દેખાઈ આવે છે. કાશ્મીરી બ્રાહ્મણો માંસાહાર કરતા હોય છે એની લલ્લેશ્વરીએ ટીકા કરી હતી અને દેવતાઓને પ્રસન્ન કરવા માટે થતા પશુબલિનો પણ નિષેધ કર્યો હતો. લલ્લેશ્વરીની સાધના યોગસાધના છે. ભારતના એ પહેલા સ્ત્રીસંત છે કે જેમના “વાખ'માં પકોનો, પ્રાણાયામનો, પંચ પ્રાણનો કે ઈડા, પિંગલા અને સુષષ્ણા નાડીનો ઉલ્લેખ જોવા મળે છે. “વાખ'ની મૂળ ભાષા સંસ્કૃતનિષ્ઠ છે, પણ એમાં ફારસી અને અરબી શબ્દોનો પ્રભાવ પણ દેખાય છે. એમના વાખ’ કાશ્મીરી ભાષાની પહેલવહેલી રચના છે. ' લલ્લેશ્વરી માનતાં હતાં કે માનવીના દેહમાં વિશ્વચેતનાનો એક અંશ હોય છે જેનો અંતઃદૃષ્ટિ દ્વારા અનુભવ થઈ શકે છે. લલ્લેશ્વરીએ નિયતિનો અને ભાગ્યનો પણ સ્વીકાર કરેલ છે. કાશ્મીરમાં લલ્લેશ્વરીનું કોઈ પણ સ્મારક, સમાધિ, મંદિર કે મકબરો ક્યાંય નથી. લલ્લેશ્વરીએ જ લખ્યું છે કે - ન હું કોઈ માટે રડી છું, ન કોઈ મારા માટે રડે - કારણકે મારા માટે તો જનમ મરણ છે સમાન, મેં તો સદા ગાયા છે અલખના ગાન. લલ્લેશ્વરી રચિત “વાખ'માં પ્રગટતું અધ્યાત્મદર્શન’ ૧) નીકળી શોધવા તુજને, હું તો ઘરથી બહાર, અંતે તું ભીતર મળ્યો, સફળ થયો અવતાર. ૨) એક વચને દીક્ષા કે, ભીતર તું પ્રવેશ, ત્યજી વસ્ત્ર નાચી ઊઠી, રાખી છુટ્ટા કેશ. ૩) પંચ પ્રાણને આસરે, ફરે કરણ અગિયાર, ઊર્ધ્વ દિશામાં ગતિ કરે, પામે કષાય હાર. આ દેહમાં પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિયો અને એક મન એમ અગિયાર કરણ છે, જે સંસારભ્રમણનું કારણ છે. આ અગિયારે અગિયાર GSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 555555 કરણ પરમતત્ત્વ તરફ ગતિશીલ થાય એમાં જ જીવનની સાર્થકતા છે, કારણકે કષાય (ક્રોધ, માન, માયા, લોભ) મંદ પડવા માંડે છે. ૪) નવ દ્વારને બંધ કરી, પકડચો જ પ્રાણચાર, વિંધ્યો હૃદયે ઓમથી, લાધ્યો અનહદ છોર. આ “વાખ'માં લલ્લેશ્વરી યોગમાર્ગની એક પ્રક્રિયા કે જેનું નામ યોનિમુદ્રા છે અને જે ગુરુગમ્ય છે એની વાત કરતાં કહે છે કે, મેં દેહનાં નવ દ્વારને બંધ કર્યો (નવ દ્વાર = બે આંખ, બે કાન, બે નસકોરાં અને મુખ એમ સાત દ્વારને આંગળીઓ અને અંગૂઠા દ્વારા અને બાકીનાં બે દ્વાર ઉપસ્થ અને પાયુને મૂલબંધ દ્વારા). પછી દેહમાં સ્થિત પ્રાણશક્તિ અને ઓમકારના સહ્યોગથી અનાહત ચક્રનું (હૃદયચકનું) ભેદન કર્યું અને મને પરમતત્ત્વની આંશિક અનુભૂતિ જ્યોતિરૂપે થઈ. ૫) કર્મકાંડને છોડ તું, પકડ મનની લગામ, પ્રાણ અને મન જોડ તું, સુણ શિવનો પૈગામ. ૬) ઓમથી પંચવાયુનો, ચક્રોમાં કરે હોમ, હોય પર કરમકાંડથી, પરમ જ રોમેરોમ. લલ્લેશ્વરી આ “વાખ'માં યોગસાધનાના રહસ્યની વાત કરે છે જે ગુરુગમ્ય છે. ઓમકારના જાપ સહિત પ્રાણવાયુ અને અપાનવાયુના આયામથી જ્યારે કેવલ કુંભક થાય છે ત્યારે બ્રહ્માંડનાં રહસ્યો ખૂલી જાય છે અને પરમતત્ત્વની અનુભૂતિ થાય છે. ૭) ઘરમાં કે વનમાં રહો, કાંઈ પડે ના ફેર, કરીને ક્ષય કષાયનો, પહોંચવું નિજ ઘેર. ૮) સમત્વ પ્રગટે જેહને, સ્વ-પર હોય સમાન, નિહાળે સઘળે શિવને, ગાય અલખનું ગાન. ૯) નાદ અનાહત જેહનો, જેનો શૂન્ય વાસ, નિરાકાર એ તત્ત્વથી, યોગીનો સહવાસ. ૧૦) મનને પાંચ ઇન્દ્રિયો, છે બંનેની પાસ, શિવ છે સ્વામી એહના, હું તો એની દાસ. ૧૧) સમાધિમાં થઈ લીન તો, ગુંજે સઘળે ઓમ, ખૂલ્યું રહસ્ય જગ તણું, આનંદ રોમ રોમ. ૮૧

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121