Book Title: Gyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan Author(s): Gunvant Barvalia Publisher: Arham Spiritual CentrePage 42
________________ ૧૧ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 કવિ ચિદાનંદજીનાં કાવ્યોમાં અધ્યાત્મ ભાવો D ડૉ. પ્રવીણ સી. શાહ શ્રી ચિદાનંદ કૃત બહોતેરી એટલે ૭૨ પદના કર્તા મહાપુરુષ ચિદાનંદ ઘણે ભાગે જાણીતા કવિ છે. કોઈ પણ એક પદ લક્ષપૂર્વક વાંચી તેનો રસ ગ્રહણ કરી તેમાં સમાવેલો અપૂર્વ ભાવ જો આત્મામાં ઉતારવામાં આવે અને તેને અનુકૂળ વર્તન કરવાની ઇચ્છા ધરાવવામાં આવે તો અવશ્ય તે જીવ માર્ગસન્મુખ થઈ જાય એમ બહુ ખાતરી સાથે કહી શકાય છે. શ્રી કપૂરચંદજી અપરનામ શ્રી ચિદાનંદજી મહારાજ આ વીશમી સદીમાં વિદ્યમાન હતા એમ તેમની અનેક કૃતિઓથી જણાય છે. આનંદઘન મહારાજની પેઠે તેઓશ્રી પણ અધ્યાત્મશાસ્ત્રના રસિક અને અધ્યાત્મતત્ત્વમાં નિપુણ હતા એ વાતની તેમની કૃતિઓ સારી રીતે સાક્ષી પૂરે છે. તેમણે બનાવેલી કૃતિઓમાં ચિદાનંદ બહોતેરી, સ્વરોદયજ્ઞાન, ૩૩ SS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન પુદ્દગલ ગીતા, છૂટક સરૈયા, હિતશિક્ષાના દુહા તેમ જ પ્રશ્નોતરમાળા મુખ્ય છે. તેમની બધી કાવ્યરચના સરળ અને અર્થગંભીર જણાય છે. દરેક કૃતિમાં કાવ્યચમત્કૃતિ સાથે અર્થગૌરવ અપૂર્વ હોવાથી તેમની સકળ કૃતિ હૃદયંગમ છે. તેમના પ્રત્યેક પદ્યમાં અધ્યાત્મમાર્ગનો ઉપદેશ સમાયેલો છે. તેઓશ્રી અષ્ટાંગ યોગના સારા અભ્યાસી હતા, તેથી તેમનામાં ઉત્તમ પ્રકારનું યોગબળ હતું તેમ જ કોઈ અજબ પ્રકારની શક્તિ-સિદ્ધિ વિદ્યમાન હતી એમ સંભળાય છે. તેઓ તીર્થપ્રદેશમાં વિશેષે વાસ કરતા હતા એમ અનુમાન થાય છે. શત્રુંજય અને ગિરનારમાં તો અમુક ગુફા કે સ્થાન તેમના પવિત્ર નામથી અત્યારે પણ ઓળખાય છે. શ્રી સમેતશિખરજી પર તેમનો દેહાંત થયો છે એવી દંતકથા સંભળાય છે. સંવત ૧૯૦૪માં તેઓ સાહેબ ભાવનગરમાં બિરાજતા હતા એમ તેઓ સાહેબે રચેલા શ્રી ગોડી પાર્શ્વનાથજીના સ્તવનમાં આપેલા સંવત પરથી જણાય છે. ભાવનગરથી એક ગૃહસ્થે શ્રી ગિરનારજીનો સંઘ કાઢ્યો હતો. તેમાં તેઓ સાહેબ પધાર્યા હતા. ગિરનારજી પહોંચ્યા પછી યાત્રા કરીને ક્યાં સિધાવ્યા તેનો પત્તો મળી શક્યો નહીં એમ સાથેના યાત્રાળુઓ કહે છે. આવા નિઃસ્પૃહી મુનિરાજ વડે જ આ ભૂમિ રત્નગર્ભા કહેવાય છે. તેમણે રચેલાં ૭૨ કાવ્યોમાંથી કેટલાંક કાવ્યો તેમના આત્મચિંતન વિષે સંક્ષિપ્તમાં અત્રે રજૂ કરીશું. અનુભવ આનંદ પ્યારો, અબ મોહે અનુભવ આનંદ પ્યારો; એહ વિચાર ધાર તું જડથી, કનક ઉપલ જિમ ન્યારો. અબ....૧ બંધહેતુ રાગાદિક પરિણતિ, લખ પરપખ સહુ ન્યારો; ચિદાનંદ પ્રભુ કર કિરપા અબ, ભવસાયરથી તારો. અબ....૨ અર્થ : આત્મા કહે છે કે હવે મને અનુભવ આનંદ જ પ્યારો લાગે છે. જ્ઞાની 2 કહે છે કે, હે આત્મા ! તું આ પ્રમાણેનો વિચાર કરીને હવે જગ-પુદ્ગલોથી જેમ બને તેમ શીઘ્ર કનક ને ઉપલ-પથ્થર ને સોનું જેમ જુદું થઈ જાય ને શુદ્ધ સુવર્ણ પ્રગટે તેમ ન્યારો થઈ જઈ તારા આત્મિકગુણરૂપ સુવર્ણને પ્રગટ કર (પ્રાપ્ત કર) ૧. ૭૪Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121