Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ ગયા દાયકાના વાલ્મય પર દષ્ટિપાત [ 1941 થી 1950 ] કાળને પ્રવાહ કદી થંભ્યો સાંભળ્યો છે? સર્જક કે વિવેચક, ઇતિહાસકાર કે રાજપુરુષ, વિજ્ઞાની કે સંત, કઈને કહ્યું એ અટકતો નથી. જીવનની માફક સાહિત્ય પણ કાળસાગરમાં અનિવાર્યપણે તણાઈને બુદ્દબુદ, તરંગ કે પ્રવાહરૂપ વિવિધ વિવર્તે ધારણ કરતાં કરતાં ઉપરતળે થયાં કરે છે. અનિત્ય, અસત્ય, ક્ષુદ્ર અને સત્ત્વહીન સઘળું એના વેગમાં ખેંચાઈને - હતું ન હતું થઈ જાય છે; સાચું સત્ત્વશીલ સાહિત્ય જ સમયના વહેણમાં ટકી શકે છે. કાળ ભગવાનને પરીક્ષકોને પરીક્ષક કહેવામાં આવે છે તે આને લીધે. પણ એને અર્થ એમ નહિ કે ઇતિહાસકાર યા વિવેચક કાળ ભગવાનને ચુકાદો આવે ત્યાં સુધી નિષ્ક્રિય બેસી રહે. મનુષ્ય જીવનના પુરુષાર્થની કીમત એક બાજુ સમય કાઢે છે તે બીજી બાજુએ મનુષ્ય પિતે પણ કાઢતે રહે છે. સમકાલીન સાહિત્યનું વિવેચન એ મનુષ્યસમાજની આવી આત્મનિરીક્ષણની પ્રવૃત્તિ પણ છે. એ કાર્ય બીજી રીતે ગમે તેટલું અપૂર્ણ યા ખામીભરેલું હોય, પણ વિકાસવાંછુ સમાજની આંતર જાગૃતિનું એ ઘાતક છે, તેમાં શંકા નથી. એક રીતે કાળની સાથે સાથે–અને કવચિત તેની સામે પણ-ટકી રહેવાની મનુષ્યની દોડનું માપ કાઢનાર જીવનવેગને જ એ એક પ્રકારનો આવિર્ભાવ છે. વર્તમાનનાં ચંચળ વહેણને અવલકવામાં અનેક અંતરાય રહેલા છે. તેનું સ્વરૂપ અવિકૃત નથી હોતું, ગતિ નિશ્ચિત નથી હોતી તેમ મૂલ્ય પણ ઘણીવાર પલટાતાં રહે છે. એટલે બે ચાર તે શું પણ દસેક વર્ષના ગાળાના સાહિત્યનું અતિ સાવધપણે કરેલું અવલોકન પણ પાછળથી પૂરેપૂરું યથાર્થ ન નીવડે એ પૂરો સંભવ છે. અવલોકનાથે સ્વીકારેલ સમયપટ પૂર્વાપર પટ્ટીઓથી છૂટૈ પડેલે નથી હોતો. ભૂતકાળના વિસ્તાર રૂપે જ વર્તમાન વહેતે હેય છે. એટલે વહેતાં પાણીથી ઠીક અંતરે ઊભા રહીને ભૂત અને ભાવિના અનુલક્ષમાં વર્તમાનને નિહાળવાને પ્રયત્ન ગ્રં. 1