Book Title: Gyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

Previous | Next

Page 16
________________ GSSS૦૬ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 થયો છે. તેમાં મુખ્યતઃ ગ્રીક, ખ્રિસ્તી તેમ જ આધુનિક વિચારધારાઓનો ત્રિવેણીનો સંગમ થયો છે. ગ્રીક દાર્શનિકોએ સર્વપ્રથમ જડજગતનું વિવેચન કર્યું. પછી અંતર્મુખી દષ્ટિ અપનાવી ચેતન આત્માનું વિશ્લેષણ કર્યું અને આ બંનેનો સમન્વય તત્ત્વમાં ર્યો. યુરોપને ધાર્મિક અંધવિશ્વાસથી મુક્ત કરી, દર્શનનું સ્વતંત્ર વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં વિશેષ ફાળો ગ્રીક દર્શને આપેલો છે. યુરોપની દાર્શનિક પરંપરામાં સોક્રેટિસ, પ્લેટો અને મધ્યયુગની ચિંતનધારા પર ઍરિસસ્ટોટલનો ઘણો પ્રભાવ પડેલો છે. - પૂર્વનું તત્ત્વજ્ઞાન આત્મજ્ઞાનને પ્રધાનતા આપે છે. પશ્ચિમનું તત્ત્વજ્ઞાન તાર્કિક તેમ જ બૌદ્ધિક બાબતોને વધુ મહત્ત્વ આપે છે, તેની દૃષ્ટિ બહિર્મુખી છે. આધ્યાત્મિક રહસ્યોની શોધને બદલે જગતના વ્યાવહારિક પ્રશ્નોની ચર્ચામાં તેને વિશેષ રસ છે. ડૉ. રાધાકૃષ્ણનના મતે પૂર્વમાં ધર્મનો અર્થ મોટે ભાગે આત્મપરાયણ જીવન થાય છે, માટે અહીં ધર્મને નામે બહુ ઝઘડા થયા નથી કે લોહીની નદીઓ વહી નથી. વિશ્વની તમામ દાર્શનિક પરંપરાઓએ આત્મા વિશે ચિંતન અને મનોમંથન કરેલું જ છે. પશ્ચિમની સંસ્કૃતિએ વિચારશૈલી પર ભાર આપ્યો. તેમણે વિચારધારાને Philosophy એવું નામ આપ્યું. પશ્ચિમનું વિચારશાસ્ત્ર જ્યાં પૂરું થાય છે, ત્યાંથી પૂર્વનું દર્શન આગળ વધે છે. ભારતીય ચિંતકોને અનુભવ થયો છે કે કેટલાંક સત્યો માત્ર વિચારવાથી પામી શકાતાં નથી, પરંતુ કોઈ પણ સત્યને પામવા માટે તેના વિચારનું દેહન, ચિંતન, મનન અને મંથન કરવું પડે છે, તો જ એ વિચાર આત્મસાત્ થાય. આચરણ પછી જ સત્ય પામી શકાય છે. આધ્યાત્મિક મંથન પછીના ચિંતનમાંથી જ દર્શન પ્રગટે અને તે ચિંતન, ચિરંતન બનીને શાસ્ત્ર બની જાય છે. જે સાહિત્ય અને કળામાં ધર્મ, તત્ત્વજ્ઞાન અને દર્શન અભિપ્રેત છે તેવું સાહિત્ય કોઈ પણ સંસ્કૃતિને જીવનનું બળ પૂરું પાડનાર, એનું પોષણ, સંવર્ધન કરનાર ઊંચું પરિબળ બની જાય છે. વેદો, કૃતિઓ, સ્મૃતિઓ, ઉપનિષદો, પુરાણો, ગીતા જેવા ગ્રંથો અને રામાયણ અને મહાભારત જેવાં મહાકાવ્યોમાં ઠેરઠેર દાર્શનિક આત્મચિંતનનું નિરૂપણ થયું છે. ઉપનિષદ કહે છે કે વેદ ઋષિપ્રણીત નથી એ પરમાત્માના પોતાના ઉદ્ગાર છે. * વેદનું પ્રામાણ્ય સ્વીકારનાર દર્શનોએ વૈદિક દર્શન, ન્યાય-વૈશેષિક, સાંખ્યયોગ, ૨૧ ૦ 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા વેદાન્ત) આ છ દર્શનો આસ્તિક દર્શનો કે વૈદિક દર્શન કહેવાયાં. જ્યારે ચાર્વાક, જૈન અને બૌદ્ધ દર્શનો વેદનિરપેક્ષ વિચારસરણી ધરાવતાં હોઈ તેમને અવૈદિક દર્શનો કહે છે. વિવિધ વિચારધારાઓવાળાં આ દર્શનો એકબીજાનાં વિરોધી નહીં, પણ એકબીજાના પૂરક છે. ભારતીય દર્શનનું સ્વરૂપ આધ્યાત્મિક છે અને તે જીવનની વધુ નજીક છે. દર્શનનું અંતિમ લક્ષ્ય મોક્ષપ્રાપ્તિ હોવાથી, જ્ઞાન ખાતર જ્ઞાન નહિ, પણ મોક્ષ માટે જ્ઞાનપ્રાપ્તિની વાત છે. વિદ્યા એને જ કહેવાય જે મુક્તિ અપાવે. અવિદ્યા અથવા અજ્ઞાન આપણાં સર્વ દુઃખનું મૂળ અને આત્મા માટે કર્મબંધનું કારણ છે. જ્ઞાનપ્રાપ્તિ બાદ જગત પ્રત્યે જોવાની માણસની દૃષ્ટિ બદલાઈ જાય છે. તે જ ખરો વૈષ્ણવજન કે શ્રાવક બને છે. મોક્ષપ્રાપ્તિ માટેના સાધનામાર્ગમાં ત્યાગ અને વીતરાગ તથા સંન્યાસીની ભાવના પાયારૂપે રહેલાં છે. ત્યાગ એટલે કર્મત્યાગ નહિ, વૈરાગ્ય એટલે નરી નિષ્ક્રિયતા નહિ. ત્યાગનો સાચો અર્થ કર્મફળત્યાગ. શ્રીકૃષ્ણ આ વાત ગીતામાં નિષ્કામ કર્મયોગ દ્વારા સમજાવી છે. ન્યાય દર્શનના પ્રણેતા ગૌતમ મુનિ છે. સત્યને જાણવા માટે જ્ઞાનનાં સાધનોની વિસ્તૃત ચર્ચા આ દર્શનમાં કરેલી છે. આત્મા દેહથી ભિન્ન છે. જગતનો કર્તા ઈશ્વર છે વગેરે બાબતો અનુમાન પ્રમાણ દ્વારા સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, દુઃખ, જ્ઞાન વગેરેને આત્માનાં લક્ષણો કહ્યાં છે. વૈશેષિક દર્શનના પ્રણેતા કણાદમુનિએ દ્રવ્ય, ગુણ, કર્મ સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ આ સાત પદાર્થોના ધર્મો સંબંધી દર્શનનું નિરૂપણ કર્યું હોઈ તેને વૈશેષિક દર્શન નામ જ્ઞાનનો અભાવ છે, તે ગયું છે. પુરુષ પ્રકૃતિથી જુદો છે એમ સમજવું તેનું નામ વિવેકજ્ઞાન અને વિવેકજ્ઞાન એ જ મોક્ષનું સાધન કહ્યાં છે. પ્રકૃતિ સ્વયં વિકાર પામી આ જગતરૂપે પરિણમે છે. આ દર્શન માનતું હોઈ પછી તેને ઈશ્વરના સ્વીકારની જરૂર રહેતી નથી. સાંખ્યદર્શન દ્વારા કપિલમુનિએ ઉપનિષદની માનસશાસ્ત્રીય વિચારધારાને દાર્શનિક પ્રતિષ્ઠા આપી છે. યોગદર્શનમાં પતંજલિમુનિએ યોગ એટલે ચિત્તવૃત્તિનિરોધ એમ કહેલું છે. વિદ્વાનો યોગ શબ્દનો અર્થ જીવાત્માને પરમાત્મા સાથે જોડવો એમ પણ કરે છે. જેમિનીમુનિએ રચેલ પૂર્વમીમાંસા સૂત્રોમાં ઉપાસના અને જ્ઞાનમાત્ર કર્મની સમજણ આપવા માટે જ છે. કર્મને જ વેદોનો મધ્યવર્તી વિચાર ગણી, યજ્ઞ અનુષ્ઠાનનું વિધિવત્ વર્ણન કર્યું છે, જ્યારે ઉત્તરમીમાંસા વેદાન્તી કર્મકાંડનું ખંડન * ૨૨

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121