Book Title: Gyandhara 15 Vinay Dharm Author(s): Gunvant Barvalia Publisher: Arham Spiritual Centre View full book textPage 5
________________ - વિનયધર્મ મહોરું બદલેલા મોહની ઓળખ કરાવે તેનું નામ ‘વિનય’ - રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા જયારે એક આત્માને આત્મવિકાસના ભાવ થાય છે, આત્મવિકાસની દિશામાં ગતિ કરવા એ સનિમિત્તો દ્વારા મળતી પ્રેરણાનું પાલન કરવા પુરુષાર્થ કરે છે ત્યારે મોટા ભાગે શું થાય છે? મોહ પોતાનું મહોરું બદલી નાખે છે. મોહ પોતાનું મહોરું બદલે એટલે શું ? મોહ કેવી રીતે મહોરું બદલે ?? રાજા-મહારાજાનો એ યુગ હતો. જ્યારે બે રાજાઓ વચ્ચે યુદ્ધ થતું ત્યારે બંને રાજાઓના સૈનિકો અને સિપાહીઓ માટેના યુદ્ધના મેદાનમાં પહેરવાના ડ્રેસના કલર્સ નક્કી થતા. એક રાજાના સૈનિકોના ડ્રેસ લાલ હોય તો બીજા રાજાના સૈનિકોના ડ્રેસ બ્લ્યુ રંગના હોય. એટલે આપણો સૈનિક છે કે શત્રુરાજાનો સૈનિક છે તે તરત જ ઓળખાઈ જતો. મોટા ભાગે યુદ્ધમાં નિષ્ઠા રહેતી, પણ ક્યારેક કોઈ રાજા કે એના સૈનિક કપટી હોય અથવા એમની નિષ્ઠામાં કચાશ હોય ત્યારે તેનો સૈનિક સામેવાળા જેવો ડ્રેસ પહેરી એની સેનામાં આવી જાય. આસપાસના સૈનિકોને થાય આ તો છે આપણી જ સેનાનો, એટલે તેના તરફ વધુ ધ્યાન ન આપે, એ તકનો લાભ લઈ શત્રુસૈનિક પાછળથી વાર કરી દુશ્મનને ઘાયલ કરી નાખે !! કહેવાનું તાત્પર્ય એ જ કે, શત્રુ સામે હોય તો ખબર પડે આ શત્રુ છે, પણ શત્રુ સાથે હોય તો ખબર જ ન પડે, આમાં કોણ શત્રુ છે ? એવી જ રીતે આત્મહિતકારી આત્મા જ્યારે ગુણો અને અવગુણો વચ્ચેના યુદ્ધને જીતવાનો પુરુષાર્થ કરે છે ત્યારે કપટી રાજા સમાન મોહ પોતાનું મહોરું બદલી નાખે છે, એટલે વ્યક્તિને ખબર નથી પડતી કે આ ગુણ છે કે અવગુણ ? મોહ ગુણનું મહોરું પહેરી ગુણની સેના સાથે થઈ જાય છે ત્યારે સાધકને એમ જ લાગે છે કે તે જે કરે છે તે યોગ્ય કરે છે, પણ હકીકતમાં એ અયોગ્ય હોય છે. સાથે થયેલા મોહને ઓળખવો તે અતિકઠિન કાર્ય છે. મોહ જ્યારે મોહના જ રૂપમાં હોય છે ત્યારે ક્રોધ, ક્રોધના રૂપમાં જ દેખાય છે, અસત્ય, અસત્ય રૂપમાં જ દેખાય છે, અવગુણ અવગુણ રૂપમાં જ દેખાય છે અને કષાય, કષાય રૂપમાં જ દેખાય છે, એટલે તે બધા આત્માના શત્રુઓ છે એ ૧ (વિનયધર્મ સ્પષ્ટરૂપે સમજાય છે અને એને હરાવવાનો, એને અટકાવવાનો પુરુષાર્થ પણ યોગ્ય રીતે થઈ શકે છે. મહોરું બદલેલા મોહની ઓળખ કોણ કરાવે ? મહોરું બદલેલા મોહની ઓળખ કરાવે તેનું નામ છે ‘વિનય !’ જે શિષ્યમાં ગુરુ પ્રત્યે નિષ્ઠાપૂર્વકનો વિનય હોય, ગુરુ સાથે વિનયભાવથી કનેક્ટેડ હોય અને સમર્પિત હોય તે શિષ્ય ગુરુકૃપા અને ગુરુઆજ્ઞાથી યોગ્ય અને અયોગ્યના ભેદને સમજી શકે છે. ગુરુ એ જ હોય, જે તમારા અજ્ઞાનને દર્શાવે, ગુરુ એ જ હોય જે તમે જે કરતા હોય તેમાં જ્યાં તમારું અજ્ઞાન હોય તેને આજ્ઞા દ્વારા દૂર કરાવે. પાપને પાપરૂપે ઓળખવું એકદમ સહજ છે, એટલે પાપને છોડવું પણ સહજ છે, પણ એ જ પાપ જ્યારે મોહનીય ર્મના કારણે ધર્મનું મહોરું પહેરી લે છે ત્યારે તેને ઓળખવું અતિકઠિન હોય છે, પણ જો શિષ્યમાં વિનય હોય તો તે સમયે તેનો ઇનર વૉઈઝ તેને અંદરથી ક્લિક કરાવે છે કે, આ હું જે કાંઈ કરું છું તેમાં કંઈક અયોગ્ય છે, તેને તેના તે કાર્યથી સંતોષ થતો નથી. ભલે કદાચ સમજાય નહીં કે શું અયોગ્ય થઈ રહ્યું છે, પણ તે, તે અયોગ્ય કરતાં અટકી જરૂર જાય છે. તમારા પર પણ જ્યારે કોઈ કાર્ય કરતી વખતે, જે કાર્ય તમારી દૃષ્ટિમાં યોગ્ય હોય છતાં તેના પર બ્રેક લાગી જાય, તમે તે કાર્ય કરતા અટકી જાવ ત્યારે માનજો કે તમારો ‘વિનય’ વધી રહ્યો છે. તમારા સેલ્ફ પર તમારી બ્રેક ન લાગે ત્યારે સમજવું કે તમારા વિનયમાં ક્યાંક કચાશ છે. તમારા સેલ્ફ પર તમારી બ્રેક લાગે એટલે તમારો કંટ્રોલ તમારા ગુરુના હાથમાં છે, એમની ભાવપ્રેરણા જ તમને અયોગ્ય કરતા અટકાવે છે વિનયભાવ વધે કેવી રીતે ? જેમજેમ ગુરુ પ્રત્યે ઉપકારભાવ વધે તેમતેમ વિનયભાવ વધે, જેમજેમ વિનયભાવ વધે તેમતેમ મોહના બદલાયેલા મહોરાને ઓળખવાની તમારી ક્ષમતા પણ વધે. ભગવાને કહ્યું છે : વિનયથી વિદ્યા વધે છે. વિદ્યાની વ્યાખ્યા જ એ છે... જે વિભાવને ઓળખી શકે તેનું નામ વિઘા !! *Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 115