Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ૦ ૧૦
કરવા તે ખરેખર દુટ કામ છે. વળી એકાદ દાયકામાં જીવન કે સાહિત્યના પ્રવાહ સાવ પલટાઇ જાય એવા નિયમ નથી; પ્રજાના જીવન પર મૂલગામી અસર કરનાર ઐતિહાસિક ખળાનું આવન એટલા ગાળામાં પૂરુ થઈ જાય એમ હુમેશ બનતું નથી; તેમ લેખાના સન–સમય એટલામાં સમાપ્ત થઈ જાય છે એમ પણ કહી શકાશે નહિ. તેમ છતાં દેશનાં રાજકીય અને આર્થિક સંચલનેા, સામાજિક પરિવર્તના અને સાહિત્યિક પરિબળાની સફળતા નિષ્ફળતાના ઝીણા આંક નહિ તે સ્પષ્ટ અડસટ્ટો કાઢી આપે એટલી સામગ્રી તેા એક દાયકાનાં જીવન-સાહિત્યમાંથી જરૂર મળી રહે. ઓગણીસસે એકતાળીસ થી પચાસ સુધીનેા દસકેા આગલા કાઇ પણ દસકા કરતાં આ બાબતમાં વિશેષ સમૃદ્ધ છે. આજના ‘ ક્ષણે ક્ષણે નવતા ધારણ કરતા આપણા ભરચક અને કરુણઘેરા પ્રજાજીવનના પટ પરથી એ સામગ્રી અને તેણે પાડેલા નાનામેટા સંસ્કાર ભુંસાઈ જવા પામે તે પહેલાં તેનુ' સાહિત્યક્ષેત્રે થયેલુ' સંચલન નેાંધી લેવું ઘણું જરૂરનું છે. સાહિત્યના કડીબદ્ધ ઇતિહાસ રચતી વખતે અને સાહિત્ય-વિવેચનનાં ધારણાને સ્થિર કરતી વખતે આ પ્રકારનાં અવલાકના પાયે! પૂરવાની ગરજ સારે છે એ સમજથી છેલ્લા દાયકાના ગુજરાતી વાડ્મય પર દષ્ટિપાત કરવાને અહીં પ્રયત્ન કર્યો છે.
ઐતિહાસિક ઘટનાઓઃ તેની સાહિત્ય પર અસર
આ દાયકાની શરૂઆતમાં બીજુ વિશ્વયુદ્ધ ધાર તાંડવ મચાવતું તેની પરાકાષ્ઠાએ પહોંચ્યું. સમગ્ર વિશ્વમાં યુદ્ધુસર જામના ઉત્પાદન અને યુદ્ધ માટેની પ્રવૃત્તિઓ ઉપર જ મુખ્ય લક્ષ અપાયું. ભય, થાક, નિરાશા, વિજયને કૈફ, સ્વાર્થી, ક્રૂરતા, સંહાર અને શાસનની વૃત્તિઓનું ઝેર લડતી સત્તામાં ઊંડુ ફેલાયું. ભારત તેનાથી અસ્પૃષ્ટ રહી શક્યુ' નહિ. તે ગુલામ હતું. તેના ઉપર રાજ્ય કરતી પ્રજા યુદ્ધ ખેલતી હતી એટલે યુદ્ધની સ` અસરો તેના રાંગણે યુદ્ધ નહિ ખેલાયું હાવા છતાં તેના પર પડી. તેને માનવ, અર્થ, ઉદ્યોગા અને જીવનેાપયેગી સામગ્રીને ભાગ શાસક પ્રા માટે અનિચ્છાએ પણ આપવા પડ્યો. પરિણામે રેશનિંગ, મેાંધવારી, ગાડીભીડ, નિયંત્રણા તેને જોવાં પડયાં. વળી યુદ્ધ બંગાળની પૂર્વ ક્ષિતિજે આવી પહોંચ્યું તેથી તેને વિમાની હુમલાની ચેતવણી, અંધારપટ વગેરે પણ અનુભવવાં પડવાં. એક ખાજૂથી આ ગરીબ પ્રજા મોંધવારી અને આર્થિક ભીંસમાં તેમજ ભણકારા આપતી યુદ્ધ-આફતના ભયમાં સપડાઈ ગઈ,