Book Title: Gyandhara 15 Vinay Dharm Author(s): Gunvant Barvalia Publisher: Arham Spiritual Centre View full book textPage 7
________________ C@Cષ્ન વિનયધર્મ © ©n આજ્ઞાપાલનમાં આત્માને જોડી રાખવો એ જ વિનયનો ઉત્તમ પર્યાય છે. આજ્ઞાપાલનમાં પણ બે ભાવ હોય છે ઘણા એમ વિચારે છે કે ચાલો દરરોજ પુસ્તકનાં ત્રણ પાનાં વાંચવાનાં છે તો વાંચી લઉં અને એ પુસ્તક ખોલીને ત્રણ પાનાં વાંચી આજ્ઞા પાળ્યાનો સંતોષ માની લે છે, જ્યારે કોઈક એવા હોય છે જે વિચારે છે, અહો ! ગુરુદેવે મારા પર અનંતી કરુણા કરી, મારા આત્માની શુદ્ધિ માટે મને જ્ઞાનની, વાંચનની આજ્ઞા કરી... એ ઉપકારી આત્માને હું વંદન કરું છું અને હે પ્રભુ ! હું જ્ઞાનની આ સમ્યક આરાધનામાં જોડાવાનો પ્રયત્ન કરું છું. હે પ્રભુ ! મારો આ પ્રયત્ન સફળ થાય એવી આપની કૃપા હોજો અને હે પ્રભુ ! મારો અલ્પ જ્ઞાનનો પ્રયત્ન મને પૂર્ણ જ્ઞાન તરફ લઈ જાય એવી કૃપા કરજો. આવા ભાવો સાથે તે વાંચન શરૂ કરે છે અને બે લાઈન વાંચતાં જ અહોભાવ સાથે કહે છે, હે પ્રભુ ! આપે કેવા પરમસત્યનું દર્શન કરાવ્યું ! પ્રભુ! આપનો અને મને જ્ઞાન આરાધનાની આજ્ઞા આપનાર ગુરુ ભગવંતનો અનંત ઉપકાર વિનયધર્મ કે વિનયધર્મ અને આચાર - પૂ. ડૉ. તરુલતાજી મ.સ. ઋજુતા એવં મૃદુતાથી ભર્યાભર્યા હૃદયથી થતી પ્રત્યેક ક્રિયા છે વિનય, જે વ્યવહારમાં સભ્યતા-સંસ્કારિતાના નામે ઓળખાય છે. એના પરથી વ્યક્તિનું મૂલ્ય અંકાય છે. આવી સહજ પ્રક્રિયા એ જ ધર્મનું મૂળ. શાસ્ત્રોમાં તેથી જ કહેવામાં આવ્યું છે - “વિના મૂત્રે ધબ્બો', વિનય એ ધર્મનું મૂળ છે. મૂળ મજબૂત હોય, ઊંડું હોય તો તેના પરિપાકરૂપે વૃક્ષ વૃદ્ધિ પામે છે. સારી રીતે વિકાસ પામી પત્ર, પુષ્પ પાંગરી ફલિત થાય છે. એ જ રીતે વિનયરૂપ મૂળથી મોક્ષરૂપ ફળ મળે છે. આ સર્વ અંતરમનની સહજ પ્રક્રિયાથી જ સંપન્ન બને છે. તેથી જ જ્ઞાની અનુભવીઓએ ધર્મને સહજ કહ્યો છે. વાસ્તવમાં વિશ્વનો કોઈ પણ પદાર્થ - જે પોતાના ધર્મમાં સ્થિત છે, તે ધર્મ સહજ પ્રત્યક્ષ થતો રહે છે, કરવો પડતો નથી. એ તો છે, છે ને છે જ. એ જ રીતે આત્માના જૈ મૌલિક દસવિધ ધર્મ છે, તે સહજ છે. કરવું પડે તે ક્રિયા અને થઈ જાય તે ધર્મ. વિનયધર્મ પણ સહજ છે. જીવની યોગ્યતા જ્યારે તૈયાર થાય છે ત્યારે વિનય વિચાર-વાણી-વર્તનમાં પ્રગટ થતો રહે છે. આ વિનયધર્મને શાસ્ત્રોમાં ભિન્નભિન્ન રૂપે વર્ણવવામાં આવ્યો છે. શ્રી ઉવવાઈ સૂત્ર - વિભાગ - ૧માં વિનયના સાત પ્રકાર વર્ણવ્યા છે : (૧) જ્ઞાન વિનય : પાંચ પ્રકાર - મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન તથા કેવલજ્ઞાન. આ પાંચેય જ્ઞાનના ધારકોનો વિનય કરવો. જ્ઞાન-જ્ઞાની-જ્ઞાનનાં સાધનો પ્રત્યે શ્રદ્ધા-ભક્તિ-બહુમાન થવા. જ્ઞાન દ્વારા પ્રરૂપિત તથ્યોને યથાર્થ જાણવાં, ચિંતન-મનન દ્વારા તત્ત્વનો સાર સમજી જીવનમાં ઉતારજો. (૨) દર્શન વિનયઃ દર્શન - સમ્યત્વ - સમક્તિ જીવો પ્રત્યે આદરમાન-શ્રદ્ધાપૂર્વકનું આચરણ. તેના બે ભેદ ૧) શુશ્રુષા - ગુર્નાદિકની સેવાવૈયાવચ્ચ કરવી જેના અનેક પ્રકાર ૧) અભ્યત્થાન - ગુર્નાદિકો કે ગુણીજનો પધારે ત્યારે તેઓનો આદર કરવા ઊભા થવું ૨) આસનાભિગ્રહ - ગુર્નાદિક જ્યાં બેસવા ઇચ્છે ત્યાં આસન લઈને હાજર રહેવું ૩) આસન પ્રદાન - ગુરુજનોને આસન અર્પણ કરવું ૪) સત્કાર - ગુર્નાદિકનો સત્કાર કરવો ૫) ફરી બે લાઈન વાંચશે... ફરી એના પર ચિંતન કરશે અને અહોભાવપૂર્વક પ્રભુ સમક્ષ વિનય કરશે... હે પ્રભુ ! આપની પરમસત્ય જ્ઞાનવાણીથી અજ્ઞાની જીવો કેટલા દુઃખી છે, પ્રભુ ! આપે અમને સુખનો માર્ગ બતાવ્યો. હે પ્રભુ ! જો મને મારા ગુરુદેવે આ જ્ઞાન આરાધનાનો નિર્દેશ ન આપ્યો હોત... આશા ન આપી હોત તો મને આજે સમ્યક જ્ઞાનની આરાધનાનો અવસર પ્રાપ્ત ન થાત. આ ભાવાથી શું થયું? ત્રણ પાનાં વાંચતાં ત્રણસો વાર વિનયભાવ, ઉપકારભાવ, અહોભાવ પ્રગટ થવા જોઈએ. આવી રીતે દરેક કાર્યમાં... દરેક પ્રવૃત્તિમાં હર પલ... હર ક્ષણ આત્મિક વિયન પ્રગટ કરવો જોઈએ. *** SPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 115