Book Title: Gyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan Author(s): Gunvant Barvalia Publisher: Arham Spiritual CentrePage 15
________________ S૦૦૦૦૦૦૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES, SSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 અધૂરા જ રહેશે. તારા ગુણો મારા ભવભવનાં દુઃખો દૂર કરે એ જ પ્રતિદિન પ્રાર્થના કરું છું. અંતમાં મારે આત્મતત્ત્વ પામી તારા જેવું બનવું છે. બીજું સ્તવન જોઈએ... હમ મગન ભયે પ્રભુ ધ્યાન મેં ... ધ્યાન મેં ધ્યાન મેં... હમ મગન... બિસર ગઈ દુવિધા તન-મનકી, અચિરા સુત ગુણ ગાન મેં... હમ.. મીટ ગઈ દીનતા સબહી હમારી, પ્રભુ તુજ સમક્તિ દાન મેં પ્રભુ ગુણ અનુભવ રસ કે આગે, આવત નહિ કોઈ માન મેં... હમ... જિણ હિ પાયા તિણ હી છીપાયા, કહત નહિ કોઉ કાન મેં તાલી લાગી જબ અનુભવ કી, તબ સમજે કોઈ સાન મેં ... હમ.. વાચક “જશ” કહે મોહ મહા અરિ, જીત લીયો હૈ મેદાન મેં ... હમ... હે જગતાત ! જે પ્રભુમાં મગ્ન બને તે દુનિયાના ભાનને ભૂલી જાય છે. અરે ! દુનિયાનાં દુ:ખને પણ ભૂલી જાય છે. આત્મસાક્ષાત્કારના અપૂર્વ આનંદનો આસ્વાદ માણે છે, ધ્યાનના માધ્યમે તેની વૃત્તિ ઊર્ધ્વગામી બની જાય છે. તે અનુભવના અમૃતનું આચમન કરવા લાગે. અનુભવ શબ્દ બહુ ગંભીર છે. વાતો, વિચારો, શબ્દો અને શાસ્ત્રો આ બધાંથી પર એટલે અનુભવની અનુભૂતિ. આ અનુભૂતિ પ્રભુના ગુણગાનના રસમાં ઝબોળી દે. આ અનુભવ કેવો છે ? ઉપાધ્યાયજી દૃષ્ટાંતથી સમજાવે છે : સંધ્યાને સૌ કોઈ જાણે છે, દેખે છે. સંધ્યા એ દિવસ પણ નથી અને રાત પણ નથી તેમ અનુભવ એ કેવળજ્ઞાન પણ નથી અને શ્રુતજ્ઞાન પણ નથી, પરંતુ સૂર્યના ઉદય પહેલાં થતો અરુણોદય સમાન છે. અનુભવરસ તો જે પીવે તે જ માણી શકે. આ અનુભવ કોઈ સંસારના કડવા-મીઠા પ્રસંગોનો નથી, પણ આત્માના અનુભવની વાત છે, જે અનુભવ રાગદ્વેષની ગાંઠને છોડાવી વીતરાગ દશા તરફ લઈ જાય છે. “નિર્દી નાં તિર્દી નહિ જો, તti #ો જિંદા નદિ ” - જેમ શેરડીની ગાંઠ રસને ન પામવા દે, શરીરમાં લોહીમાં ગાંઠ મૃત્યુ લાવે, કફની ગાંઠ શ્વાસ અટકાવે, આમની ગાંઠ સંધિવાત લાવે એમ આત્મામાં રાગદ્વેષની ગાંઠ આત્મરસમાં રહેવા ન દે. જે મેદાનમાં આવી મોહ સાથે બાથ ભીડ તે જ આત્માના અલૌકિક આનંદને માણી શકે. (ગોંડલ સંપ્રદાયનાં સૌરાષ્ટ્ર કેસરી પ્રાણ પરિવારનાં શાસનરત્ના પૂજ્યશ્રી પ્રાણકુંવરબાઈ મહાસતીજીનાં વિદ્વાન શિષ્યરત્ના પૂ. ડૉ. વિરલબાઈ મહાસતીજી પૂજ્ય મહાસતીજીએ “નવ તત્ત્વ : એક અધ્યયન” પર શોધ પ્રબંધ લખી Ph.D. ક્યું છે). દર્શન સાહિત્યમાં આત્મચિંતન a ગુણવંત બરવાળિયા ભારતીય સંસ્કૃતિને ઘડનારાં પરિબળોમાં સાહિત્યનું યોગદાન મૂલ્યવાન રહ્યું છે. સાહિત્ય, સંગીત અને લલિતકલાઓથી માનવજીવન સભર બને છે, મધુર બને છે. સાહિત્ય અને કલાના સર્જનનો ઉદ્દેશ શુભ તત્ત્વનાં દર્શનનો હોય તો જ તે સાર્થક ગણાય. દર્શન એટલે જોવું તે - તત્ત્વજ્ઞાનને એક વિશિષ્ટ દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરે છે. વ્યાવહારિક સત્યનું દર્શન તો ઘણા લોકો કરી શકે છે, પરંતુ પારમાર્થિક સત્યનું દર્શન બહુ જ થોડા કરી શકે છે. દર્શન એ જ સમાજ, સભ્યતા તથા સંસ્કૃતિનો અમૂલ્ય ભંડાર છે. કોઈ પણ સભ્યતા તથા સંસ્કૃતિનો વાસ્તવિક પરિચય મેળવવા માટે તેની દાર્શનિક વિચારધારાનું જ્ઞાન મેળવવું જરૂરી છે. પાશ્ચાત્ય દર્શનમાં અનેક દેશોની વિચારધારાઓનો સંગમ ૧૯ RePage Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121