Book Title: Gyandhara 15 Vinay Dharm Author(s): Gunvant Barvalia Publisher: Arham Spiritual Centre View full book textPage 9
________________ 4 વિનયધર્મ Peon અજોડ પ્રરૂપણા કરે છે. અન્ય ધર્મો શુચિમૂલક હોય છે, જ્યારે જૈન ધર્મનું મૂળ વિનય છે. - વિનયનો એક અર્થ વિશિષ્ટ કર્તવ્ય કે વિશિષ્ટ પ્રકારની આચારધારા એવો છે. સાધનાનો પ્રારંભ વિનયથી થાય છે અને પૂર્ણતા વિનયપૂર્વકની આચારવિશુદ્ધિ દ્વારા થાય છે. તેનું પરિણામ સહજ સુખરૂપ મોક્ષની પ્રાપ્તિ છે. કે ‘વિરાજ નાત મોક્ષ ત ત વિનાઃ '' - વિશેષ રીતે, તીવ્ર ગતિએ જે શાશ્વત સમાધિ સ્થાનરૂપ મોક્ષ તરફ સાધકને થઈ જાય તેવા સંયમ અને સંયમની સર્વ પ્રકૃતિને વિનય કહેવાય છે. વિનયથી પાત્રતા મળે છે. શ્રી દશાશ્રુતસ્કંધ - દશાચારમાં શિષ્ય પ્રતિ આચાર્યના કર્તવ્યને બતાવતાં કહે છે કે આચાર્ય શિષ્યને ચાર પ્રકારની વિનય પ્રતિપતિ શીખવે છે : ૧) આચાર વિનય ૨) શ્રત વિનય ૩) વિક્ષેપણા વિનય ૪) દોષ નિઘાતીના વિનય. એ જ રીતે આચાર્ય પ્રતિ શિષ્યનું કર્તવ્ય છે, કે એ ચાર પ્રકારે વિનય કરે : ૧) ઉપકરણોત્પાદનતા ૨) સહાયતા ૩) વર્ણ સંજલનતા ૪) ભાર પ્રત્યારોહણતા. ચાર પ્રકારના વિનયથી વાસિત ચિત્ત શિષ્ય ગુરુ પ્રત્યે આજ્ઞાંકિતતા, સહદયતા, જાગરુકતા, સમર્પણતા, શ્રદ્ધા-ભક્તિ, બહુમાન આદિ ગુણોથી ગુરુદેવને અનન્ય શાતા પમાડે છે. જૈન પરંપરા સિવાય પણ અન્ય પરંપરામાં કંઈક જુદી રીતે વિનયનું નિરૂપણ છે. શ્રી સૂયગડાંગ સૂત્ર પ્રથમ શ્રુત સ્કંધ અધ્યયન ૧૨માં - ૩૬૩ પાખંડીના મત પ્રકરણમાં વિનયવાદીના ૩૨ પ્રકારનું વર્ણન છે, જે બ્રાહ્મણ-ચંડાલ જેવા મનુષ્યોને તેમ જ પશુ આદિનો પણ વિનય કરવાનું કહે છે. તેનાથી જ સ્વર્ગમોક્ષની પ્રાપ્તિ માને છે, પણ આ માન્યતા ભ્રમપૂર્ણ માલૂમ પડે છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન રહિતનો વિનય મોક્ષ સાધક ન બની શકે. વિવેક વિના વિનયનું કોઈ ફળ નથી. શ્રી ભગવતીજી સૂત્ર શતક-૩, ઉદ્દેશા-૧માં પ્રાણામાં પ્રવજ્યાનો પ્રકાર પણ વિનયવાદી જેવો જ છે તેમ બતાવ્યું છે જે મોક્ષસાધક નથી. CC4 વિનયધર્મ CC11 વિનયને કોઈ સંપ્રદાય નથી. અંતરમાં પ્રગટતા નમ્રતા-વિવેક સહજ ઝુકાવી દે છે. હદયથી નમવાપણું છે તે જ છે વિનય. જેમના પ્રત્યે ગુરુભાવની અનુભૂતિ થાય છે ત્યાં દેહ સાથે હૈયું પણ નમી પડે છે. આ રીતે શાસ્ત્રોમાં અનેક પ્રકારે વિનયધર્મ પ્રરૂપિત કરવામાં આવ્યો છે. ખરેખર તો વિધિ અને નિષેધ, ક્રિયા-આચારમાં ભલે મહત્ત્વ ધરાવતાં હોય, પણ વિનયની કોઈ વિધિ ન હોય. જ્યારે ગુરુદેવ પ્રત્યે અખંડ શ્રદ્ધા-ભક્તિથી મારાપણું જાગે છે ત્યારે પૂજ્યતાની સાથે પ્રિયતા પણ જન્મ લે છે. ગુરુ જેટલા પૂજ્ય લાગે એટલા જ પ્રિય લાગે છે. એટલે જ ગુરનું માહાભ્ય સમજાય તેની સાથે જ શિષ્ય ગુરુને ગમતું કરતો થઈ જાય છે. તેનું એકમાત્ર ધ્યેય છે કે હું મારા ગુરુને કેમ રાજી કરી શકું..! તેને માત્ર ને માત્ર ગુનો રાજીપો જ જોઈએ છે, બીજું કંઈ નહીં. શિષ્યના સર્વ પ્રયત્ન એકમાત્ર ગુરુદેવની સુખ-શાતા સાથે જ હોય છે. શિષ્યનો અહં ખતમ થઈ જાય છે, પ્રેમ ગલીમાં કેવળ ગુરુ જ હોય, બીજું કોઈ તો નહીં, પણ પોતેય નહીં. ગુરુ મેરી પૂજા, ગુરુ ગોવિન્દા, ગુરુ મેરે પારબ્રહ્મ ગુરુ ભગવંતા... શિષ્યનું સર્વસ્વ ગુરુ છે તેથી ત્યાં સહજ શ્રદ્ધા-ભક્તિ-સમર્પણ થઈ જ જાય છે. એક ગુરુએ શિષ્યને કહ્યું: જા, સાપના દાંત ગણી આવ. વિનીત શિષ્ય ગયો. જેવો સાપને હાથ લગાડે છે, સાપે ડંખ મારી દીધો. ગુરુ શિષ્યને ધાબળો ઓઢાડી સુવડાવી દે છે. શિષ્યના શરીરમાંથી રોગના બધા જ કીડા નીકળી ગયા. બીમાર શિષ્ય નીરોગી થઈ ગયો. ગુરુ આજ્ઞા એકાંત હિતકારી જ હોય, એ અનુભવ થયો. મન ભુજંગ બહુ વિષ ભર્યા નિર્વિષ કયું દી ન હોય ‘દાદુ' મિલ્યા ગુરુ ગારૂડી, નિર્વિષ કીન્હા સોઇ. અંતરનાં દ્વાર બંધ છે, ચોપાસ અંધકાર છે, દિશા સૂઝતી ન હોય, એ સમયે આવીને ઊભા રહે તે જ સાચા ગુરુ. જ્ઞાનનાં દ્વાર ખોલી આપે અને અજ્ઞાનનાં દ્વાર બંધ કરી નાખે તે જ સાચા ગુરુ. ચન્દન ચાબી એક હૈ, હૈ ફેરનમેં ફેર બન્દ કરે ખોલે વહી, તારેં સદ્ગુરુ હેર... ગુરનું એક વચન મુક્તિદાતા બની જાય છે. તેની સાથે બધી વિદ્યાઓ ૧ ૧૦Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 115