Book Title: Gyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

Previous | Next

Page 33
________________ GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 55555555 પ્રસ્તુત પદ્યના રચયિતા સદ્ગર બ્રહ્માનંદસ્વામીનું સંક્ષિપ્ત જીવનવૃત્તાંત સદ્દગુરુ બ્રહ્માનંદસ્વામીનો જન્મ રાજસ્થાનમાં શિરોહી પાસે આવેલા ખાણ ગામે વિ.સં. ૧૮૨૮ની સાલમાં ચારણ જ્ઞાતિમાં થયો હતો. તેમના પિતાનું નામ શંભુદાનજી અને માતાનું નામ લાલુબા હતું. સ્વામીનું બાળપણનું નામ લાડુદાન હતું. બાળપણથી જ લાડુદાન પ્રખર પ્રતિભાવંત અને કવિત્વશક્તિ ધરાવતા હતા. તેમણે શિરોહી, ઉદેપુર, કચ્છ ભુજ વગેરે જગ્યાએ રાજ્યાશ્રય મેળવીને પ્રાથમિક અને ખાસ કરીને પીંગળશાસ્ત્રનો અભ્યાસ કર્યો. છેલ્લે ગઢપુરમાં બિરાજતા સહજાનંદસ્વામીનો મેળાપ થયો. ત્યારે રાજકવિના રાજ ઠાઠમાઠ છોડીને ભગવી કંથા ધારણ કરી સહજાનંદસ્વામી પાસેથી ભાગવતી દીક્ષા લીધી અને તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું. સ્વામી શતાવધાની અને શીઘ્ર કવિ હતા. તેમણે આશરે ૩૦૦૦ જેટલાં ગુજરાતી પદોની રચના કરીને ગુજરાતી ભાષાની અજોડ સવા કરી છે. તેમનાં કાવ્યોમાં ગોપીભાવ, સમર્પણની ભાવના, ત્યાગ, વૈરાગ્ય, નવધાભક્તિ અને અધ્યાત્મની ઊંચાઈનાં દર્શન થાય છે. સ્વામીનાં મોટા ભાગનાં કાવ્યો “બ્રહ્માનંદ કાવ્ય ભાગ-૧ અને ૨', “છંદરત્નાવલી’ વગેરેમાં સંકલિત કરવામાં આવ્યાં છે. સ્વામીનાં પદો ‘આશ્રમભજનાવલી'માં પણ સ્થાન પામ્યાં છે. સ્વામીએ ગીતસંગીતના માધ્યમથી અદના આદમીથી લઈને રાજા-મહારાજાઓને સત્સંગના રંગે રંગ્યા હતા. આજે પણ તેમનાં કાવ્યોમાં બ્રહ્મબોલના પડછંદા સંભળાય છે. - સદ્ગુરુ બ્રહ્માનંદસ્વામી એ સ્વામિનારાયણ સંપ્રદાયના એક મૂર્ધન્ય કવિ જ નહીં, પરંતુ સાથો સદ્ગર અનંતર્દષ્ટિવાળા સંત હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં વડતાલ, જૂનાગઢ, મૂળી વગેરે મુખ્ય શિખરબદ્ધ મહામંદિરના નિર્માણકાર્યમાં સ્વામીનો સિંહફાળો હતો. સ્વામી માત્ર પોથી પંડિત નહીં, પણ એક મર્મજ્ઞ અને કર્મઠ સંત હતા. ૬૦ વર્ષનું દીર્ધાયુષ્ય ભોગવીને વિ.સં. ૧૮૮૮ના જેઠ સુદી ૧૦ના રોજ સ્વામીએ પોતાના પંચમહાભૂતના દેહનો ત્યાગ કર્યો. કાવ્યપદની સમજૂતી પ્રસ્તુત કીર્તનપદમાં સર બ્રહ્માનંદસ્વામીએ પરમાત્માના સ્વરૂપ અંગેના હિન્દુ ધર્મના વિવિધ સાંપ્રદાયિક મતમતાંતરોની આછેરી ઝલક સાથે પરમાત્માના વિશિષ્ટ સ્વરૂપનું સંક્ષિપ્તમાં વર્ણન કર્યું છે અને પરમાત્માના સગુણ, સાકાર, પ્રગટભાવનું પ્રતિપાદન કર્યું છે. S૦૦૦૦૦૦૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES, વિશ્વના કેટલાક ધર્મ-સંપ્રદાયોમાં પરમાત્માના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે, જેમ કે હિન્દુ ધર્મ, ઈસ્લામ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, યહૂદી ધર્મ વગેરે, જ્યારે કેટલાક ધર્મ-સંપ્રદાયોમાં ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવ્યો નથી, જેમ કે જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ વગેરે. ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરનારા ધર્મ-સંપ્રદાયોમાં પણ ઈશ્વરનું સ્વરૂપ, તેનો જીવ, જગત સાથેના સંબંધ અંગે પરસ્પરવિરોધી કહી શકાય તેવા મતમતાંતરો છે. ખ્રિસ્તી ધર્મ ઈશ્વરને સગુણ, સાકાર અને સૃષ્ટિકર્તા માને છે. જ્યારે ઈસ્લામ ધર્મ ઈશ્વર (ખુદા)ને નિર્ગુણ, નિરાકાર અને સૃષ્ટિકર્તા માને છે. હિન્દુ ધર્મમાં પણ જગદ્ગુરુ શંકરાચાર્યની વેદાંતની પરંપરા ઈશ્વર (પરબ્રહ્મ)ને નિર્ણ, નિરાકાર માને છે. જ્યારે રામાનુજ, મધ્વ, નિમ્બાર્ક, શ્રીકંઠ, વલ્લભાચાર્ય વગેરે વૈષ્ણવ વેદાંતીઓ ઈશ્વરને સગુણ, સાકાર, સૃષ્ટિકર્તા અને કર્મફલપ્રદાતા માને છે.. - જૈન, બૌદ્ધ વગેરે દર્શનો સગુણ, સાકારવાદીઓના જેવા સૃષ્ટિકર્તા, કર્મલપ્રદાતા ઈશ્વરમાં માનતા નથી. છતાં આત્મા, મોક્ષ વગેરેમાં માને છે અને પરમસત્તાનો સ્વીકાર કરે છે. ઈશ્વરનાં સ્વરૂપ, સ્વભાવ, કાર્ય અંગે વિવિધ મતમતાંતરો છે. દરેકની માન્યતા પાછળ કોઈ ને કોઈ બુદ્ધિગમ્ય કારણો છે. પરસપર વિરોધાભાસી લાગતા ઈશ્વરવિષયક મતમતાંતરોનું ઝીણવટભર્યું અવલોકન-વકીલાત નહીં, પણ ન્યાયિક અન્વેષણ કરવામાં આવે તો દરેક મતમાં કાંઈક ને કાંઈક તથ્ય છુપાયેલું છે. માનવપ્રકૃતિની ખાસિયતો અને સમાજના હિત માટે જે તે સમયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરેક ધર્મ-સંપ્રદાયના પ્રવર્તકો, મહાપુરુષોએ વ્યક્તિ અને સમાજનાં ઉત્થાન અને ઉદ્ધાર માટે ઈશ્વરતત્ત્વનો આધાર લીધો છે. અત્રે આપણે સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામીના પ્રસ્તુત કીર્તિનપદના આધારે માત્ર હિન્દુ ધર્મ દર્શનના વિવિધ મતમતાંતરોમાં વર્ણિત ઈશ્વરના સ્વરૂપ સંબંધ અંગે ચર્ચા કરીશું. સદગુરુ બ્રહ્માનંદસ્વામીએ પ્રસ્તુત પદમાં પોતાને એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અભિપ્રેત ઈશ્વરના સ્વરૂપ અને તેના જીવ જગત સાથેના સંબંધો અંગે ટૂંકમાં ઘણું કહી દીધું છે. પરમતત્ત્વ - પરમાત્માના સ્વરૂપનું વર્ણન કરતાં સ્વામી કહે છે કે ૫૬

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121