Book Title: Gyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan Author(s): Gunvant Barvalia Publisher: Arham Spiritual CentrePage 48
________________ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૨૦૦૦૦૦૦૦e 5965650 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSESS લાગતો. પ્રભુભક્તિના આનંદમાં ઝૂલતું હૈયું પોતાને ‘આનંદઘન'ના નામથી પુકારી ઊઠતું. અધ્યાત્મયોગી, એકલવિહારી આનંદઘનજીએ પોતાની ઓળખ એક પદમાં નીચે પ્રમાણે આપી છે - मेरे प्रान आनंदघन, तान आनंदघन, માત આનંદ્રયન, તાત આનંદ્રાન ....જરે... गात आनंदघन, जात आनंदघन, આ પદની પંક્તિઓમાંથી ઊછળતા આધ્યાત્મિક આનંદની મસ્તીની છાલક અનુભવાય છે. શ્રી આનંદઘનજી મહારાજના જન્મકાળ વિષે તથા જન્મસ્થળ વિષે જુદાજુદા મત પ્રવર્તે છે, કારણ એ વિષે કોઈ બાબત કે આંતરિક પ્રમાણો હજુ સુધી મળ્યાં નથી. કોઈ પાદુકા, શિલાલેખ કે કોઈ ચારિત્રકૃતિ તેમના વિશે ઉપલબ્ધ નથી. આનંદઘનજીએ પોતે પણ પોતાની કૃતિઓમાં પોતાના જીવન વિષે કોઈ ઉલ્લેખ કર્યો નથી, કે પોતાના ગુરુ કે પાટ પરંપરાનો પણ કશો ઉલ્લેખ નથી, એટલે તેમના જન્મ અને દેહોત્સર્ગ વિષે જુદાજુદા વિદ્વાનોના જુદાજુદા અભિપ્રાયો છે. એ પ્રમાણે આનંદઘનજીનો જીવનકાળ વિ.સં. ૧૬૬૦થી ૧૭૩૦ સુધીનો ગણી શકાય. શ્રી આનંદઘનજી વિક્રમના સત્તરમા સૈકામાં થયા હતા, કારણકે તેઓ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના સમકાલીન હતા એમ ઉપાધ્યાજીએ એમના વિષે લખેલી અષ્ટપદી પરથી સ્પષ્ટ થાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી વિક્રમના સત્તરમા સૈકામાં થઈ ગયા. લાભાનંદ એ શ્રી આનંદઘનજીનું મૂળ નામ હતું. ક્રિયાઉદ્ધારક શ્રી સત્યવિજયજીના લાભાનંદ નાના ભાઈ હતા એ વાત “શ્રી સમેતશિખર તીર્થના ઢાળિયા'માં કહેલ છે તે પરથી જણાય છે. એમના જન્મસ્થળ વિષે પણ વિદ્વાનોના મતભેદ જોવામાં આવે છે. સૌરાષ્ટ્ર, ગુજરાત, બુંદેલખંડ, રાજસ્થાન વગેરે સ્થળોનાં અનુમાન વિદ્વાનો દ્વારા કરવામાં આવ્યાં છે, પરંતુ શ્રી આનંદઘનજી રાજસ્થાનના હોય તેવી શક્યતા વિશેષ રહે છે. તેઓશ્રીએ તપાગચ્છમાં દીક્ષા લીધી હતી, પરંતુ ગચ્છભેદના વાદવિવાદોથી તેઓ દૂર રહેતા અને આત્મભાવમાં જ મસ્ત રહેતા. ઉપાધ્યાય યશોવિજયજીને એમના માટે અત્યંત અહોભાવ હતો. જ્યારે એમનું મિલન થયું હતું ત્યારે આનંદઘનજીતી પ્રભાવિત થયેલા ઉપાધ્યાયજી લખે છે - आनंदघनके संग सुजस हि मिले जब तब आनंद सम भयो सुजस અવધુત યોગી શ્રી આનંદઘનજીનાં પદો : આત્મસાધનાની પ્રક્રિયા a ડૉ. રશ્મિબેન ભેદા અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજી એક ઉચ્ચ કક્ષાના આરાધક તથા સાધક મહાપુરુષ હતા. પોતાની ઉત્કૃષ્ટ કાવ્યકૃતિઓ દ્વારા સમગ્ર ભારતમાં છવાઈ ગયેલા સંત કવિઓમાં વિક્રમના સત્તરમા શતકના કવિ અધ્યાત્મયોગી | આનંદઘનજીનું નામ મોખરે છે. અવધૂત - (અવ - નિશ્ચિતપણે, ધૂત - ધોઈ નાખ્યા છે - વર્ણાશ્રમ અને વ્યવહારજગતનાં બંધનો જેણે) એવા અવધૂત યોગી આનંદઘનજીએ જૈન દર્શનના તત્વનો સારાંશ ચોવીસ સ્તવન અને લગભગ ૧૦૮ પદોમાં આપ્યો છે. પૂજ્ય આનંદઘનજી એક એવા મહાપુરુષ હતા કે જેઓ નામ અને નામીથી ઊંચા ઊઠેલા હતા. એમના સાધુજીવનનું મૂળ નામ તો લાભાનંદ હતું. પણ જ્યારે તેઓ આત્માનુભૂતિમાં ખોવાઈ જતા ત્યારે અંતરમાં આનંદનો સાગર ઉછાળા મારવા sPage Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121