Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથ અને ગ્રંથકાર : ૧૦ કારણ આગલાં બે અદિલને માંથી સાંપડેલી નિરાશા હતું ? વિશ્વયુધ્ધ સજેલી આર્થિક ભીંસને કારણે પ્રજાનું જીવન વિષમ બન્યું તેથી એમ બનવા પામ્યું હશે? કે પછી આ લડતને જ લેખક અને લેકે સંશયભાવથી જતા હતા? કારણ ગમે તે હે, પણ આગલા સ્વાતંત્ર્યસંગ્રામે જેટલા પ્રમાણમાં પ્રજાના અંતરને સક્રિય ઉત્સાહ અને સાહિત્યકારોની શ્રદ્ધા અને પ્રેરકશક્તિ પ્રાપ્ત કર્યા હતાં તેટલાં 'કરના અદિલને મેળવ્યાં જ|તાં નથી. “આતિથ્ય અને પનઘટ' જેવા કાવ્યસંગ્રહએ અને “પાદરનાં તીરથ', “ઝંઝાવાત', “અણખૂટ ધારા', “ઘુવડ બોલ્યું, “પાવક જવાળા’, “કાલચક્ર, અને “ભભૂકતી જવાળા' જેવી નવલકથાઓએ 'કરના મુક્તિસંગ્રામનું વાતાવરણ આલેખ્યું છે, પણ આગલા દાયકાઓએ ઉપજાવેલ નવીન ક્રાતિકારક સાહિત્યપ્રવાહની જેમ વિશિષ્ટ છાપ પાડે તેવું સ્વતંત્ર વહેણ એ કૃતિઓમાંથી ફૂટતું દેખાતું નથી.
ઈ. ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે અને ૧૯૪૯ના જાન્યુઆરિની ૨૬મીએ હિંદની પ્રજાને આત્મશાસનને પૂર્ણ અધિકાર સાંપડ્યો. વર્ષોની એની ઝંખના અને પુરુષાર્થ પાંગર્યા. પણ સાધના વખતે જે સ્કૂર્તિ અને રસ હતાં તે સિદ્ધિ પછી જાણે ઓસરી ગયાં. બીજા વિશ્વયુધે આ ગરીબ પ્રજાની કેડ ભાંગી નાખી હતી. ત્યાં તે બે કેમોની પરસ્પર કલેઆમ અને હિજરતે, દુકાળ, ધરતીકંપ અને રેલસંકટ, બેકારી અને હલકા જીવનધોરણે, ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારે અને વહીવટીતંત્રથી ભેગવવી પડતી યાતનાઓએ પ્રજાની જીવનશ્રદ્ધા ડગાવી દીધીઃ વિષાદ, કટુતા, નિર્બળતા, રેલ અને નાસ્તિકતા (cynicism)ની ઘેરી અમાસ સ્વતંત્ર ભારત પર છવાતી ચાલી. આવી મનેદશામાં મુક્તિને ઉલ્લાસ ઠરી ગયા. સાહિત્યકારોએ પણ સ્વાતંત્ર્યપ્રાપ્તિને વધાવવા જેટલે ઉમળકે બતાવ્યું નહિ. કેટલાંક સામયિકામાં તેમજ “સ્વાતંત્ર્યપ્રભાત” જેવી પુસ્તિકામાં મુક્તિદિનને બિરદાવતાં ગીતો મળે છે, પણ એ તો અપવાદરૂપ ગણાય એટલાં જ.
ભાષણે અને લેખમાં આપણું તત્વચિંતકે કે રાજપુરુષ અહિંસાનું ક્ષિતિજ હાથવેંતમાં છે એમ ભલે બતાવતા રહ્યા હોય; રાજકેટ અદિલનની નિષ્ફળતા પછી, બીજા વિશ્વયુદ્ધના જન્મ પછી અને ખાસ કરીને તે હિંદુ-મુસ્લિમ વચ્ચેનાં અમાનુષી કમી હુલ્લડો બાદ પ્રજાની અહિંસામાં શ્રદ્ધા રહી નહિ. નોઆખલી, પૂ. બંગાળ, ૫. પંજાબ, સિંધ અને અન્ય સરહદ ઉપરના બનાવોથી કોમી એકતા દૂર ને દૂર ધકેલાતી ગઈ. બે